બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / train ticket fare migrant workers coronavirus lockdown bjp congress

કોરોના સંકટ / શ્રમિકોની ટિકિટ વિવાદ : ભાજપ નેતાએ કહ્યું, કોંગ્રેસ તેની રાજ્ય સરકારોને ભાડું ચૂકવવાનું કહે, અમે તો કરીએ જ છીએ

Kavan

Last Updated: 05:06 PM, 4 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા 40 દિવસથી લૉકડાઉનમાં ફસાયેલા પ્રવાસી મજૂરોને તેમના ઘરે પહોંચાડવા માટે ટ્રેન શરૂ કરવામાં આવી તો ટ્રેનના ભાડાને લઇને રાજકીય ઘમાસાણ શરૂ થઇ ગયું. કોંગ્રેસ તથા અન્ય વિપક્ષી દળોએ સવાલ ઉઠાવ્યા કે, જ્યારે મોદી સરકાર વિદેશમાં ફસાયેલા ભારતીયોને સરકારી ખર્ચે વતનમાં લાવી શકે છે તો ગરીબ શ્રમિકો પાસેથી ટ્રેનની ટિકિટના પૈસા કેમ છે ?

  • શ્રમિકોની ટિકિટનો વિવાદ વકર્યો
  • વિપક્ષોએ સરકાર પર કર્યા આક્ષેપ

કેન્દ્ર સરકાર વિપક્ષના આ સવાલ પર ચૂપ છે પરંતુ તેમની સાથે જોડાયેલા સૂત્રોએ દાવો કરી રહ્યા છે કે, આ યાત્રાનો 85 ટકા ખર્ચ રેલવે ઉઠાવી રહ્યા છે અને બાકીના ખર્ચ માટે સંબંધિત રાજ્ય સરકારોને કહેવામાં આવ્યું છે.  ત્યારે આ તમામ ચર્ચા વચ્ચે રેલવેનો એક લેટર સામે આવ્યો જેમાં રાજ્ય સરકારોને કહેવામાં આવ્યું છે કે, શ્રમિક ટ્રેનોમાં સફર કરનારા યાત્રીઓને ટિકિટ દઇને તેમની પાસેથી પૈસા લે અને તે પૈસા રેલવેને પહોંચાડવામાં આવે. 

સોનિયા ગાંધીએ કહ્યું કે, શ્રમિકોનો ખર્ચ કોંગ્રેસ ઉઠાવશે 

આ વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે સોનિયા ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસી એકમો આ શ્રમિકોની ટિકિટનો તમામ ખર્ચ ઉઠાવશે. સોમવારે આપેલા એક નિવેદનમાં એવું કહેવામાં આવ્યું છે કે માત્ર ચાર કલાકની નોટિસ પર લોકડાઉન કરવામાં આવ્યું હોવાના કારણે દેશના કામદારો તેમના ઘરે પાછા જવાથી વંચિત રહ્યા હતા. 1947 પછી, દેશમાં પ્રથમ વખત આવું દ્રશ્ય જોવા મળ્યું જ્યારે લાખો મજૂરો હજારો કિલોમીટર પગથી ચાલ્યા. ઘરે જવું.

સોનિયા ગાંધીએ એક નિવેદનમાં કહ્યું છે કે, જ્યારે આપણે કોઈ ખર્ચ કર્યા વિના વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવી શકીએ છીએ. ગુજરાતમાં એક કાર્યક્રમમાં સરકારી ખજાનાથી 100 કરોડ ખર્ચ કરી શકીએ છીએ. જો રેલવે મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી રાહત ફંડમાં 151 કરોડ રૂપિયા આપી શકે છે તો  મુશ્કેલ સમયમાં કામદારોનો ખર્ચ કેમ નથી ઉઠાવી શકતા?

ભાજપના સંબિત પાત્રાનો કોંગ્રેસ પર પલટવાર 

આ મામલે કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે કંઇ કહેવાનું ટાળ્યું છે. તેમાન સૂત્રઓ દ્વારા પ્રાપ્ત થતી વિગત પ્રમાણે રાજ્ય સરકારોએ રેલવેને એવા લોકોની યાદી આપી હતી. જે ફસાયેલા છે અને તેમને પોતાના રાજ્યો માટે પ્રવાસ કરવાનો છે. રાજ્ય સરકારની આ યાદીના આધારે ખાસ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી. ત્યારે હવે ભાજપ પણ કેન્દ્ર અને રાજ્ય સરકારની ભાગીદારીનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ પર પલટવાર કરી રહી છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ ટ્વીટ પર કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીને જવાબ આપતા કોઇપણ સ્ટેશન પર ટિકિટનું ન વેચાણ કરવાના ગૃહ મંત્રાલયના નોટિફિકેશનનો હવાલો આપ્યો હતો. 

હજી સુધી આ અંગે કોઇ સ્પષ્ટતા થઇ ચૂકી નથી

જો કે, આરોપ-પ્રત્યારોપ વચ્ચે પણ હજી સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી કે, જે 15 ટકા ભાડાની વાત કરવામાં આવી રહી છે તે સામાન્ય ભાડાની તુલનામાં કેટલું ઓછું છે કારણ કે, રેલવેએ જે ખર્ચ જોડ્યો છે. તે ખર્ચને લઇને સોશિયલ ડિસ્ટેન્સિંગ, ખાણી-પીણી તથઆ સ્ક્રિનીંગની વ્યવસ્થા તથા ખાલી ટ્રેન પર આવે તે ખર્ચનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

મધ્ય પ્રદેશ સરકાર ઉઠાવશે પોતાના રાજ્યના શ્રમિકનો ખર્ચ 

કેન્દ્રના સૂત્રોનું માનવું છે કે, મધ્ય પ્રદેશ સરકાર પોતના ભાગનો ખર્ચ ઉઠાવી રહી છે. તો મધ્યપ્રદેશ સરકારે કહ્યું કે, અન્ય રાજ્યોમાં ફસાયેલા મધ્યપ્રદેશના જે શ્રમિકો મજૂર સ્પેશિયલ ટ્રેનથી પરત આવશે તેમની પાસેથી ભાડૂં વસૂલવામાં આવશે નહીં. જો કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકારને કહ્યું છે કે, પ્રવાસી શ્રમિકોની પાસે છેલ્લા કેટલાક સમયથી કમાણીનો કોઇ સ્ત્રોત નથી અને માટે જ તેઓ પોતાના વતન પરત ફરી રહ્યા છે. તેથી તેમની પાસેથી ટિકિટનો ખર્ચ લેવાવો ન જોઇએ. 

શું કહ્યું નિતીશ કુમારે ?

મુખ્યમંત્રી નીતીશ કુમારે સોમવારે કહ્યું કે કોઈ પણ કાર્યકરને પૈસા આપવાની જરૂર નથી. તમામ કામદારોને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં રાખવામાં આવશે અને તે પછી તેમને એક હજાર રૂપિયા આપવામાં આવશે.

સીએમ નીતીશ કુમારે કહ્યું, 'હું બિહારના લોકોને પાછા મોકલવાના સૂચનને ધ્યાનમાં લેવા બદલ કેન્દ્રનો આભાર માનું છું. અન્ય રાજ્યોમાં ફસાયેલા બિહારના લોકોને બિહારમાં પાછા મોકલવા બદલ કેન્દ્રનો આભાર. કોઈએ પણ ટિકિટ માટે ચૂકવણી કરવાની રહેશે નહીં. અહીં તેમના માટે ક્વોરેન્ટાઇન સેન્ટર બનાવવામાં આવ્યું છે.

સીએમ નીતીશ કુમારે કહ્યું કે, 'બહારથી આવેલા તમામ પરપ્રાંતિયો 21 દિવસ માટે ક્વોરેન્ટાઇન સેન્ટરમાં રહેશે. આ પછી, તેમને બિહાર સરકાર દ્વારા ઓછામાં ઓછી એક હજાર રૂપિયાની રકમ આપવામાં આવશે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકારે 19 લાખ લોકોને એક હજાર રૂપિયા આપી દીધા છે.

યેચુરીએ સરકારને ઘેરી 

સીતારામ યેચૂરીએ પણ મોદી સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે, જે શ્રમિકોએ છેલ્લા 2 મહિનાથી કોઇ કમાણી કરી નથી તેમની પાસેથી ટ્રેનની ટિકિટનો ખર્ચ ન લેવો જોઇએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ