બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / વિશ્વ / Terrible Cyclone Freddy in the African country of Malawi

કુદરતી આફત / 300થી વધુ લોકોનાં મોત, અનેક ઘર જમીનદોસ્ત: વાવાઝોડાં Freddyએ આ દેશમાં મચાવી ભારે તબાહી

Priyakant

Last Updated: 10:22 AM, 17 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચક્રવાત ફ્રેડીએ આ દેશમાં તબાહી મચાવી, અત્યાર સુધીમાં 326 લોકોના મોત થયા છે અને સમય સાથે વધી રહ્યો છે મૃત્યુઆંક

  • બે કરોડની વસ્તી ધરાવતા ગરીબ આફ્રિકન દેશ માલાવીમાં ભયંકર વાવાઝોડું
  • વાવાઝોડાં Freddyએ માલાવીમાં ભારે તબાહી મચાવી
  • Freddyને કારણે અત્યાર સુધીમાં 326 લોકોના થયા મોત 

વિશ્વના અનેક દેશોમાં એક બાદ એક કુદરતી આફતો સામે આવી રહી છે. આ દરમિયાન હવે માત્ર બે કરોડની વસ્તી ધરાવતા ગરીબ આફ્રિકન દેશ માલાવીને હવામાનની ભારે અસર થઈ છે. તાજેતરના ચક્રવાત ફ્રેડીએ આ લેન્ડલોક દેશમાં તબાહી મચાવી છે. અત્યાર સુધીમાં 326 લોકોના મોત થયા છે અને સમય સાથે મૃત્યુઆંક વધી રહ્યો છે.

આફ્રિકન દેશ માલાવીમાં સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે તોફાન પ્રભાવિત વિસ્તારોમાં લોકોને તેમની રોજીંદી જરૂરિયાતો માટે પણ સંઘર્ષ કરવો પડે છે. વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે અનેક રસ્તાઓ જમીનમાં ધસી ગયા છે અને રસ્તાની જગ્યાએ મોટા ખાડાઓ પડી ગયા છે. માલાવીમાં પહાડો પર પડેલો વરસાદ પોતાની સાથે કાદવ લઈને આવ્યો છે. આ કાદવ લોકોના ઘરમાં ઘુસી ગયો છે. વસ્તુઓ ઘણી ખરાબ બની ગઈ છે. રાહત અને બચાવ કાર્ય ચલાવીને પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી લોકોને બચાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

વાવાઝોડા અસર સૌથી વધુ ક્યાં ? 
વાવાઝોડાની મહત્તમ અસર બ્લેન્ટાયર શહેરની આસપાસ જોવા મળી છે. વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન અનુસાર ફ્રેડી દક્ષિણ ગોળાર્ધમાં ત્રાટકનાર અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી તોફાન હોઈ શકે છે. તે સૌથી લાંબો સમય ચાલતું ઉષ્ણકટિબંધીય ચક્રવાત પણ માનવામાં આવે છે.

ભીષણ વાવાઝોડાએ તબાહી મચાવી
આ ભીષણ વાવાઝોડાએ મધ્ય મોઝામ્બિકમાં તબાહી મચાવી દીધી છે. તોફાનનું સ્વરૂપ એટલું ગંભીર હતું કે, ઇમારતોની છત ફાટી ગઈ હતી અને ભૂસ્ખલનને કારણે માલાવી બાજુના ક્વિલિમેન બંદરની આસપાસ પૂર આવ્યું હતું. તમને જણાવી દઈએ કે, માલાવી પણ તેના ઈતિહાસમાં સૌથી ભયંકર કોલેરા પ્રકોપનો સામનો કરી રહ્યું છે. યુએન એજન્સીઓએ ચેતવણી આપી છે કે, ફ્રેડીના કારણે ભારે વરસાદને કારણે સ્થિતિ વધુ વણસી શકે છે.

શું કહે છે વૈજ્ઞાનિકો ? 
આ તરફ વૈજ્ઞાનિકો કહે છે કે, હવામાન પરિવર્તન ઉષ્ણકટિબંધીય તોફાનોને વધુ મજબૂત બનાવી રહ્યું છે.કારણ કે મહાસાગરો ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાંથી ગરમીને શોષી લે છે અને જ્યારે ગરમ દરિયાઈ પાણીનું બાષ્પીભવન થાય છે ત્યારે વાતાવરણમાં ગરમીની ઊર્જા ટ્રાન્સફર કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ