બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / ભારત / Sukhdevsinh Gogamedi's murder unfolds shockingly, weather forecast in Gujarat relieved, Aamir Khan's rescue

2 મિનિટ 12 ખબર / સુખદેવસિંહ ગોગામેડીની હત્યામાં ચોંકાવનારું ખૂલ્યું, ગુજરાતમાં હવામાન વિભાગની રાહતવાળી આગાહી, આમિર ખાનનું રેસ્ક્યૂ

Vishal Khamar

Last Updated: 11:37 PM, 6 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જયપુરમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા બાદ કરણી સેના દ્વારા મોટું એલાન કરવામાં આવ્યું છે. તો રાજ્યમાં યુરિયા ખાતરની અછતને લઈ કૃષિ મંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં યુરિયા ખાતરની કોઇ અછત જણાતી નથી.

હવે વરસાદ નહીં આવે, માવઠાના માર વચ્ચે ગુજરાતના ખેડૂતો માટે ગુડ ન્યુઝ, હવામાન  વિભાગે કરી મોટી આગાહી | Amid the storm, the <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/meteorological-department' title='Meteorological Department'>Meteorological Department</a> has  made a big prediction ...

રાજ્યની જનતાને રાહત આપતી હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત પરથી કમોસમી વરસાદનું સંકટ દૂર થશે. હવે કમોસમી વરસાદની શક્યતા નથી. મિચૌંગ વાવાઝોડાની અસર ગુજરાતમાં નહીં રહે. હવામાન વિભાગે જણાવ્યું કે, 10 ડિગ્રી સાથે નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. ઠંડીના પ્રમાણમાં પણ ખાસ વધારો નહીં જોવા મળે તેમજ તાપમાનમાં એક-બે ડિગ્રીનો ફેરફાર થઇ શકે છે. આવનારા દિવસોમાં ડ્રાય અને ઠંડુ વાતાવરણ જોવા મળશે. પવનની દિશા ઉતર પૂર્વીય રહેવાની સંભાવના છે. 

Cyclone Michaung landfall process begins. Watch this report

ચક્રવાત મિચોંગના કારણે તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં ભારે વરસાદ થયો છે, જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે અને ખરાબ હવામાનના કારણે અલગ-અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા છે. ચેન્નાઈ એરપોર્ટનો રનવે પાણીથી ભરાઈ ગયો છે. જેના કારણે ઘણી ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે, કેટલીક ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ, સોમવાર, 4 ડિસેમ્બરના રોજ ચક્રવાત મિચોંગ તીવ્ર ચક્રવાત વાવાઝોડામાં ફેરવાઈ ગયું હતું.

રાજ્યમાં યુરિયા ખાતરની અછતને લઈ વિવિધ સ્થળોથી રાડ સામે આવી રહી છે. જે મામલે કૃષિમંત્રીનું નિવેદન સામે આવ્યું છે. કૃષિ મંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં યુરિયા ખાતરની કોઇ અછત જણાતી નથી. યુરિયા અછતનો કોઇ પ્રશ્ન હશે તો નિરાકરણ લાવીશું.

જયપુરમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાનો વીડિયો આવ્યો સામે છે. હત્યારા સુખદેવ સિંહની સામે જ સોફા પર બેઠા હતા અને ઉઠીને તરત તાબડતોબ ફાયરિંગ કરીને તેમને ઠાર માર્યાં હતા. જયપુરમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યામાં નામચીન લોરેન્શ બિશ્નોઈ ગેંગ સામે શંકાની સોય તકાઈ છે. કારણ કે બિશ્નોઈ ગેંગના સંપત નેહરાએ સુખદેવ સિંહને હત્યાની ધમકી આપ હતી તેથી તેણે હત્યા કરાવી હોવાનો પોલીસને શક છે. હાલમાં તપાસ ચાલી રહી છે. તપાસને અંતે સાચું ખોટું બહાર આવશે. 

પોલીસ આયુક્ત બીજૂ જોર્જ જોસેફે કહ્યું કે, 'ત્રણ લોકો આવ્યાં હતાં અને તેમણે સુખદેવ સિંહને મળવા મળવા માટે કહ્યું હતું. પરવાનગી મળ્યાં બાદ તેઓ અંદર ગયાં અને સુખદેવ સિંહ સાથે આશરે 10 મિનિટ સુધી તેમની સાથે વાતચીત કરી.  આ બાદ અચાનક સુખદેવ સિંહ પર આરોપીઓે ફાયરિંગ શરૂ કરી દીધી.  સુખદેવ સિંહનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ થઈ ગયું. ઘટનામાં તેમનો એક સુરક્ષાગાર્ડ પણ ઘાયલ થયો જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ સાથેની અથડામણ દરમિયાન એક આરોપી નવીન શેખાવતનું એન્કાઉંટર પણ કરવામાં આવ્યું છે. સંપૂર્ણ ઘટના  CCTV કેમેરામાં કેદ થઈ છે.'

મંગળવારે બપોરે રાજસ્થાનના જયપુરમાં  કરણી સેનાના પ્રેસિડન્ટ સુખદેવસિંહ ગોગામેડીની તેમના ઘરમાં જ 2 શખ્સોએ ગોળીઓથી હત્યા કરી નાખી હતી. આ સનસનીખેજ હત્યામાં હવે એક મોટો ખુલાસો સામે આવ્યો છે. હકીકતમાં જયપુરમાં કાપડની દુકાન ચલાવનાર નવીન શેખાવત નામનો યુવાન બે શખ્સોને સુખદેવસિંહ ગોગામેડીના ઘરમાં લાવ્યો હતો. નવીન શેખાવત અને બે હત્યારા કારમાં આવ્યાં હતા અને ઘેર આવીને ગોગામેડીના સિક્યુરીટી મેનને કહ્યું કે અમારે તેમને મળવું છે, આ પછી તેઓ ત્રણેય અંદર આવ્યાં હતા. લગભગ 10 મિનિટ વાતચીત બાદ બે હત્યારા ઊભા થઈને ગોગામેડી પર ફાયરિંગ કરવાનું શરુ કર્યું હતું તેમાં એક જણાએ નવીનને પણ ગોળી મારી દીધી હતી. 

Sukhdev Singh Gogamedi: Protest against Sukhdev Singh Gogamedi's murder, bandh announced in Jaipur and Maharashtra on...

કરણી સેનાએ બુધવારે જયપુર અને મહારાષ્ટ્રમાં બંધનું એલાન આપ્યું છે. જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. કરણી સેનાએ માંગ કરી છે કે જ્યાં સુધી વડાપ્રધાન નહીં આવે ત્યાં સુધી અંતિમ સંસ્કાર નહીં થાય. જયપુરમાં મંગળવારે હુમલાખોરો સુખદેવ સિંહ ગોગામેડીના ઘરમાં ઘૂસી ગયા હતા અને તેમના પર ગોળીબાર કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ગોગામેડીનું બાદમાં હોસ્પિટલમાં મોત થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના દરમિયાન હુમલાખોરોએ એક વ્યક્તિને પણ ગોળી મારી હતી અને ઘરમાં હાજર અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો.

After Sukhdev Singh's murder, Raj Shekhawat gave an ultimatum

સુખદેવસિંહ ગોગામેડીની હત્યા બાબતે ક્ષત્રિય કરણી સેનાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે જણાવ્યું હતું કે,   અમે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને ચેતવણી આપીએ છીએ તે તમામ લોકોની તાત્કાલીક ધોરણે આ હત્યારાઓની ધરપકડ થાય. તેમજ આ હત્યામાં જવાબદારોની તાત્કાલીક ધોરણે ધરપકડ કરવામાં આવે અને ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી તમામ આરોપીઓને ફાંસીનાં માંચડે ચઢાવવામાં આવે. અને જો ન્યાય ટૂંક સમયમાં નહી મળે તો કાનુન હાથમાં લેતા અમે નહી અચકાઈએ અમે મેદાને ઉતરીશું. અને આ તમામે તમામ જે ગુનાહિત ઈતિહાસ ધરાવનાર લોકો છે.  કેટલા સમયથી હત્યાઓ આ ભારત વર્ષમાં કરતા આવ્યા છે. જેનો જવાબ કરણી સેના અને ક્ષત્રિયો આપશે. જો આંદોલનની જરૂર પડશે તો તે પણ અમે કરીશું.  હવે આરપારની જ વાત કરીશું અને ન્યાય લઈને જ જંપીશું..

The name of Congress's Revanth Reddy has been finalized for the next Chief Minister of Telangana. His name may be announced...

તેલંગાણાના આગામી મુખ્યમંત્રી માટે કોંગ્રેસના રેવન્ત રેડ્ડીનું નામ ફાઈનલ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી પદ માટે રેવંત રેડ્ડી 7 ડિસેમ્બરે જ શપથ લેશે. સૂત્રોને ટાંકીને અહેવાલ છે કે તેઓ 7 ડિસેમ્બરે સવારે 11 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 64 બેઠકો જીતીને BRSને સત્તા પરથી હટાવી દીધી હતી. બીઆરએસને માત્ર 39 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો જ્યારે ભાજપને માત્ર આઠ બેઠકો મળી હતી.

Aamir Khan was caught in the storm in Chennai, the actor was rescued

ચક્રવાત મિચોંગે ચેન્નાઈમાં ભારે નુકસાન કર્યું છે. આ સમયે સમગ્ર શહેર પાણીમાં ગરકાવ હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન ચેન્નાઈથી વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે કે બોલિવૂડ એક્ટર આમિર ખાન પણ છેલ્લા 24 કલાકથી આ તોફાનમાં ફસાયેલા છે. અભિનેતા વિષ્ણુ વિશાલ પણ તેની સાથે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં ફાયર એન્ડ રેસ્ક્યુ વિભાગ આમિર ખાનને બચાવતો જોવા મળ્યો હતો. આમીરની સાથે એક્ટર વિષ્ણુ વિશાલ પણ આ તોફાનમાં ફસાયા હતા. બંનેને હવે 24 કલાક બાદ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

How many crores did the accused make in one and a half years by setting up a bogus toll booth in Wankaner? The figure came...

મોરબીના વાંકાનેરમાં ગેરકાયદે ટોલનાકા અંગે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આજે નાયબ કલેક્ટર દ્વારા વિવિધ ટીમ બનાવી હિસાબોની તપાસ કરવામાં આવશે. નકલી ટોલનાકાએ કેટલા રૂપિયાની ઉઘરાણી કરી તેને લઇને તપાસ કરવામાં આવશે અત્રે જણાવીએ કે, જે સમગ્ર મામલે સિદસર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલનું નિવેદન સામે આવ્યું છે. મોરબીનાં વાંકાનેરનાં વઘાસિયાનાં ગેરકાયદેસર ટોલનાકા મુદ્દે અનેક ખુલાસા થવા પામ્યા છે. જેમાં બોગસ ટોલનાકામાં દરરોજ લાખો રૂપિયાની આવક થતી હતી. દોઢ વર્ષમાં બોગસ ટોલનાકાનાં માલિકને 5 કડોરની આવક થવા પામી હતી. બોગસ ટોલનાકામાંથી દરરોજ હજારો વાહનો અવર જવર કરતા હતા.ફોર વ્હીલનાં 50, ટ્રક અને મોટા વાહનના 200 રૂપિયા વસુલાતા હતા. જયરામ પટેલનાં દીકરા અમરશી પટેલ અને અન્ય લોકો ટોલ ઉઘરાવતા હતા. કરોડોની ઉઘરાણી છતાં વહીવટી તંત્રએ મૌન ધારણ કર્યું છે.  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

શાહરૂખ ખાનની મચઅવેટેડ ફિલ્મ ડંકીનું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે. આ ટ્રેલરમાં શાહરૂખ ખાન પોતાના ચાર મિત્રોને ઈન્ટ્રોડ્યુઝ કરતા જોવા મળી રહ્યા છે. શાહરૂખ ખાન આમા રોમાંસનો તડકો લગાવતા જોવા મળશે ત્યાં જ એક્શન અવતારથી પણ લોકોના દિલોમાં જગ્યા બનાવવાનો પ્રયત્ન કરતા જોવા મળશે. 

CID fame actor Dinesh Phadnis passes away due to multiple organ failure, fellow actors in shock

ટીવી ઇન્ડસ્ટ્રીથી વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીવી શો CID માં ઇન્સપેટર'ફ્રેડરિક'નો રોલ નિભાવનાર એક્ટર દિનેશ ફડનીસનું નિધન થઈ ગયું છે. મળતી માહિતી અનુસાર ગઈકાલે રાત્રે લગભગ 12 વાગ્યે અભિનેતાએ અંતિમ શ્વાસ લીધા હતા. દિનેશ ફડનીસના નિધનના સમાચારની પુષ્ટિ તેમના કો-સ્ટાર અને મિત્ર દયાનંદ શેટ્ટીએ કરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ