બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / The local crime branch seized the gold biscuits of traders from the railway station in Ahmedabad

અમદાવાદ / રેલવે LCBએ ગુનો દાખલ કર્યા વગર કરોડોની કિંમતનું સોનું બે મહિનાથી સીઝ કરતા વિવાદ, મુદ્દામાલ જપ્ત થાય તો શું કરવું, જાણી લો નિયમ

Dinesh

Last Updated: 07:53 PM, 22 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

LCBએ હાથ ઊંચા કરી દેતાં સેશન્સ કોર્ટે GSTના અધિકારીઓને બોલાવ્યાઃ બે મહિના પહેલાં વેપારીઓનું કરોડો રૂપિયાનું સોનું સીઆરપીસીની કલમ-1021 મુજબ જપ્ત કરવામાં આવ્યું હતું

  • લોકલ ક્રાઇમ બ્રાંચે વેપારીઓનાં સોનાનાં બિસ્કિટ જપ્ત કર્યાં
  • હાલ આ સોનું રેલવે પોલીસના મુદ્દામાલમાં ધૂળ ખાય છે
  • વેપારીઓને નુકસાન વેઠવાના દિવસો આવી ગયા

ગુજરાતના સૌથી મોટા કાલુપુર રેલવે સ્ટેશનમાં મુસાફરો સિવાય સરસામાનની પણ અવરજવર થતી હોય છે, જેના કારણે પોલીસ તેમજ લોકલ ક્રાઇમ બ્રાંચ (એલસીબી)ના કર્મચારીઓ હંમેશાં ચેકિંગ કરતા હોય છે. કાલુપુર રેલવે સ્ટેશન દારૂ તેમજ કેટલીક પ્રતિબં‌ધિત ચીજવસ્તુઓની તસ્કરી માટે પંકાયેલું છે ત્યારે આંગ‌િડયા પેઢીના કરોડો રૂપિયા તેમજ સોના-ચાંદીના દાગીના, હીરા- ઝવેરાતની પણ અવરજવર રેલવે મારફતે થતી હોય છે. રેલવેની લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે બે મહિના પહેલાં સોના-ચાંદીના વેપારીઓનું આંગ‌િડયા પેઢીમાં આવતું કરોડો રૂપિયાનું સોનું જપ્ત કર્યું હતું, જેમાં હજુ સુધી ગુનો દાખલ નહીં થતાં વિવાદ સર્જાયો છે. લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે સીઆરપીસીની કલમ-102 મુજબ અનેક વેપારીઓનાં સોનાનાં બિસ્કિટ જપ્ત કર્યાં હતાં, જેમાં હજુ સુધી કોઇ ગુનો દાખલ થયો નથી અને હાલ આ સોનું રેલવે પોલીસના મુદ્દામાલમાં ધૂળ ખાય છે.

સોનું જપ્ત કર્યું
સોના-ચાંદીના વેપારી નીલેશભાઇ ગઢડાનું લાખો રૂપિયાનું સોનું જૂન મહિનામાં આંગ‌િડયા પેઢી મારફતે કાલુપુર રેલવે સ્ટેશન પર આવ્યું હતું. નીલેશભાઇ સિવાય અન્ય વેપારીઓનું પણ કરોડો રૂપિયાનું સોનું આંગ‌િડયા પેઢી મારફતે આવ્યું હતું. લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે નીલેશભાઇ અને બીજા વેપારીઓનું સોનું સીઆરપીસી કલમ-102 મુજબ જપ્ત કરી લીધું હતું. એલસીબીએ કરેલી કાર્યવાહી બાદ તેમણે ઇન્કમટેક્સ વિભાગ તેમજ જીએસટી વિભાગને જાણ કરવાની હતી, જોકે તેમણે નહીં કરતાં મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.નીલેશભાઇએ મેટ્રોપો‌લિટન કોર્ટમાં જપ્ત કરેલું સોનું લેવા માટે અરજી ફાઇલ કરી હતી, જેમાં એલસીબીએ કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો કે જપ્ત કરેલું સોનું વેપારીને આપવું જોઇએ નહીં, કારણ કે તેમણે સરકારમાં જીએસટી અને ઇન્કમટેક્સની ચોરી કરી છે, જે ગુનો બને છે. એલસીબીએ કરેલા રિપોર્ટ બાદ મુદ્દામાલ લેવા માટેની નીલેશભાઇની અરજી મેટ્રોપો‌લિટન કોર્ટે ફગાવી દીધી હતી. મેટ્રો કોર્ટે અરજી ફગાવી દેતાં નીલેશભાઇએ સેશન્સ કોર્ટના જજ એ.વી.હીરપરાની કોર્ટમાં મુદ્દામાલ છોડાવવા માટેની અરજી કરી હતી. 

એલસીબીને નોટિસ ઇશ્યૂ કરી હતી
નીલેશભાઇએ અરજી કરતાંની સાથે જ સેશન્સ કોર્ટે એલસીબીને નોટિસ ઇશ્યૂ કરી હતી. એલસીબીએ સેશન્સ કોર્ટમાં હાથ ઊંચા કરી દેતાં પોતાનો જવાબ રજૂ કર્યો હતો કે જીએસટી વિભાગના અધિકારીઓને જાણ કરી દેવામાં આવી છે, જેથી ન્યા‌યિક નિર્ણય લેવો. સેશન્સ કોર્ટે એલસીબીએ કરેલા ‌રિપોર્ટ બાદ મેટ્રો કોર્ટના ચુકાદાને રદ કર્યો હતો અને ફરીથી મેટ્રોપો‌લિટન કોર્ટને આદેશ કર્યો હતો કે જીએસટીના અધિકારીઓને નો‌ટિસ ઇશ્યૂ કરીને બોલાવવામાં આવે. બંને પક્ષોએ સાંભળ્યા બાદ ગુણદોષના આધારે મેટ્રો કોર્ટ પોતાનો ચુકાદો આપે. સેશન્સ કોર્ટે કરેલા હુકમ બાદ નીલેશભાઇએ મેટ્રોપો‌લિટન કોર્ટમાં અરજી કરી છે, જેને લઇ કોર્ટે જીએસટીના અધિકારીઓને નો‌ટિસ ઇશ્યૂ કરીને હાજર રહેવા માટેના આદેશ કર્યા છે. 

સોનું જપ્ત થવાના કેસમાં વાંક !
કરોડો રૂપિયાના સોના પર ધૂળ લાગી ગ‌ઈ પણ જીએસટીના અધિકારી આવ્યા નથી, જૂન મહિનામાં લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે કરોડો રૂપિયાનું સોનું જપ્ત કર્યું હતું અને તેમના દાવા મુજબ જીએસટી તેમજ ઇન્કમટેક્સના અધિકારીઓને પણ જાણ કરી દીધી હતી. જો એલસીબીએ જીએસટી અને ઈન્કમટેક્સના અધિકારીઓને જાણ કરી દીધી હોય તો હજુ સુધી કંઇ કાર્યવાહી કરવામાં કેમ આવી નથી. કરોડો રૂપિયાનું સોનું રેલવે સ્ટેશનના મુદ્દામાલ રૂમમાં ધૂળ ખાઇ રહ્યું છે ત્યારે હવે વેપારીઓને નુકસાન વેઠવાના દિવસો આવી ગયા છે. સોનું જપ્ત થવાના કેસમાં વાંક એલસીબીનો છે કે જીએસટીના અધિકારીઓનો તે હજુ કોર્ટના ચુકાદા બાદ સામે આવશે, પરંતુ નીલેશભાઇ સમયસર જીએસટી ભરતા હોવાના પુરાવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. 

મુદ્દામાલ જપ્ત કરો તો ગુનો દાખલ કરવો જોઈએ
સીઆરપીસી કલમ-102 મુજબ જ્યારે પોલીસે સોનું જપ્ત કર્યું ત્યારે જે તે સંબં‌ધિત વિભાગને જાણ કરી દેવાની ફરજમાં આવે છે. સોનું જપ્ત કર્યું, પરંતુ એલસીબીએ હજુ સુધી ગુનો દાખલ કર્યો નથી, જેના કારણે વિવાદ ઊભો થયો છે. સેશન્સ કોર્ટમાં એલસીબીએ હાથ ઊંચા કરી દેતાં હવે દોષનો ટોપલો જીએસટી અધિકારીઓના માથે આવશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ