બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Team India's victory march in ICC Women's Cricket World Cup halted, New Zealand lost by 62 runs

ક્રિકેટ / ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની વિજયકૂચ અટકી, ન્યુઝીલેન્ડ સામે 62 રને પરાજય

Hiralal

Last Updated: 02:12 PM, 10 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઈસીસી મહિલા વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડે ભારતને 62 રનથી હાર આપી છે.

  • આઈસીસી વુમન્સ વલ્ડ કપ 2022માં ભારતની હાર
  • ન્યૂઝીલેન્ડે 62 રનથી આપ્યો પરાજય
  • ભારત વતી હરમનપ્રીત કૌરે ફટકાર્યાં 71 રન

આઈસીસી મહિલા વર્લ્ડ કપમાં ભારતનો વિજયરથ અટક્યો છે. ન્યૂઝીલેન્ડમાં રમાઈ રહેલા મહિલા વર્લ્ડ કપમાં યજમાન ટીમ ઈન્ડીયાને 62 રનથી પરાજય આપીને વિજય પતાકા લહેરાવી દીધી છે. ન્યૂઝીલેન્ડની ટીમે પહેલા બેટિંગ કરીને નિર્ધારીત 50 ઓવરમાં 260 રન કર્યાં હતા, આ રીતે ટીમ ઈન્ડીયાને જીત માટે 261 રનનો ટાર્ગેટ  મળ્યો હતો. 261 રનનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડીયા 198 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી પૂજા વસ્ત્રાકર સૌથી સફળ બોલર રહી હતી. તેણે 10 ઓવરમાં 34 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. ભારત તરફથી હરમનપ્રીત કૌરે સૌથી વધુ 63 બોલમાં 71 રન બનાવ્યા હતા. મહિલા વર્લ્ડ કપ 2022માં સતત બીજી મેચ જીતવાનું ટીમ ઈન્ડીયાનું સપનું  પુરુ થઈ શક્યું  નથી. ટીમ ઈન્ડીયા પાકિસ્તાન સામેની મેચમાં જીતી હતી પરંતુ હવે તેને ન્યૂઝીલેન્ડ સામે હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. 

 લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત નબળી રહી અને ઓપનર સ્મૃતિ મંધાના 6 રને જેસ કેરની બોલ પર આઉટ થઈ ગઈ. ભારતને બીજો ફટકો દીપ્તિ શર્મા (5)ના રૂપમાં લાગ્યો હતો. ન્યૂઝીલેન્ડને આ વિકેટ રિવ્યૂ પર મળી હતી. વાસ્તવમાં અમ્પાયરે દીપ્તિને નોટઆઉટ આપ્યો હતો, જે બાદ ન્યૂઝીલેન્ડે ડીઆરએસ લીધો હતો. ટીવી રિપ્લેમાં સ્પષ્ટ જોઈ શકાતું હતુ કે, કેરનો બોલ ઓફ સ્ટમ્પ પર હતો અને તે સીધો દીપ્તિના પેડ પર વાગ્યોનથી. ઝડપી બે વિકેટ ગુમાવ્યા બાદ ભારતીય કેપ્ટન મિતાલી રાજ અને યસ્તિકા ભાટિયાએ 24 રન જોડતાં ભારતીય ઈનિંગને ફરી પાટા પર લાવી દીધી હતી. જોકે ભાટિયા 28 રને તાહુહુની બોલિંગમાં આઉટ થયો હતો.

હરમનપ્રીત કૌરની મહેનત પાણીમાં ગઈ

ભારતની દિગ્ગજ ખેલાડી હરમનપ્રીત કૌરે સર્વાધિક 71 રન બનાવ્યાં હતા તેમ છતાં પણ ટીમ ઈન્ડીયાને હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. મિતાલીએ આ પછી વાઈસ કેપ્ટન હરમનપ્રીત કૌર સાથે મળીને ભારતની જીતની આશા જીવંત રાખતાં 47 રનની ભાગીદારી કરી હતી. મિતાલી 31 રને એમેલિયા કેરની બોલિંગમાં સ્ટમ્પ્ડ થઈ ગઈ હતી. ટીમ આઘાતમાંથી પણ બહાર આવી શકી નહતી કે, બીજા જ બોલ પર વિકેટકિપર રિચા ઘોષ ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયનમાં પાછી ફરી હતી. અગાઉની મેચમાં જોરદાર બેટીંગ કરનારી પૂજા વસ્ત્રાકર પણ 6 અને સ્નેહ રાણા 18 રને પેવેલિયનમાં પાછી ફરી હતી. જોકે હરમનપ્રીત કૌરે બેટીંગ જારી રાખતાં 43મી ઓવરમાં 2 છગ્ગા અને 2 ચોગ્ગા સાથે 20 રન ફટકાર્યા હતા. જોકે ત્યાર બાદની જ ઓવરમાં હરમનપ્રીત આઉટ થઈ ગઈ હતી અને જેવી તે પેવેલિયનમાં પાછી ફરી કે તરત જ ભારતનું બધુ જ નક્કી થઈ ગયું હતુ.

ટીમ ઈન્ડીયાએ પહેલી મેચમાં પાકિસ્તાનને આપી હતી હાર

મિતાલીની આગેવાની વાળી ટીમ ઈન્ડીયાએ મહિલા વર્લ્ડ કપની પહેલી મેચમાં પાકિસ્તાન સામે જીતીને વિજયની શરુઆત કરી હતી. 

ટીમ ઈન્ડીયા હવે 12 માર્ચે વેસ્ટ ઈન્ડીઝ સામે રમશે

મહિલા વર્લ્ડ કપની ત્રીજી મેચ ટીમ ઈન્ડીયા 12 માર્ચે વેસ્ટ ઈન્ડીઝ સામે રમશે. મિતાલી રાજની આગેવાની વાળી ટીમ વેસ્ટ ઈન્ડીઝની સામે જીતની  આશા સાથે જ ઉતરશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ