બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / The last journey of the seven members of the Jadeja family in a tractor, the entire village was carried by the Hibke

હે રામ! / કોણ કોને કાંધ આપે! ટ્રેક્ટરમાં જાડેજા પરિવારના સાત સભ્યોની અંતિમ યાત્રા, હિબકે ચડ્યું આખું ગામ

Priyakant

Last Updated: 12:25 PM, 31 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાંચ બાળકો સહિત જાડેજા પરિવારના કુલ સાત સભ્યોના મોરબી દુર્ઘટનામાં મૃત્યુ, આખું ગામ ડૂસકાં ભરતા ભરતા વિદાય આપવા આવ્યું

  • જામનગરના જાલીયા દેવાણી ગામનો જાડેજા પરિવારના 7 લોકોના મૃત્યુ 
  • ટ્રેક્ટરમાં જાડેજા પરિવારના સાત સભ્યોની અંતિમ યાત્રા
  • આખું ગામ ડૂસકાં ભરતા ભરતા વિદાય આપવા આવ્યું

મોરબીમાં સર્જાયેલી દુર્ઘટના અનેક પરિવારો માટે કાળ બની છે.  રવિવારની રજા હોવાથી અનેક પરિવારો બાળકો સાથે ઝૂલતા પુલની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં સાંજના સમયે આચનક બ્રિજ તૂટી જતાં લોકો પાણીમાં ખાબક્યા હતા. જેમાં જામનગરના જાલીયા દેવાણી ગામનો જાડેજા પરિવારના 7 લોકોના મૃત્યુ થયાં થયા છે. તો રાજકોટમાં એક જ પરિવારના 3 લોકોના મોતથી પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે. આ સાથે આરીફશા નૂરશા શાહમદાર કે જેમના ઘરના 8 લોકો ઝુલતા પુલ ખાતે ફરવા ગયા હતા. તેમાંથી તેમના પત્ની અને 5 વર્ષીય દીકરાનો મૃતદેહ મળતાં તેમના માથે આભ ફાટ્યું છે. જ્યારે તેમની દીકરી સહિત પરિવારના 4 લોકો હજુ લાપતા છે. 

જામનગરના જાલીયા દેવાણી ગામનો જાડેજા પરિવાર મોરબી ફરવા ગયો હતો, પરંતુ આ સમયે ઝૂલતો પુલ તૂટી જતા આ પરિવારના 7 લોકોના મૃત્યુ થયાં છે. જેમાં 5 બાળકો પણ સામેલ છે. એક જ પરિવારના 7 લોકોના મૃત્યુ થવાની સમગ્ર ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે એક જ પરિવારના સાત સભ્યોની અંતિમયાત્રા નીકળતા આખું ગામ હિબકે ચડ્યું હતું.  ટ્રેક્ટરમાં જાડેજા પરિવારના સાત સભ્યોની અંતિમ યાત્રા નિકળવામાં આવી હતી. 

આ તરફ રાજકોટમાં એક જ પરિવારના 3 લોકોના મૃત્યુ થયાનું સામે આવ્યું છે. પરમાર પરિવારના 3 લોકોના મોતથી આક્રંદ છવાયો છે. એક જ પરિવારના પતિ-પત્ની અને પુત્રના મૃત્યુ થતાં એક સાથે પરિવારના 3 સભ્યોની સ્મશાન યાત્રા નીકળશે. મોરબી ફરવા અર્થે ગયા બાદ 3 લોકોના મૃત્યુ થતાં હવે પરિવારમાં માત્ર 1 પુત્ર બચ્યો હોવાનું પણ સામે આવ્યું છે. 

આ સાથે ઝૂલતો પુલ  તૂટવાની કરૂણાંતિકાને પગલે સમગ્ર મોરબીમાં માતમ છવાયો છે.  વિગતો મુજબ આરીફશા નૂરશા શાહમદાર મજૂરી કામ કરે છે. તેમના બેન જામનગરથી આવ્યા હતા અને તેઓ ઘરના 8 લોકો મોરબીના ઝુલતા પુલ ખાતે ફરવા ગયા હતા. જેમાં તેમના પત્ની દીકરો દીકરી અને ભાભી અને ભત્રીજીનો તેમજ બેન, બેનની દીકરી-દીકરાનો સમાવેશ થાય છે. તેમના પત્ની અને દીકરાનો મૃતદેહ મળ્યો છે, જ્યારે દીકરી લાપતા છે.  દીકરી સહીત 4 લોકો હજુ લાપતા છે.  8 પૈકી એક ભાભી જીવિત મળ્યા જેમને હાથના ભાગે ફ્રેક્ચર થવા પામ્યું છે.

અત્યાર સુધી 140થી વધુના મોત 

ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પર બનેલો 143 વર્ષ જૂનો કેબલ બ્રિજ રવિવારે સાંજે લગભગ 6 વાગ્યે તૂટી જતાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી.  જેમાં અત્યાર સુધી 25થી વધુ બાળકો સહિત 140થી વધુના મોત થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. આ તરફ સરકાર દ્વારા પીડિત પરિવારોને 6-6 લાખ વળતરની જાહેરાત કરવામાં આવી છે.

મોરબી દુર્ઘટનામાં અત્યાર સુધીના તમામ અપડેટ:

- મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી જતાં દુર્ઘટના: અત્યાર સુધીમાં 141 લોકોના મૃત્યુ થયા હોવાની પુષ્ટિ 
- ઘટનાની જાણ થયા બાદ PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે જ્યારે ગૃહમંત્રી અમિત શાહે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે કરી વાતચીત 
- CM ભૂપેન્દ્ર પટેલ તમામ કાર્યક્રમો રદ્દ કરી મોરબી પહોંચ્યા, આખી રાત રેસ્ક્યૂ કામોને લઈ કર્યા પ્રયાસ 
- આખી રાત સેનાની ટુકડીઓ, NDRF-SDRF ની મદદથી કરવામાં આવ્યું રેસ્ક્યૂ ઓપરેશન 
- મૃતકોના પરિજનો માટે કેન્દ્ર સરકારે 2 લાખ અને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયાના વળતરની કરી જાહેરાત 
- તંત્રએ જાહેર કર્યો હેલ્પલાઈન નંબર: 02822 243300
- મુખ્યમંત્રીએ 5 સભ્યોની હાઈપાવર કમિટીનું કર્યું ગઠન, રાત્રે 2 વાગ્યાથી જ તપાસનો ધમધમાટ શરૂ 
- દુર્ઘટનાને ધ્યાને રાખી PM મોદીએ રોડ શો તથા સ્નેહમિલનના કાર્યક્રમ કર્યા રદ્દ
- ગુજરાતભરમાં અનેક સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમ રદ્દ કરી દેવામાં આવ્યા 
- જવાબદારો સામે કલમ 304,308,114 મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ