બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ભારત / Truckers' protest against new law on hit-and-run cases

જરુરી ખબર / શું છે હિટ એન્ડ રનનો નવો કાયદો, જેનાથી વાહન ચાલકો આવ્યાં ટેન્શનમાં, દેશભરમાં ચક્કાજામ

Hiralal

Last Updated: 04:54 PM, 1 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોડ પર હિટ એન્ડ રનના કિસ્સામાં 10 વર્ષની સજા અને દંડ આપતાં કાયદાના વિરોધમાં ટ્રકચાલકો સહિતના લોકોએ દેશભરમાં ચક્કાજામ કર્યો છે.

  • રોડ પર હીટ એન્ડ રનના કિસ્સામાં 10 વર્ષની સજા 
  • દેશમાં લાગુ થયો નવો કાયદો 
  • કાયદાના વિરોધમાં ગાડીવાળાઓએ કર્યો ચક્કાજામ 

રસ્તા પર વાહન ટકરાવીને ભાગી જનાર લોકો માટે દેશભરમાં એક કડક કાયદો લાગુ પડ્યો છે. આ કાયદા હેઠળ રોડ પર હીટ એન્ડ રનના કિસ્સામાં 10 વર્ષની સજા અને 7 લાખનો દંડ આપતી જોગવાઈ છે. પહેલા હીટ એન્ડ રન માટે 2 વર્ષની સજા હતી પરંતુ હવે તેમાં મોટો વધારો થયો છે. 

કાયદા સામે દેશભરમાં પ્રદર્શનો 
હીટ એન્ડ રનમાં 10 વર્ષની સજા અને દંડના કાયદાને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે.  આ કાયદાને ખોટો ગણાવીને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. હરિયાણા, દિલ્હી, યુપી, એમપી, બિહાર સહિત ઘણા રાજ્યોમાં ટ્રક ડ્રાઇવરોએ કાર થંભાવી દીધી છે અને ગૃહમંત્રી અમિત શાહને અપીલ કરાઈ રહી છે કે કાયદાની જોગવાઈઓ હળવી કરવામાં આવે. આ નિયમથી માત્ર ટ્રક ચાલકો જ નહીં પરંતુ ટેક્સી, ઓટો ચાલકો પણ પરેશાન છે. આ કાયદો ખાનગી વાહન માલિકોને પણ એટલો જ લાગુ પડશે.

શું છે હિટ એન્ડ રનની નવી જોગવાઈ 
હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.

હિટ એન્ડ રન કેસમાં દર વર્ષે 50 હજાર લોકોનાં મોત
સરકારી આંકડા મુજબ રસ્તા પર હિટ એન્ડ રન કેસમાં દર વર્ષે 50 હજાર લોકોનાં મોત થાય છે. ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં કહ્યું હતું કે નવા કાયદામાં સરકાર હિટ એન્ડ રન કેસમાં કડક જોગવાઈઓ લાવી રહી છે. આ અંતર્ગત જો કોઈ રસ્તા પર કોઈની કાર સાથે ટકરાય અને પીડિતાની મદદ કરવાને બદલે કાર લઈને કે પોતે જ ભાગી જાય તો તેને 10 વર્ષની સજા થશે અને દંડ ભરવો પડશે. પીડિતાને હોસ્પિટલ લઈ જનાર કે પછી પોલીસ પ્રશાસનને જાણ કરનાર વ્યક્તિને રાહત આપવામાં આવશે. અત્યાર સુધી આઈપીસીમાં આવી કોઈ જોગવાઈ નહોતી.

કાયદાના વિરોધમાં ડ્રાઈવરોની શું દલીલ
પરિવહન ઉદ્યોગના નિષ્ણાતો અને ડ્રાઈવરોની દલીલ છે કે આ કાયદો બેધારી તલવાર છે. અકસ્માત બાદ ડ્રાઈવર પણ મદદ માટે સ્થળ પર જ રોકાઈ જાય તો તેની આગળ ટોળાના હુમલાનું જોખમ રહે. ઘણીવાર આવા કિસ્સાઓમાં ટોળું હિંસક બની જાય છે. જો તે હુમલાથી બચવા ભાગી જાય છે, તો તેને કાયદા મુજબ 10 વર્ષ સુધીની જેલની સજા ભોગવવી પડે છે. રસ્તા પર અકસ્માતને કારણે આ તેની આખી જિંદગીને અસર કરી શકે છે. નવા કાયદા મુજબ જો વાહન સાથે ટકરાનાર વ્યક્તિ ખોટી રીતે વાહનની સામે આવી જાય અથવા ગેરકાયદેસર રીતે રસ્તો ક્રોસ કરે તો આવા કિસ્સાઓમાં ડ્રાઈવરને રાહત મળશે. આવા કેસમાં વધુમાં વધુ 5 વર્ષની સજા અને દંડની જોગવાઈ રહેશે. ખોટા ડ્રાઇવિંગના કારણે કોઇ સમસ્યા સર્જાશે તો ડ્રાઇવરને 10 વર્ષ સુધીની જેલ થઇ જશે. આ જોગવાઈ અંગે વાહન ચાલકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ઘણા ડ્રાઇવરોએ જણાવ્યું હતું કે ધુમ્મસને કારણે અકસ્માતો પણ થાય છે. આવા કિસ્સામાં પણ જો 10 વર્ષની સજા થાય તો તેમનો કોઈ વાંક ન હોય તો આપણે આટલી મોટી સજા ભોગવવી પડશે.

શું છે હિટ એન્ડ રન કેસ 
વાહનની ટક્કર પછી ભાગી જવું એ હિટ એન્ડ રન માનવામાં આવે છે. અત્યાર સુધી આવા કેસોમાં 2 વર્ષની કેદની સજાની જોગવાઈ હતી અને જામીન ઉપલબ્ધ હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ