બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
મૂળ નામ બલરાજ દત્ત જેમના પિતાનું અવસાન તે જ્યારે 5 વર્ષના હતા ત્યારે જ થઇ ગયું હતું. સુનિલને તેમની માતા કુલવંતિ દેવીએ જ ઉછેર્યા. મુંબઇમાં તેમણે શરૂઆતના સમયમાં બસ ડેપો પર ચેકિંગ ક્લાર્ક તરીકે નોકરી કરી. તેમને નાનપણથી જ અભિનેતા બનવું હતું. 1955માં સુનિલે તેમના કરિયરની શરૂઆત ફિલ્મ 'રેલ્વે પ્લેટફોર્મ'થી કરી હતી અને પોતાનું નામ બદલીને સુનિલ રાખી લીધું હતું. સુનિલે પોતાના ફિલ્મી કરિયરમાં નાયક અને ખલનાયક બંને પ્રકારના પાત્રોને ન્યાય આપ્યો છે.
ADVERTISEMENT
સુનિલ નેતા તરીકે પાંચ વર્ષ સાંસદ રહ્યાં અને કોંગ્રેસની સરકારમાં ખેલમંત્રી તેમજ યુથ મિનિસ્ટર બનીને ફરજ બજાવી હતી. તેમણે અભિનેત્રી નરગીસ સાથે લગ્ન કર્યા હતા. નરગીસ અને સુનિલ દત્તની પ્રેમકહાણી ખૂબ જ રસપ્રદ રહી છે. ફિલ્મ મધર ઇન્ડિયાના સેટ પર આગ લાગતા સુનિલ દત્તે ફિલ્મી ઢબે નરગીસને આગમાંથી બચાવ્યા હતા. નરગીસ દત્તે તેમના પુસ્તક "ધ ટ્રુ લવ સ્ટોરી ઓફ નરગીસ એન્ડ સુનિલ દત્ત"માં લખ્યું છે કે, રાજ કપૂરથી અલગ થયા બાદ તેમણે આત્મહત્યાનો વિચાર કર્યો હતો પરંતુ મધર ઇન્ડિયાના સેટ પર સુનિલને જોઇને લાગ્યું હતું કે આ જ તેમના જીવનસાથી બનશે. સુનિલ દત્તે તેમને આખી જીંદગી ખૂબ સાચવ્યા અને સુનિલ એક પરફેક્ટ લાઇફ પાર્ટનરની પરિક્ષામાં પહેલા નંબરે પાસ થયા.

ADVERTISEMENT
સંજય દત્ત પર બની ફિલ્મ સંજૂમાં પણ સુનિલ દત્તના જીવન વિષે ઘણી જાણકારી મળે છે. એક પતિ તરીકે તો તે પરફેક્ટ હતા જ પરંતુ એક પિતાની ભૂમિકા પણ તેમણે ખૂબ જ અદભૂત રીતે નિભાવી હતી. સંજય દત્તની આંગળી પકડીને તેમને મુન્નાભાઇ MBBS બનાવી દીધા. આપણે સૌ હવે સંજય દત્તને મુન્નાભાઇ તરીકે વધારે ઓળખીએ છીએ જેનો શ્રેય માત્ર ને માત્ર સુનિલ દત્તને જાય છે.

ADVERTISEMENT
સુનિલ દત્તના જીવનમાં એક એવો પણ સમય આવ્યો હતો જ્યારે તેમણે પોતાનું ઘર ગિરવે મૂકવું પડ્યું હતું અને તેમની 6 ગાડીઓ વેચાઇ ચૂકી હતી. તે દેવામાં ડૂબી ગયા હતા. લોકો તેમને ખૂબ ખરીખોટી સંભળાવતા હતા. વાત છે ફિલ્મ 'રેશ્મા' અને 'શેરા'ની... જેને બનાવવામાં સુનિલ દત્તે ઘણા રૂપિયા ઉધાર લેવા પડ્યા હતા. એક ફિલ્મમાં એસ. સુખદેવને હટાવીને દત્ત સાહેબે પોતે ડિરેક્શન કર્યું હતું અને આખી ફિલ્મ ફરી શૂટ કરી હતી. જેના લીધે તેઓના વધુ રૂપિયા ખર્ચાઇ ગયા હતા. એક ઇન્ટરવ્યૂમાં દત્ત સાહેબે કહ્યું હતું કે તે 42 વર્ષના થઇ ચૂક્યા હતા અને તેમની પાસે પૈસા બચ્યા નહોતા. 6 ગાડી વેચાઇ ચૂકી હતી અને ઘર ગિરવે મૂક્યું હતું. એક ગાડી તેમની દિકરીઓને સ્કૂલ લઇ જવા લાવવા રાખી હતી. તેમણે અભિનેતા તરીકે પાંચ ફિલ્મને રિજેક્ટ કરી હતી પણ સુનિલે બનાવેલી આ બંને ફિલ્મ સુપરફ્લોપ જતાં તેઓ કંગાળ બની ગયા હતા.
સુનિલ દત્ત બોલિવૂડની કરોડરજ્જૂના એક મણકા સમાન એક્ટર હતા. તેમનો અભિનય સહજ હતો. સુનિલે ઘણી બી ગ્રેડ ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો પરંતુ તે ફિલ્મો પરદા પર ખાસ ઉકાળી શકી નહોતી. બાદમાં તેઓએ હાસ્યરસ, શોર્યરસ, વીરરસથી ભરપૂર ફિલ્મો આપી . મધર ઇન્ડિયા ભારતની પહેલી ફિલ્મ છે જે ઓસ્કારમાં નોમિનેટ થઇ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.