બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / The central government is giving a benefit of 3 lakhs, know which people will get the money in their account

મોટી મદદ / ખેડૂતોને મોટી ભેટ ! કેન્દ્ર સરકાર આપી રહી છે 3 લાખનો ફાયદો, જાણો કયા લોકોમાં ખાતામાં આવશે પૈસા

Hiralal

Last Updated: 06:55 PM, 29 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારની પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ગાય, ભેંસ, બકરી પાળતા ખેડૂતોને 3 લાખ સુધીની ક્રેડિટ મળે છે.

  • ખેતી અને પશુપાલન કરનાર લોકોને મળશે 3 લાખની સરકારી મદદ 
  • પશુ કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ મળે છે 3 લાખની ક્રેડિટ 
  • ગાય, ભેંસ, બકરી પાળતા ખેડૂતોને મળશે લાભ 

ખેડૂતો અને પશુપાલન કરતા લોકો માટે કેન્દ્ર સરકારની  પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ચાલી રહી છે. આ યોજના હેઠળ ગાય, ભેંસ, બકરી જેવા દૂધાળા પશુઓ પાળતા ખેડૂતોને એક સમયની 3 લાખ સુધીનું ઋણ મળે છે.  જો તમે પણ ખેડૂત છો અને પશુપાલન કરો છો, તો હવે તમને કેન્દ્ર સરકાર તરફથી 3 લાખ રૂપિયાનો લાભ મળશે. કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ઘણા પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે જે હેઠળ તેમને આર્થિક સહાય આપવામાં આવી રહી છે. આવા જાણીએ સરકારની આવી એક યોજના વિશે. 

જાણો યોજના વિશે 
પશુપાલન કરતા ખેડૂતોને સરકાર દ્વારા ક્રેડિટ કાર્ડની સુવિધા આપવામાં આવે છે. આ કાર્ડનું નામ છે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ, જે અંતર્ગત ખેડૂતોને 3 લાખ રૂપિયાનો લાભ મળે છે. ગાય, ભેંસ, બકરી ઉછેર, મત્સ્યઉદ્યોગ જેવી પ્રવૃત્તિ સાથે જોડાયેલા તમામ ખેડૂતોને સરકાર દ્વારા આ કાર્ડ આપવામાં આવી રહ્યું છે. દેશભરમાં દૂધ, દૂધની બનાવટો અને માંસની અછત પૂરી કરવા માટે પશુપાલનને પ્રોત્સાહન આપવાનો સરકારનો હેતુ છે. 

અગાઉ પશુપાલકોને લોન માટે બેંકમાં અરજી કરવી પડતી હતી 
અગાઉ પશુપાલકોને લોન માટે બેંકમાંથી અરજી કરવી પડતી હતી, પરંતુ હવેથી પશુ કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ જરૂર પડ્યે સરળતાથી લોન મળી જાય છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો, જે બાદ કિસાન ક્રેડિટ કાર્ડને પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ સાથે જોડવામાં આવ્યું હતું. એટલે કે પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતો પણ આ કાર્ડની સુવિધા લઈ શકે છે.

આ દસ્તાવેજોની જરુર પડશે 
1. ખેડૂતનું આધાર કાર્ડ
2. પાન કાર્ડ
3. ખેડૂતની જમીનનું વર્ણન 
4. પાસપોર્ટ માપ ફોટો

ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની લોન 
હાલમાં પશુપાલકોને ક્રેડિટ કાર્ડ દ્વારા વધુમાં વધુ 3 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આ ક્ષેત્ર માટે આ મહત્તમ લોનની મર્યાદા છે. આ લોન પર બેંક દ્વારા 7 ટકાના દરે વ્યાજ લેવામાં આવે છે, પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારો પણ પશુપાલકોને તેના પર સબસિડી આપે છે. જો કોઈ ખેડૂત આના પર સબસિડી લેવા માંગે છે, તો તેણે એક વર્ષની સમયમર્યાદામાં તેની લોન ચૂકવવી પડશે.

ખેડૂતો કયા ઠેકાણે કાર્ડ બનાવી શકે 
તમે તમારા ઘરની નજીકના કોઈપણ સીએસસી સેન્ટરની મુલાકાત લઈને આ કાર્ડ બનાવી શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ