બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Start of inviting e-Kutir portal applications from Gandhinagar by the Minister of Rural Industries

ગાંધીનગર / ગુજરાતના આર્થિક રીતે પછાત વર્ગના નાગરિકોને મોટી રાહત, હવે ઇ-કુટિર પોર્ટલ સાધન સહાયની અરજી કરી શકશો

Kishor

Last Updated: 11:14 PM, 3 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આર્થિક રીતે પછાત વર્ગના નાગરિકોને સાધન-ઓજારોનો લાભ લેવા આજથી ઇ-કુટિર પોર્ટલનો પ્રારંભ કરાયો છે. જેને પરિણામે બે મહિના સુધી ઇ-કુટિર પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરી શકશે.

  • કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા ઇ-કુટિર પોર્ટલ શરૂ
  • ગાંધીનગર ખાતેથી ગ્રામોદ્યોગમંત્રીના હસ્તે અરજીઓ મંગાવવાનો પ્રારંભ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિઝિટલ ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા વધુ એક મક્કમ પગલું ભરી યોજનાકીય લાભો ઓનલાઇન આપવા ઇ-કુટિર પોર્ટલ શરૂ કર્યુ છે.રાજ્યના આર્થિક રીતે પછાત વર્ગના નાગરિકો માનવ કલ્યાણ યોજના અંતર્ગત સાધન ઓજારો (ટૂલકિટ)નો લાભ લેવા માટે આજે ઇ-કુટિર પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાનો ગાંધીનગર ખાતેથી ગ્રામોદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે તેમજ ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાયો હતો. જેને પગલે આજથી અરજદારો આગામી બે મહિના સુધી આ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરી શકશે.

સરકાર દ્વારા ઓનલાઈન પોર્ટલ ગત વર્ષે શરૂ કરાયું

 રાજ્ય સરકારના કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ કાર્યરત છે. જેમાં સૌથી મહત્વની અને ૧૦૦ ટકા સિદ્ધી પ્રાપ્ત કરનારી યોજના છે. આ યોજનાનો લાભ ઘરે ઘરે પહોંચાડવા માટે રાજ્ય સરકાર દ્વારા ઓનલાઈન પોર્ટલ ગત વર્ષે શરૂ કરવામાં આવ્યું હતું. www.e-kutir.gujarat.gov.in વેબસાઈટ પરથી રાજ્યના અરજદારો આ યોજનાનો લાભ લેવા અરજી કરી શકે છે. 

 ૧,૮૯,૦૦૦થી વધુ અરજીઓ અરજીઓ  મળી

વધુમાં આ યોજનાનો લાભ વધુને વધુ નાગરિકો સુધી પહોંચે તે માટે અધિકારીઓને જિલ્લા કક્ષાએ હેલ્પડેસ્ક શરૂ કરવા મંત્રીએ સુચન કર્યુ હતું.આ યોજના અંતર્ગત ઓનલાઈન પોર્ટલને પરિણામે ગત વર્ષે ઓફલાઈનની સરખામણીમાં બમણી એટલે કે ૧,૮૯,૦૦૦થી વધુ અરજીઓ અરજીઓ  મળી હતી. જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા મંજૂર થયેલ અરજીઓ પૈકી ઓનલાઈન ડ્રો સિસ્ટમ દ્વારા પસંદગી પામેલ અરજદારોને જ વિનામુલ્યે સાધન/ઓજાર આપવામાં આવે છે. જેના પરિણામે અરજીઓની પસંદગી માટે ડ્રોની પ્રક્રિયા સરળ બની છે.આ કાર્યક્રમમાં કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગના સચિવ પ્રવીણ કે. સોલંકી,સંયુક્ત નિયામક કે.એસ.ટેલર, પ્રોજેક્ટ મેનેજર પી.ટી.પરમાર, આઈપીઓ એન.એમ.ચાવડા તથા જી.આઇ.પી.એલના મેનેજર જયદીપસિંહ સોલંકી સહિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ