બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / સ્પોર્ટસ / Cricket / The video of Babal went viral among the fans of Pakistan-Afghanistan cricket team

ક્રિકેટ / પાકિસ્તાન-અફઘાનિસ્તાન મેચમાં હાઈ વૉલ્ટેજ ડ્રામા, સ્ટેડિયમમાં થઈ ઝંડાવાળી, જુઓ વીડિયો

Dinesh

Last Updated: 10:51 PM, 27 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી મેચમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનને હરાવ્યું હતું, જે સમયનો સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે

  • પાકિસ્તાન-અફઘાનિસ્તાન ટીમના ફેન્સ વચ્ચે બબાલ !
  • બંન્ને ટીમના ચાહકો વચ્ચે તુ તુ મેં મે સર્જાઈ હતી
  • સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો


ગત વર્ષે સંયુક્ત આરબ અમીરાતમાં એશિયા કપ રમાયા હતો. જ્યાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં ખેલાડીઓ વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. જે ઝઘડાની અસર ચાહકોમાં પણ જોવા મળી હતી. એક બીજી ટીમના ચાહકોએ સ્ટેડિયમમાં જ મારામારી ચાલુ કરી દીધી હતી. એટલું જ નહી પરંતુ ચાહકોએ ખુરશીઓ ઉઠાવીને એકબીજા પર ફેંકી પણ હતી. આ બંને ટીમો વચ્ચે તાજેતરમાં ત્રણ મેચની વનડે શ્રેણી રમાઈ હતી. જેમાં પાકિસ્તાને 3-0થી જીત મેળવી હતી. જો કે, આ બધાની વચ્ચે પણ મેચના અંતેમાં બંને ટીમના ચાહકો ફરી એક બીજા સાથે લડતા જોવા મળ્યા હતા.

પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની મેચમાં શું થયું ?
આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી મેચમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનને ખરાબ રીતે હરાવ્યું હતું. જે સમયનો સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયો ત્રીજી મેચનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, બંન્ને ટીમના ચાહકો સામસામે આવી ગયા હતા.

બબાલનો વીડિયો વાયરલ
જે વીડિયોમાં જોઈ શકાય છે કે, ચાહકો પોતપોતાના દેશના ધ્વજ સાથે બેસીને મેચની મજા માણી રહ્યા હતા. જે દરમિયાન બંને દેશના ફેન્સ વચ્ચે કોઈ વાતને લઈને બબાલ થઈ હતી. જેને લઈ બંને ટીમના ચાહકો પોતપોતાની સીટ પર ઉભા થઈ ગયા હતા બોલાચાલી કરવા લાગ્યા હતા. જ્યારે પાકિસ્તાન ટીમનો એક ચાહક પાકિસ્તાનનો ધ્વજ ઊંધો પકડીને અફઘાનિસ્તાનના ચાહકને ધ્વજ ડંડો બતાવી રહ્યો હતો અને ધમકી પણ આપતો હતો. જે ઘટના  દરમિયાન અન્ય ચાહકો પણ દલીલબાજી કરી રહ્યાં હતા. 

ક્રિકેટ જગતમાં ખૂબ ચર્ચા થઈ હતી
ગત વર્ષે જ્યારે એશિયા કપમાં બંને ટીમોના ચાહકો હોબાળો મચાવ્યો હતો, તે ચર્ચાનો કેન્દ્ર બન્યો હતો. જે સમગ્ર બાબતની ક્રિકેટ જગતમાં ખૂબ ચર્ચા થઈ હતી. ત્યારે નિર્ણય લેવાયો હતો કે, આગામી મેચમાં બંને ટીમના ચાહકોને અલગ-અલગ બેસાડવામાં આવશે. આ બંને ટીમો એશિયા કપમાં પણ આમને-સામને રમવાની છે. 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા વન-ડે વર્લ્ડ કપમાં પણ ભાગ લેવાની છે, ત્યારે પણ આ ટીમોના ચાહકો એકબીજા સાથે હંગામો મચાવે તો નવાઈ નહી કહેવાય.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ