બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The women of Madhapar village in Bhuj changed their perception

ગરવી ગુજરાતણ / કોઈ ડર વગર ઊંચી ઈમારતોમાં ઝૂલા પર બેસી કરે છે કલર કામ, 1971ના યુદ્ધમાં કર્યું એવું કામ કે આજે પણ દેશ કરે છે સલામ

Dinesh

Last Updated: 05:04 PM, 30 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માધાપરની મહિલાઓ આજકાલની નહીં પણ ઘણા વર્ષોથી મોટી ઇમારતો, મંદિરો તેમજ રહેણાંક મકાનોમાં રંગરોગાનનું કામ કરે છે.

  • ભુજના માધાપર ગામની મહિલાઓ ધારણા બદલી
  • નારી તો હવે શ્રમમાં પણ પુરુષ સમોવડી બની
  •  70 ફૂટની ઊંચાઈ સુધી ચડીને રંગરોગાનનું કામ કરે છે


મનુષ્યને જન્મ આપનાર અને પોષનાર નારી સભ્યતા અને સંસ્કૃતિનો સ્ત્રોત છે. અને અત્યારની નારી તો હવે શ્રમમાં પણ પુરુષ સમોવડી બની છે. મોટે ભાગે ઇમારતોમાં રંગરોગાનનો વ્યવસાય પુરુષો જ કરતા હોય છે. પરંતુ ભુજના માધાપર ગામની મહિલાઓ આ ધારણા બદલી રહી છે.

રંગરોગાનનું કામ
અમુક કામોમાં ફક્ત પુરૂષોનો જ ઇજારો હોય છે તેવી તમારી માન્યતા ભુજની આ મહિલાઓને મળ્યા બાદ ચોક્કસ બદલાઇ જશે. કેમ કે આ મહિલાઓએ વ્યવસાય તરીકે પસંદ કર્યું છે રંગરોગાનનું કામ. માધાપરની આ મહિલાઓ આજકાલની નહીં પણ ઘણા વર્ષોથી મોટી ઇમારતો, મંદિરો તેમજ રહેણાંક મકાનોમાં રંગરોગાનનું કામ કરે છે. અને જાતે જ લાકડાનો પાલખ બાંધીને મંદિર પર 70 ફૂટની ઊંચાઈ સુધી ચડીને રંગરોગાનનું કામ કરે છે. ક્યાંથી કઇ કંપનીનો સારો કલર લેવો તેની પણ જાણકારી રાખે છે. કલરકામમાં ફક્ત મહિલાઓ જ હોવાથી બીજો કોઇ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તેમને માધાપરના વિવિધ મંદિર, ગામના મુખ્ય પ્રવેશદ્વાર તેમજ આજુબાજુની ફેક્ટરીઓ અને મકાનોનું કામ કરેલું છે. હાલમાં વેલુબેનની ટીમ પાસે માધાપરના મુખ્ય સ્વામિનારાયણ મંદિર અને રઘુનાથજી મંદિરના રંગરોગાનનો કોન્ટ્રાક્ટ છે. 

ગૌરવ ભર્યું કામ કર્યું
માધાપર ગામ અને આસપાસની મહિલાઓની ખુમારી અને હિંમત તેમને વારસામાં મળી છે. 1991ના યુદ્ધમાં પાકિસ્તાને ભારત પર આમક્રણ કર્યું અને તક જોઈ ભુજ એરફોર્સ સ્ટેશન પર બોમ્બ ઝીંક્યા જેથી રન-વે તહેસ-નહેસ થઈ ગયો હતો. જો તાત્કાલિક રન-વૅ રિપેર ન થાય તો ભારતીય વિમાનો પાકિસ્તાનનો જડબાંતોડ જવાબ આપવા ઉડી શકે નહીં. રાતોરાત રન-વે બનાવવા અધિકારીઓ કારીગરોને મળ્યા પણ પુરુષ કારીગરોએ ના પાડી દીધી. ત્યારે માધાપરની વીરાંગનાઓ આગળ આવી હતી. જાનના જોખમે મજૂરી કરી રાતો-રાત રન-વે તૈયાર કરી આપ્યો હતો. આ જ ખુમારી અને હિંમત પટેલ જ્ઞાતિની મહિલાઓમાં તેમને વારસામાં મળી હોવાથી આજે પણ હિંમતભેર કલરકામ તેમજ અન્ય ક્ષેત્રમાં પણ પોતાનું કૌશલ્ય દેખાડી આગળ વધી રહી છે.
 

રંગરોગાનનું બધું કામ વેલુબેન લાવે છે.
કલર કામ કરતી મહિલાઓના જૂથમાં સૌથી જૂના અને જાણીતા એવા વેલુબેને આજથી 37 વર્ષ પહેલાં આ વ્યવસાયમાં ઝંપલાવ્યું હતું. આજે 60 વર્ષની વયે પણ યુવાનને શરમાવે તેવી રીતે ઉંચી ઉંચી દીવાલોને પીંછીના લસરકાથી રંગીન બનાવી દે છે. વળી તેમનું કામ સુંદર અને સાફસફાઇવાળું હોવાથી ગામના લોકો તેમના કામની રાહ જોતા હોય છે.  રંગરોગાનનું બધું કામ વેલુબેન લાવે છે. અને કામ લાવ્યા પછી તેને કેવી રીતે આગળ ધપાવવું તે તમામ બહેનો સાથે મળીને નિર્ણય કરે છે. અંદાજે 50થી 60 બહેનો કોઈપણ જાતના ડર કે સંકોચ વિના ઉંચી ઈમારતો-મંદિરના ગુંબજો રંગવા હોય તો બે દોરડા પર લટકતા પાટિયા‘ઝુલા’ પર બેસીને કામ આટોપી લે છે. ત્યારે મહિલાઓના આ ઉત્તમ કાર્યને સમાજના અગ્રણીઓ પણ બિરદાવી રહ્યા છે. 


આમ તો ભુજના પરાસમા માધાપર ગામની વીરાંગનાઓની ગૌરવગાથાઓ ખુબજ જ પ્રચલિત છે. ત્યારે માધાપરની આ મહિલાઓ ખેત મજૂરી, કડિયા કામ ઉપરાંત કલર કામ કરીને પગભર બની છે. તેઓ અંદાજિત 40થી 50 લાખ રૂપિયાના રંગરોગાનના કામ સરળતાથી આટોપી લે છે. ત્યારે માધાપરની આ કર્મનિષ્ઠ મહિલાઓ અનેકને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ