બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Supreme Court ultimatum to Delhi government on RRTC project

ફટકાર / '1 સપ્તાહમાં 415 કરોડ આપો, નહીં તો...', RRTC પ્રોજેક્ટ પર દિલ્હી સરકારને સુપ્રીમ કોર્ટનું અલ્ટીમેટમ, જાણો સમગ્ર મામલો

Priyakant

Last Updated: 03:05 PM, 21 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Supreme Court Latest News: દિલ્હી સરકાર એક સપ્તાહની અંદર 415 કરોડ રૂપિયા આપે, કોર્ટે વધુમાં કહ્યું છે કે, જો પ્રોજેક્ટ માટે પૈસા નહીં આપવામાં આવે તો......

  • સુપ્રીમ કોર્ટ તરફથી દિલ્હી સરકારને મોટો ઝટકો 
  • દિલ્હી-મેરઠ રિજનલ રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમને લઈ મોટો ઝટકો 
  • દિલ્હી સરકાર એક સપ્તાહની અંદર 415 કરોડ રૂપિયા આપે: સુપ્રીમ કોર્ટ

Supreme Court News : સુપ્રીમ કોર્ટ તરફથી દિલ્હી સરકારને દિલ્હી-મેરઠ રિજનલ રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ (RRTS) પ્રોજેક્ટને લઈને મોટો ઝટકો લાગ્યો છે. વાત જાણે એમ છે કે, દિલ્હી સરકાર દ્વારા પ્રોજેક્ટ માટે ફંડ ન આપવા પર સુપ્રીમ કોર્ટ નારાજ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, દિલ્હી સરકાર એક સપ્તાહની અંદર 415 કરોડ રૂપિયા આપે. કોર્ટે વધુમાં કહ્યું છે કે, જો પ્રોજેક્ટ માટે પૈસા નહીં આપવામાં આવે તો દિલ્હી સરકારનું એડવર્ટાઈઝિંગ બજેટ રોકી દેવામાં આવશે અને પ્રોજેક્ટ માટે ફંડ આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને એક સપ્તાહનું અલ્ટીમેટમ આપ્યું છે. કોર્ટ આ કેસમાં આગામી સુનાવણી 28 નવેમ્બરે હાથ ધરશે.

સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફટકાર લગાવી
દેશની સર્વોચ્ચ અદાલતે દિલ્હી સરકારને ફટકાર લગાવી છે અને કહ્યું છે કે, દિલ્હી સરકાર પાણીપત કોરિડોર હેઠળ બનાવવામાં આવી રહેલા RRTS પ્રોજેક્ટ માટે તેના હિસ્સાનું ભંડોળ પૂરું પાડી શકી નથી. નારાજગી વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને કહ્યું કે, જો તમે તમારા હિસ્સાના પૈસા નહીં આપો તો અમારે તમારા જાહેરાત બજેટ પર રોક લગાવવી પડશે અને તે બજેટ જપ્ત કરવું પડશે.કોર્ટે કહ્યું કે, દિલ્હી સરકારનું ત્રણ વર્ષ માટે જાહેરાત માટેનું બજેટ 1100 કરોડ રૂપિયા છે અને આ વર્ષનું બજેટ 550 કરોડ રૂપિયા છે, પરંતુ સરકાર આ જાહેર હિતના પ્રોજેક્ટ માટે 415 કરોડ રૂપિયાની બાકી રકમ ચૂકવી રહી નથી. સંબંધિત રાજ્ય સરકારોએ પણ આ પ્રોજેક્ટમાં પોતાનો હિસ્સો ચૂકવવો પડશે. કોર્ટે દિલ્હી સરકારને એક સપ્તાહમાં 415 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવા કહ્યું હતું.

File Photo 

1 સપ્તાહમાં 415 કરોડ આપો, નહીં તો...
કોર્ટે જાહેરાતના બજેટમાંથી આ લેણાં ચૂકવવાનું કહ્યું છે. અન્યથા જાહેરાતનું બજેટ જોડવાની ચેતવણી આપવામાં આવી છે. દિલ્હી સરકારે અમારા આદેશને ધ્યાનમાં રાખવો જોઈએ અને એક અઠવાડિયાની અંદર બાકી ચૂકવણી કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે, જો દિલ્હી સરકાર એક સપ્તાહની અંદર આ પ્રોજેક્ટ માટે તેના હિસ્સાના પૈસા નહીં આપે તો દિલ્હી સરકારનું એડવર્ટાઈઝિંગ ફંડ RRTS પ્રોજેક્ટ (રેપિડ રેલ પ્રોજેક્ટ)ને આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટ આ કેસની સુનાવણી 28 નવેમ્બરે કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ