બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The case of the suspension bridge disaster in Morbi

મોરબી દુર્ઘટના / 5 જ દિવસમાં બ્રિજ તૂટ્યો: ઉદ્ઘાટનમાં વાહવાહી લૂંટનારા દુર્ઘટના બાદથી ભૂગર્ભમાં, કાર્યવાહી મામલે સંઘવીએ જુઓ શું કહ્યું

Malay

Last Updated: 09:41 AM, 31 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

141 જેટલી માનવ જિંદગીને મોતના ખપ્પરમાં હોમી દેવાના આ પાપમાં જવાબદાર કોણ તવો અણિયારો સવાલ લોકોમાં ઊભો થયો છે. રાજ્યના ગૃહમંત્રીએ પુલના સંચાલકો સામે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

  • મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનાનો મામલો
  • પુલના સંચાલનનો કોન્ટ્રાક્ટ ઓરેવા કંપની પાસે 
  • ઓરેવા કંપનીના MD જયસુખ પટેલ ભૂગર્ભમાં 
  • તાત્કાલિક ધોરણે કાર્યવાહીના હર્ષ સંઘવીએ આપ્યા આદેશ 

મોરબીની દુર્ઘટનાને લઇને રાજ્ય આખું ધ્રુજી ઉઠ્યું છે. 141 જેટલી માનવ જિંદગીને મોતના ખપ્પરમાં હોમી દેવાના આ પાપમાં જવાબદાર કોણ તવો અણિયારો સવાલ લોકોમાં ઊભો થયો છે. હાલ લોકો મોરબી પાલિકા અને ઓરેવા ગ્રુપની કામગીરી સામે આંગળી ચીંધી રહ્યા છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રીએ પુલના સંચાલકો સામે તાત્કાલીક ધોરણે કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યા છે. મહત્વનું છે કે, પુલના સંચાલનનો કોન્ટ્રાક્ટ ઓરેવા કંપની પાસે હતો. 

ઓરેવા કંપનીના MD જયસુખ પટેલ ઉતરી ગયા ભૂગર્ભમાં 
મોરબીની મચ્છુ નદી પર આવેલા ઝૂલતા પુલનું રિનોવેશન ઓરેવા કંપનીએ રૂપિયા 2 કરોડના ખર્ચે કર્યું હતું. ભારતમાં સીએફએલ અને એલઈડી બલ્બમાં 1 વર્ષની વોરંટી આપવાની શરુઆત ઓરેવાએ કરી હતી. પરંતુ તેઓ આ વોરંટી પોતે રિનોવેટ કરેલા મોરબીના ઝૂલતા પુલ પર ન આપી શક્યા. 26 ઓક્ટોબરથી મોરબીનો ઝૂલતો પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો તથા 12થી 15 વર્ષની મજબૂતાઈની ગેરંટી આપવામાં આવી હતી. જે 5 દિવસની અંદર તૂટ્યો અને 141 લોકો કાળનો કોળિયો બની જતાં હાહાકાર મચી ગયો છે. આ દુર્ઘટના બાદ કંપનીના એમડી જયસુખ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. 

જયસુખ પટેલની હાજરીમાં પુલને મૂકાયો હતો ખુલ્લો 
મોરબી નગરપાલિકાએ હેન્ગિંગ બ્રિજના રિનોવેશનની કામગીરી છ મહિના પહેલાં જ ઓરેવા કંપનીને સોંપાઈ હતી. જેના રિનોવેશન બાદ ગત 26 ઓક્ટોબરે પુલને ખુલ્લો મૂકાયો હતો. આ પુલને ખુલ્લો મૂકતા પૂર્વે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું અને ઓરેવા કંપનીએ મજબૂત કેબલ અને સ્ટીલનો ઉપયોગ કરીને પુલનું રિનોવેશન કયું હોવાની સુફિયાણી વાતો કરી હતી અને ત્યારબાદ ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલની હાજરીમાં પુલને ખુલ્લો મૂકાયો હતો. આ વાત જગજાહેર હવા છતા પાલિકાના ચીફ ઓફિસરે પાયાવિહોણું નિવેદન આપ્યું છે.

તંત્રનું નિવેદન નવાઇ પમાડે તેવું 
મોરબી પાલિકાએ દુર્ઘટનાને લઈ આ પુલનો વહીવટ કરતી સંસ્થા ઓરેવા ટ્રસ્ટ પર દોષનો ટોપલો નાખ્યો છે. પાલિકાના ચીફ ઓફિસરે ઓરેવા ટ્ર્સ્ટ પર આરોપ લગાવતા કહ્યું હતું કે, અમારા દ્વારા પરમિશન નહોતી અપાઈ હતી છતાં આ સંસ્થાએ ઝૂલતા પુલને ખુલ્લો મુકી દીધો હતો. એમ જણાવી જવાબદારીમાંથી હાથ ઊંચા કરી લીધા છે. જો મંજૂરી વગર પુલ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો તો તંત્ર દ્વારા તેમની સામે કાર્યવાહી કરવામાં કેમ ન આવી? અત્યાર સુધી તંત્ર આ મામલે કેમ લાંબો ઘૂંઘટો તાણીને બેઠું હતું?  આથી તંત્રની કામગીરી સામે પણ સો મણનો સવાલ ઊભો થયો છે. તંત્રનું નિવેદન નવાઇ પમાડે તેવું છે. 

ઓરેવા ગ્રુપે મૌન સીવી લીધું
પુલના રીનોવેશન બાદ ફીટનેસનું સર્ટિફિકેટ લેવામાં આવ્યું કે કેમ? પુલની મજબૂતાઈ સહિતના વિવિધ ટેસ્ટ કરાયા હશે કે કેમ? આ મામલે મોટી બેદરકારી જવાબદાર હોવાનું લાગી રહ્યું છે અને કંપની દ્વારા કરવામાં આવેલ મજબૂતીના દાવા પોકળ સાબિત થયા છે. આથી અસરગ્રસ્તો આ ઘટનામાં ઓરેવાને જવાબદાર ગણી પગલાં ભરવા માંગ  ઊઠાવી રહ્યા છે. પુલના ભારની ક્ષમતા કે કોઈ પણ પ્રકારની ચકાસણી કર્યા વગર આડેધડ ટિકિટ ફાળવી દેતા વજનને લઇને પુલ તુંટી પડ્યો હતો. સમારકામ કરનારી કંપનીએ ડિઝાઈનમાં ગંભીર ભૂલો કરી હોઈ શકે? અને મૂળ ડિઝાઈનમાં મોટી છેડછાડએ જ પુલની જળસમાધીનું કારણ બની હોવાનું ચર્ચાઇ રહ્યું છે. હાલ આ મામલે ઓરેવા ગ્રુપે મૌન સેવી લેતા તેની ભૂમિકા શંકાના દાયરામાં આવી છે. 

સવાલો

- નગરપાલિકાની એનઓસી વિના કેવી રીતે પુલ મુકાયો ખુલ્લો ?
- એજન્સીએ પુલ ખુલ્લો મુક્યો છતા નપાએ કેમ ન કરી કાર્યવાહી ?
- પુલ ખુલ્લો મુકાયાના 5 દિવસ દરમિયાન કોઈ કાર્યવાહી નહીં ?
- જવાબદારીમાંથી હાથ ખંખેરતુ નપા તંત્રએ કેમ ન કરી કાર્યવાહી ?
- 5 દિવસ દરમિયાન હજારો લોકોએ ઝૂલતા બ્રિજની લીધી મુલાકાત ?
- મેન્ટેનન્સ બાદ બ્રિજની ક્વોલિટી કેમ ન કરાઈ ચેક ?
- 141 લોકોના મોત બાદ પણ એજન્સીના મુખિયા કેમ ફરી રહ્યાં છે ખુલ્લેઆમ ?
- હજુ સુધી ઓરેવા ગ્રુપના જવાબદારોની નથી થઈ પૂછપરછ 
- એજન્સીના જવાબદારી પદાધિકારીઓની પૂછપરછ થાય તો સ્થાનિક તંત્રની મિલીભગત આવી શકે છે સામે
- શું ખાનગી એજન્સીને સંચાલન સોંપી સ્થાનિક તંત્રની જવાબદારી થઈ જાય છે પૂર્ણ ?
- સ્થાનિક તંત્ર દ્વારા કોઈ ચેકિંગ જ ન થતુ હોવાની સ્થાનિક લેવલે ફરિયાદો
- સૂત્રોની માહિતી મુજબ ઓરેવા સાથે મુંબઈની એક કંપનીએ પણ ભર્યુ હતુ ટેન્ડર
- રાજકીય વગ વાપરી ઓરેવા કંપનીએ મેળવ્યુ હતું ટેન્ડર : સૂત્ર

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ