બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Supreme Court slams AAP government over air pollution

મોટો આદેશ / હવે અસહ્ય થઈ રહ્યું છે, અમારું બુલડોઝર ચાલ્યું તો રોકાશે નહીં: વાયુ પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટે AAP સરકારને લગાવી ફટકાર, આપ્યો મોટો આદેશ

Priyakant

Last Updated: 02:36 PM, 7 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Air Pollution Latest News : સુપ્રીમ કોર્ટે કહ્યું, પ્રદૂષણને ગમે તે ભોગે રોકો, પછી ભલે ગમે તે કરવાની જરૂર હોય, પરાળી સળગાવવાનું સંપૂર્ણપણે બંધ કરવું પડશે

  • દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણને કારણે ઝેરી હવાને કારણે જીવવું મુશ્કે
  • રાજકારણ બંધ કરો, પંજાબમાં આજે પણ પરાળી સળગી રહી છે: SC 
  • પરાળી સળગાવવાનું સંપૂર્ણપણે બંધ કરવું પડશે: SC 
  • પ્રદૂષણને ગમે તે ભોગે રોકો, પછી ભલે ગમે તે કરવાની જરૂર હોય: સુપ્રીમ કોર્ટ

Air Pollution Latest News : દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણને કારણે ઝેરી હવાને કારણે જીવવું મુશ્કેલ બની રહ્યું છે. સુપ્રીમ કોર્ટ સુનાવણી દરમિયાન કડક વલણ દાખવી રહી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમને સરકારો શું કરશે અથવા કેવી રીતે કરશે તેની ચિંતા નથી, આપણે માત્ર પરાળી સળગાવવાનું બંધ કરવું જોઈએ. બીજી તરફ સરકારનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ ગોપાલ એસએ જણાવ્યું હતું કે, આ વર્ષે પરાળી બાળવાની ઘટનાઓમાં 40% ઘટાડો થયો છે. આના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ નહીં ચાલે, પરાળી સળગાવવાનું સંપૂર્ણપણે બંધ કરવું પડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પ્રદૂષણની આવી સ્થિતિ દિલ્હીમાં ચાલુ રહી શકે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હવે તે અસહ્ય થઈ રહ્યું છે, જો અમે બુલડોઝર શરૂ કરીશું તો રોકીશું નહીં.

સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆર, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને યુપી જેવા રાજ્યોમાં વધી રહેલા વાયુ પ્રદૂષણને લઈને કડક ટિપ્પણી કરી છે. કોર્ટે મંગળવારે સુનાવણી દરમિયાન કહ્યું કે, પર્યાવરણને પ્રદૂષિત કરીને ઉજવણી કરવી સ્વાર્થી છે. કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને દિવાળી અને અન્ય પ્રસંગોએ ફટાકડા ફોડવા અંગેના આદેશનું પાલન કરવાનો આદેશ આપ્યો છે. આટલું જ નહીં કોર્ટે પંજાબ સરકારને પરાળી સળગાવવાની સલાહ પણ આપી છે. કોર્ટે કહ્યું કે, પરાળી બાળવી એ રાજકીય મામલો નથી. આને કોઈપણ ભોગે રોકવું જોઈએ. પંજાબમાં હજુ પણ પરાળી સળગાવવામાં આવી રહી છે. આ સરકારે જોવું જોઈએ કે કેવી રીતે પરાળી સળગાવવાનું બંધ કરી શકાય.

સુપ્રીમ કોર્ટે કહ્યું, રાજકારણ બંધ કરો
જ્યારે પંજાબ સરકારે કોર્ટમાં કહ્યું કે, અહીં કરતાં હરિયાણામાં વધારે પરાળી સળગાવવામાં આવે છે, તો બેંચ ગુસ્સે થઈ ગઈ. કોર્ટે કહ્યું કે, આ એક રાજકીય વાત છે જે તમે કહી રહ્યા છો. આ કોઈ રાજકીય મુદ્દો નથી. ન્યાયાધીશ સંજય કિશન કૌલે કહ્યું કે, તાજેતરમાં જ્યારે હું પંજાબમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મેં જોયું કે રસ્તાની બંને બાજુએ ઘણી બધી પરાળી સળગી રહી હતી. કોર્ટે કહ્યું કે, આ મામલે કડક પગલાં લેવા પડશે. બેન્ચે કહ્યું કે, જો તમે આના પર કાર્યવાહી નહીં કરો તો તે મોંઘુ પડશે. કોર્ટે કહ્યું કે, અમે કાલ સુધી પરાળી બાળવા પર પ્રતિબંધ મુકવા માટે રાહ જોઈ શકીએ નહીં. કોર્ટે એમ પણ કહ્યું કે, દિલ્હી અને પંજાબમાં માત્ર એક જ પક્ષ સત્તામાં છે. 

પરાળી સળગાવવાનું બંધ થાય: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે કહ્યું, આ સમયમાં રાજકીય આક્ષેપબાજી અને સ્પર્ધા ચાલી શકે નહીં. અમે ઇચ્છીએ છીએ કે, પરાળી સળગાવવાનું બંધ થાય. અમને ખબર નથી કે આ કેવી રીતે થશે. આને રોકવાનું કામ તમારું છે. પરંતુ આ બંધ થવું જોઈએ. તરત જ કોઈ પગલાં લો. એટલું જ નહીં કોર્ટે નાગરિકોને આ સમયગાળા દરમિયાન ફટાકડા ન ફોડવાની સલાહ પણ આપી છે. ખંડપીઠે કહ્યું કે, જ્યાં સુધી લોકો પોતે જ તેને અટકાવે નહીં ત્યાં સુધી ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી શકાય નહીં. આ માટે જરૂરી છે કે, નિયંત્રણો લાદવાની સાથે લોકોને પ્રદુષણ પ્રત્યે પણ સંવેદનશીલ બનાવવામાં આવે. 

જાહેરાતો આપીને લોકોને જાગૃત કરો: સુપ્રીમ કોર્ટ
દિવાળી દરમિયાન ફટાકડા ફોડવા પર કોર્ટે કહ્યું, તમે તમારી પાસે જે છે તે વહેંચીને જ તહેવારની ઉજવણી કરો છો. પર્યાવરણને પ્રદૂષિત કરીને તહેવારો ઉજવાતા નથી. જો તમે કરો તો તે સ્વાર્થી છે. આજકાલ ફક્ત બાળકો જ આ કરતા નથી .તેમના કરતા મોટા ફટાકડા ફોડી રહ્યા છે. કોર્ટે કહ્યું કે અમે સ્પષ્ટ છીએ કે, જ્યાં સુધી લોકો પોતે જાગૃત ન હોય ત્યાં સુધી ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી શકાય નહીં. રાજ્ય સરકારોએ જાહેરાતો આપીને લોકોને જાગૃત કરવા જોઈએ.

સુપ્રીમ કોર્ટમાં પ્રદૂષણ મુદ્દે સુનાવણી શરૂ થઈ ત્યારે વરિષ્ઠ વકીલ અપરાજિતા સિંહે IIT, કાનપુરના અભ્યાસને ટાંકીને જણાવ્યું કે, પ્રદૂષણના મુખ્ય સ્ત્રોત શું છે. તેમણે કહ્યું કે, પરાળી બાળવાની પ્રથા સંપૂર્ણપણે બંધ થવી જોઈએ. આજે રાજ્યો પાસે કોઈ બહાનું બચ્યું નથી. જો તેઓ કહે કે તેમની પાસે પરાળી પર દેખરેખ રાખવા માટે એક યોજના છે, તો શું? તેના પર જસ્ટિસ કૌલે કહ્યું કે, ઉકેલ જણાવો. દિલ્હી આ રીતે ગૂંગળામણ ચાલુ રાખી શકે નહીં. તેમણે વકીલોને કહ્યું, જુઓ દિલ્હીમાં કેટલા બાળકો સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે.

પ્રદૂષણને ગમે તે ભોગે રોકો, પછી ભલે ગમે તે કરવાની જરૂર હોય: સુપ્રીમ કોર્ટ
વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણે કહ્યું કે, સમસ્યા પરાળી સળગાવવાની નથી. ઘણા દેશોમાંપરાળીબાળવામાં આવે છે. બીજી તરફ પંજાબના AGએ કહ્યું કે સમસ્યા માત્ર 50-20 દિવસ માટે જ થાય છે. ત્યારે જસ્ટિસ કૌલે કહ્યું કે, આ સમયની વિચિત્ર સમસ્યા છે, પરંતુ મને લાગે છે કે તેમાં કોઈ ગંભીરતા નથી. તેણે કહ્યું, 'તમે કેવી રીતે કરો છો તેની અમને બિલકુલ પરવા નથી, બસ તેને રોકવું પડશે. ક્યારેક બળથી તો ક્યારેક મદદથી. તેમણે કહ્યું કે પરાળી સળગવું એ પ્રદૂષણનું મુખ્ય પરિબળ છે.  

પંજાબનું સૂચન-MSP ડાંગરને બદલે અન્ય પાક માટે હોવો જોઈએ
પંજાબના AGએ સૂચવ્યું કે, જો આપણે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) આપીએ તો ખેડૂતો ડાંગરને બદલે અન્ય પાક ઉગાડવાનું શરૂ કરશે. તેના પર જસ્ટિસ કૌલે કહ્યું કે, તરત જ કંઈક કરવું પડશે. સમસ્યા લણણીના સમય સાથે રહે છે. આ બધું આગામી લણણી આવે ત્યાં સુધીમાં થવું જોઈએ. જસ્ટિસ કૌલે કેન્દ્ર સરકારને રાજ્યોને વૈકલ્પિક પાક અપનાવવામાં મદદ કરવા જણાવ્યું હતું. તેણે કહ્યું કે, હવે સહન નહીં થાય. સરળ શબ્દોમાં કહીએ તો, જો હું બુલડોઝર ચલાવવાનું શરૂ કરીશ, તો હું રોકીશું નહીં.

SHOએ ખેતરોની દેખરેખ રાખવી જોઈએ: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ કૌલે પંજાબના AGને કહ્યું કે, તમારે તમારી જગ્યાએ પાક સળગાવવાનું બંધ કરવું પડશે. તેમણે કહ્યું, આના માટે તમારા સ્થાનિક SHOને જવાબદાર ઠેરવવા પડશે. તેઓએ આજથી જ કામ શરૂ કરી દેવું જોઈએ. તેમણે કહ્યું કે, પંજાબમાં પરાળી સળગાવ્યા બાદ ટ્રાફિકની સમસ્યા પણ છે. વાહનોના કારણે પ્રદુષણ પણ વધે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ