બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Surat Congress lost a seat in Gujarat without contesting, how was the game

મહામંથન / ગુજરાતમાં કોંગ્રેસે એક બેઠક લડ્યા વિના ગુમાવી, સુરતમાં ગેમ કેવી રીતે થઈ?

Dinesh

Last Updated: 09:42 PM, 21 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના જંગની સોગઠાંબાજીમાં કોંગ્રેસ પાછી પડી છે. સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવારની ઉમેદવારી રદ થઈ છે, સવાલ એ છે કે રાજકીય સોગઠાંબાજીમાં કોંગ્રેસ ક્યાં હારી?

શનિવારથી સુરતમાં શરૂ થયેલો રાજકીય ડ્રામા હવે આગળ ચાલે એવું લાગતું નથી. હાલ એવું માનીને ચાલીએ કે રાજકીય નાટકનો એક અંક પૂરો થયો. સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું. દિવસ દરમિયાન ઘટનાક્રમ સતત ચાલુ રહ્યો છે એટલે ટેકેદારોનું સોગંદનામુ, ચૂંટણી અધિકારી સામે હાજર થયા બાદ તેમનું ગૂમ થવું, ટેકેદારોનો સંપર્ક કરવાનો પ્રયાસ છતા ન થવો એ બધાથી લગભગ બધા વાકેફ છે. કોંગ્રેસ સ્વભાવિકપણે આ ઘટનાને ભાજપનું ષડયંત્ર ગણાવી રહી છે તો ભાજપનું કહેવું છે કે આ તમામ કોંગ્રેસના આંતરિક પ્રશ્નો છે જેમા અમારે કોઈ લેવા-દેવા નથી. હવે આગળ જતા આ ઘટના શું વળાંક લે છે તેની ખબર નથી પણ રાજકીય સોગઠાંબાજીમાં કોંગ્રેસ હારી ગઈ છે એ હકીકત છે. કદાચ હાઈકોર્ટમાં પિટીશન થશે, હેબિયર્સ કોર્પર્સ થશે પણ અત્યારે તો હકીકત એટલી જ છે કે ભાજપ સામે હવે મુખ્ય વિપક્ષ કોંગ્રેસનો ઉમેદવાર જ ચૂંટણી લડવા માટે નથી રહ્યો. જો આગામી દિવસોમાં અપક્ષ અને અન્ય નાની પાર્ટીઓના ઉમેદવાર પણ પોતાનો કોઈ ગજ વાગવાનો નથી એવુ માનીને ફોર્મ પરત ખેંચી લે તો સુરત બેઠક બિનહરીફ થઈ જાય. કોંગ્રેસને સવાલ એ કરવાનો કે શું ટેકેદારો પણ તેમના કહ્યાંમાં નથી, કોંગ્રેસના ઉમેદવાર સાથે જે ખેલ થયો તેમાં ખરેખર કોણ ફૂટી ગયું છે?, બંધબારણે રમત કોણ રમી ગયું અને કોની સાથે રમી ગયું.

 

સોગઠાંબાજીમાં કોંગ્રેસ પાછી પડી
સુરતના જંગની સોગઠાંબાજીમાં કોંગ્રેસ પાછી પડી છે. સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવારની ઉમેદવારી રદ થઈ છે. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યું. શનિવારથી સુરતમાં રાજકીય ડ્રામા ભજવાતો હતો ત્યારે રાજકીય ડ્રામાનો આખરે અંત આવ્યો છે. સુરત લોકસભામાં ભાજપ સામે કોઈ મજબૂત ઉમેદવાર નથી. સવાલ એ છે કે રાજકીય સોગઠાંબાજીમાં કોંગ્રેસ ક્યાં હારી?

ઘટનાક્રમને સમજો
18 એપ્રિલે નિલેશ કુંભાણીએ સુરત લોકસભા માટે ફોર્મ ભર્યું હતું. શનિવારે ઉમેદવારી પત્રોની ચકાસણી થઈ હતી. નિલેશ કુંભાણીની ઉમેદવારી સામે ભાજપના ચૂંટણી એજન્ટે વાંધો લીધો હતો. ભાજપના ચૂંટણી એજન્ટના વાંધા સામે ચૂંટણી અધિકારીએ સુનાવણી કરી હતી. ચૂંટણી અધિકારી સમક્ષ કુંભાણીના ટેકેદારો હાજર થયા અને ટેકેદારોએ કહ્યું કે તેમની સહી ખોટી રીતે કરવામાં આવી છે. ટેકેદારોએ પોતાની ખોટી સહી થઈ હોવાનું સોગંદનામું પણ કર્યું. ચૂંટણી અધિકારી સામે હાજર થયા પછી કુંભાણીના ટેકેદારો ગૂમ થઈ ગયા હતાં. નિલેશ કુંભાણીએ ટેકેદારોને હાજર કરવા સમય માગ્યો હતો. નિલેશ કુંભાણીના ટેકેદારોનો સંપર્ક ન થઈ શક્યો અને ટેકેદારોના અપહરણની પણ ફરિયાદ કરવામાં આવી હતી. ટેકેદારો નિયત સમયમર્યાદામાં હાજર ન થયા. ચૂંટણી અધિકારીએ ચકાસણી બાદ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કર્યું છે. 

કોંગ્રેસે શું કહ્યું? 
કોંગ્રેસે કહ્યું કે, આ રીતે ઉમેદવારનું ફોર્મ રદ ન થઈ શકે અને ટેકેદારોની સહી ન હોય તો ફોર્મ રદ થઈ શકે. ટેકેદાર કહે કે સહી ખોટી છે તો ફોર્મ રદ ન થઈ શકે. કાયદામાં ઉલટતપાસની જોગવાઈ છે. ભાજપ ચૂંટણી જીતીો શકે એમ નથી એટલે ષડયંત્ર કરે છે. નિષ્પક્ષ ચૂંટણી થશે તો ભાજપ હારી જશે. અમારા વકીલે વિસ્તારથી દલીલો કરી હતી. એક ટેકેદારે આવવાની વાત કરી પછી તેનો ફોન બંધ આવ્યો અને ટેકેદારોને હાજર કરો એ જ અમારી માગ છે

કોંગ્રેસની હવે સ્થિતિ શું?
ગુજરાતમાં કોંગ્રેસ પહેલા 24 બેઠક ઉપર ચૂંટણી લડતી હતી હવે કોંગ્રેસ ગુજરાતમાં 23 લોકસભા બેઠક ઉપર જ ચૂંટણી લડશે. સુરતના કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ થયું છે. ભાવનગર અને ભરૂચ બેઠક ગઠબંધનના ઉમેદવારને ફાળવાઈ છે

સુરત બેઠક ઉપર જંગ નહીં જામે?
સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું છે. ચૂંટણી અધિકારીએ સુરત માટે 8 ફોર્મને માન્ય કર્યા છે. ભાજપ સહિત 3 અપક્ષ, 1 BSP અને 3 સ્થાનિક પક્ષના ફોર્મ મંજૂર થયા છે. ભાજપ સિવાયના અન્ય ઉમેદવારો ફોર્મ પરત ખેંચે તેવી શક્યતાઓ છે. અન્ય ઉમેદવારો ઉમેદવારી પાછી ખેંચે તો સુરત બેઠક બિનહરીફ થઈ શકે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ