બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Tantra Fitness Certificate. was given Why were more people allowed to go than the capacity? 5 questions raised after the Morbi disaster

જવાબદાર કોણ / તંત્રએ ફિટનેસ સર્ટિ. આપ્યું હતું ? ક્ષમતા કરતાં વધારે લોકો કેમ જવા દેવાયા ? મોરબી હોનારત બાદ ઊભા થતાં 5 સવાલ

Priyakant

Last Updated: 10:49 AM, 31 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઠ કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજના સમારકામ બાદ ચાર દિવસ પહેલા જ ખુલ્લો મુકાયો હતો. ફિટનેસ સર્ટિફિકેટ વગર બ્રિજ ખુલ્લો મુકાયો અને દુર્ઘટના બની

  • 143 વર્ષ જૂનો મોરબીનો કેબલ બ્રિજ તૂટતાં 140થી વધુના મોત
  • દર્દનાક અકસ્માત બાદ અનેક સવાલો ઊભા થયા 
  • આખરે ફિટનેસ સર્ટિફિકેટ વગર બ્રિજ કેમ ખુલ્લો મુકાયો ?
  • બ્રિજ પર પહોંચેલા લોકોને કેમ રોકવામાં ન આવ્યા ?

ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પર બનેલો 143 વર્ષ જૂનો કેબલ બ્રિજ રવિવારે સાંજે લગભગ 6 વાગ્યે તૂટી જતાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી.  જેમાં અત્યાર સુધી 25થી વધુ બાળકો સહિત 140થી વધુના મોત થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. આ તરફ સરકાર દ્વારા પીડિત પરિવારોને 6-6 લાખ વળતરની જાહેરાત કરવામાં આવી છે.

આ તરફ ગુજરાત માહિતી વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 177 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. 19 લોકો સારવાર હેઠળ છે. આર્મી, નેવી, એરફોર્સ, એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. ગુજરાત પોલીસની મરીન ટાસ્ક ફોર્સે રાતભર મચ્છુ નદીમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. 

મહત્વનું છે કે, બ્રિજના સમારકામ બાદ ચાર દિવસ પહેલા જ ખુલ્લો મુકાયો હતો. બ્રિજના સમારકામમાં આઠ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જોકે આ દર્દનાક અકસ્માત બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે. 

સળગતા સવાલ 

  1. ઓરેવા કંપનીએ બ્રિજનું સમારકામ સાત મહિના સુધી કર્યું હતું પરંતુ પાલિકાનું ફિટનેસ સર્ટિફિકેટ ન મળતાં દુર્ઘટનાના ચાર દિવસ પહેલા તેને લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આખરે ફિટનેસ સર્ટિફિકેટ વગર બ્રિજ કેમ ખુલ્લો મુકાયો ?
  2. બ્રિજની ક્ષમતા લગભગ 100 લોકોની હતી પરંતુ 250થી વધુ લોકો ત્યાં પહોંચી ગયા હતા. આ પુલ આટલા લોકોનું વજન સહન કરી શક્યો ન હતો. બ્રિજ પર અચાનક આટલી ભીડ ક્યાંથી આવી ?
  3. બ્રિજ પર પહોંચેલા લોકોને કેમ રોકવામાં ન આવ્યા ?
  4. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, જ્યારે બ્રિજ ખોલવામાં આવ્યો ત્યારે કર્મચારીઓનું ધ્યાન ભીડ પર નહોતું, તેઓ વધુને વધુ ટિકિટો વેચવામાં વ્યસ્ત હતા. શું કંપનીએ માત્ર નફો કરવા માટે ધાર્યા કરતાં વધુ ટિકિટો વેચી હતી ?
  5. પુલને ફરીથી ખોલવા માટે કંપનીને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ મળ્યું નથી. આ પછી પણ બ્રિજ ખોલવાનું જોખમ કેમ લેવામાં આવ્યું?

નોંધનીય છે કે, મોરબી બ્રિજ અકસ્માતે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. અકસ્માત બાદ રાહત કાર્ય ચાલુ છે. આ કામમાં ત્રણેય સેનાઓએ મોરચો સંભાળ્યો છે. NDRF અને SDRFની ટીમો પહેલાથી જ રાહત કાર્યમાં લાગેલી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દરેક ગતિવિધિ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે. સીએમ પટેલે મોરબી સિવિલ હોસ્પિટલમાં દાખલ ઇજાગ્રસ્તોને પણ મળ્યા હતા અને તેમની તબિયત પૂછી હતી.

અત્યાર સુધીના તમામ અપડેટ:

- મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી જતાં દુર્ઘટના: અત્યાર સુધીમાં 141 લોકોના મૃત્યુ થયા હોવાની પુષ્ટિ 
- ઘટનાની જાણ થયા બાદ PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે જ્યારે ગૃહમંત્રી અમિત શાહે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે કરી વાતચીત 
- CM ભૂપેન્દ્ર પટેલ તમામ કાર્યક્રમો રદ્દ કરી મોરબી પહોંચ્યા, આખી રાત રેસ્ક્યૂ કામોને લઈ કર્યા પ્રયાસ 
- આખી રાત સેનાની ટુકડીઓ, NDRF-SDRF ની મદદથી કરવામાં આવ્યું રેસ્ક્યૂ ઓપરેશન 
- મૃતકોના પરિજનો માટે કેન્દ્ર સરકારે 2 લાખ અને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયાના વળતરની કરી જાહેરાત 
- તંત્રએ જાહેર કર્યો હેલ્પલાઈન નંબર: 02822 243300
- મુખ્યમંત્રીએ 5 સભ્યોની હાઈપાવર કમિટીનું કર્યું ગઠન, રાત્રે 2 વાગ્યાથી જ તપાસનો ધમધમાટ શરૂ 
- દુર્ઘટનાને ધ્યાને રાખી PM મોદીએ રોડ શો તથા સ્નેહમિલનના કાર્યક્રમ કર્યા રદ્દ
- ગુજરાતભરમાં અનેક સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમ રદ્દ કરી દેવામાં આવ્યા 
- જવાબદારો સામે કલમ 304,308,114 મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ