બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / રાજકોટ / The cause of Devansh Bhayani's death in Rajkot came to light

ચોંકાવનારો ઘટસ્ફોટ / મોટું હ્રદય અને મોટા ફેફસાં બન્યા મોતનું કારણ! લીધો 14 વર્ષના યુવાનનો જીવ, 200એ એકને હોય છે આ બીમારી

Dinesh

Last Updated: 05:46 PM, 4 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર રાજેશ તેલીના જણાવ્યા મુજબ કોઈ વ્યક્તિના હૃદય અને વાલ અથવા સ્નાયુ ખોડખાપણ વાળા હોય તો આ રીતે મૃત્યુ થાય છે.

  • રાજકોટમાં દેવાંશ ભાયાણીનું મૃત્યુનું કારણ સામે આવ્યું
  • 'મોટું હૃદય મોતનું કારણ, ફેફસા પુખ્તવયના યુવાન જેવડા હતા'
  • '200 વ્યક્તિમાં એકને હોય છે આવી બીમારી'

રાજકોટમાં ગઈકાલે SGVP રીબડા ગુરુકુળમાં ગુરુ પૂર્ણિમાના કાર્યક્રમની તૈયારી કરતી વખતે વિદ્યાર્થી અચાનક બેભાન થઈને ઢળી પડ્યો હતો. જે બાદ તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો અને જ્યાં સારવાર મળે તે પહેલા જ વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. જે 14 વર્ષના યુવાનનું હર્દય શુ કામ બંધ પડ્યું તેનું કારણ સામે આવ્યું છે. 

મૃત્યુનું કારણ ચોકાવનારું
ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર વિદ્યાર્થીઓ અને શિક્ષક માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે પરંતુ રાજકોટના રીબડા સ્કૂલમાં આ અવસર ગમગીનીમાં છવાઈ ગયો હતો. ધોરણ 10ના વિદ્યાર્થીને સ્પીચ આપવાની તૈયારી હતી અને અચાનક જ ઢળી પડ્યો હતો. માતા-પિતાના એકના એક પુત્રનું મૃત્યુ થઈ ગયું હતું. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં હાર્ટ એટેકના પ્રમાણમાં ખાસ્સો એવો વધારો જોવા મળી રહ્યો છે આ બાળકનું મૃત્યુનું કારણ પણ ચોકાવનારું હતું તેનું હૃદય મોટું હતું અને ફેફસા પુખ્ત વયના વ્યક્તિને હોય તેવા હતાં.

ગુરુકુળના આચાર્ય શું જણાવ્યું ?
એસજીવીપી ગુરુકુળના આચાર્ય જીગ્નેશભાઈ જણાવ્યું હતું કે, વિદ્યાર્થી અગાઉ બાલાચડી સૈનિક સ્કૂલમાં ભણતો હતો. અંગ્રેજી માટેની સ્પીચ તૈયાર કરવા ઉત્તેજના હતી નવમા ધોરણમાં પણ 79 પર્સન્ટેજ હતા પરંતુ અચાનક જ તેનું હૃદય બંધ પડી ગયું ડોક્ટરના જણાવ્યા મુજબ હૃદય અને ફેફસા પુખ્ત વયના હતા. તેનું હૃદય 350 ગ્રામનું હોવાનું જાણવા મળી રહ્યું છે. 

સમગ્ર મામલે ડોક્ટરનું નિવેદન સામે આવ્યું
કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર રાજેશ તેલીના જણાવ્યા મુજબ કોઈ વ્યક્તિના હૃદય અને વાલ અથવા સ્નાયુ ખોડખાપણ વાળા હોય તો આ રીતે મૃત્યુ થાય છે. હૃદય વાલ નીચેનો પડદો જાડો અને હાઇપર ટ્રોફીક કાર્ડિયોમાં યોપથીની બીમારી કહેવાય છે. જે દર 200 વ્યક્તિએ એકને હોય છે તેમાં કોઈ લક્ષણો તો નથી હોતા પરંતુ સમયાંતરે હેલ્થ ચેકઅપ કરાવું ખૂબ જરૂરી છે. આવી બીમારી જન્મજાત હોય છે જેમાં હૃદય સામાન્ય કરતાં મોટું હોય છે પુખ્ત વ્યક્તિના હૃદયનું વજન 250 ગ્રામ કરતા ઓછું હોય છે ત્યારે આ દીકરા નું વજન 350 ગ્રામ હતું. હૃદયની દીવાલ 1.2 સેન્ટીમીટર હોય છે તે 2 સેમી જેટલી જાડી હતી. હૃદય મોટું હોય એટલે તેને ધબકવા લોહીની જરૂર પણ સામાન્ય કરતાં વધુ પડે તેમ જ દીવાલ જાડી હોવાથી તેમાં સ્થિતિસ્થાપકતા ઘટતા યોગ્ય રીતે ધબકી પણ ન શકે આવા કિસ્સામાં હૃદયને લોહી ઓછું મળતું હોય છે અને જાડી દીવાલ જરા પણ અટેકે એટલે હૃદય બંધ પડી જતું હોય છે અને માણસનું મૃત્યુ નીપજતું હોય છે.

ડી.ઈ.ઓ શું કહ્યું
રાજકોટના ડી.ઈ.ઓ બીએ કેલા આમુદે જણાવ્યું હતું કે, સમય અંતરે શાળામાં પણ હેલ્થ ચેકઅપ થતું હોય છે પરંતુ આ ચેકઅપમાં વધારો થાય તેવું કરવું જરૂરી છે જેમાં જન્મજાત અથવા માતા-પિતાને ખબર ન હોય તેવા બાળકોમાં બીમારી આવે તો તેનું ચોક્કસ કારણ નીકળી શકે છે

એકનો એક દીકરો હતો
રાજકોટના SGVP રીબડા ગુરુકુળમાં ગુરુ પૂર્ણિમાના કાર્યક્રમની તૈયારી કરતી વખતે વિદ્યાર્થી અચાનક બેભાન થઈને ઢળી પડ્યો હતો. જે બાદ તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર મળે તે પહેલા જ વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. 14 વર્ષનો વિદ્યાર્થી પાટીદાર ઉદ્યોગપતિ ભુપત ભાયાનીનો પૌત્ર હતો. દેવાશના પિતાનો એકનો એક દીકરો હતો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ