બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:02 AM, 16 September 2023
ADVERTISEMENT
રાજ્યમાં છેલ્લા લાંબા સમયથી વરસાદ ખેંચાયો છે. વરસાદ ખેંચાતા પાણીની સમસ્યા સર્જાઈ છે. તેમાં પણ ખાસ કરીને સરહદી વિસ્તારોના હાલ બેહાલ બન્યાં છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા વાવ તાલુકાના ચોથાનેસડા ગામના છે, કે જ્યાં ગામલોકોને પીવાના પાણી માટે રઝળપાટ કરવાનો વારો આવ્યો છે.
ADVERTISEMENT
ગામમાં છેલ્લા 2 મહિનાથી પીવાનું પાણી ન આવતા ગામની મહિલાઓને માથા પર બેડા લઈને દૂરદૂર સુધી પાણી ભરવા જવું પડે છે. વહીવટી તંત્રને અનેક રજૂઆત કરવા છતાં હજુ સુધી પીવાના પાણીની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. માત્ર ચોથાનેસડા ગામ જ નહીં વાવ તાલુકાના અનેક એવા ગામો છે કે જ્યાં પીવાના પાણી માટે ગામલોકોને ભટકવું પડી રહ્યું છે.
વરસાદ ખેંચાતા જામનગર જિલ્લામાં પણ પાણી વગર ખેડૂતોને હાલાકી પડી રહી છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં સિઝનનો પ્રથમ વરસાદ સારો પડતા ખેડૂતોએ હર્ષ ભેર મગફળી, કપાસ સહિતના પાકોનું વાવેતર કર્યું હતું. જોકે વાવણી બાદ વરસાદના બે રાઉન્ડ સારા ગયા. પરંતુ ત્યાર બાદ વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે. તો બીજી તરફ ખેડૂતોને વીજળી આપવામાં પણ ધાંધિયા થઈ રહ્યાં છે. જેથી ખેડૂતોને મોટાપાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
હાલ તો વરસાદ ખેંચાતા ખેડૂતોથી લઈને હર કોઈ મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. અને વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યાં છે. ત્યારે આ મુશ્કેલીનો અંત ક્યારે આવશે તે જોવું રહ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.