બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / બિઝનેસ / ભારત / sovereign gold bond sgb scheme third series to open soon from 18 december buy gold on cheapest price rbi fixed price tutc

તમારા કામનું / સસ્તામાં સોનું ખરીદવાનો ગોલ્ડન ચાન્સ: બજાર કરતાં ભાવ ઓછો અને સરકારની ગેરંટી, જાણો કઈ રીતે કરશો ખરીદી?

Dinesh

Last Updated: 07:45 PM, 16 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

sovereign gold: સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમનો આગામી તબક્કો 18 ડિસેમ્બરે ખુલશે અને જેમાં તમે ઓછી કિંમતે શુદ્ધ સોનું ખરીદી શકો છો

  • ગોલ્ડ બોન્ડ સ્કીમ 2023-24નો આગામી તબક્કો 18 ડિસેમ્બર 
  • એક ગ્રામ સોનાની કિંમત 6,199 રૂપિયા નક્કી કરવામાં આવી
  •  ત્રીજો તબક્કો ડિસેમ્બર 18-22 ડિસેમ્બર દરમિયાન ખુલ્લો રહેશે


gold bond sgb scheme: જો તમે સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો બે દિવસ રાહ જુઓ તો તમને ફાયદો થઈ શકે છે. સરકાર દ્વારા સંચાલિત સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2023-24નો આગામી તબક્કો 18 ડિસેમ્બર 2023થી રિલીઝ થવા જઈ રહ્યો છે. આ યોજના હેઠળ બજાર કિંમત કરતાં ઓછી કિંમતે સોનું ખરીદી શકાય છે. ભારતીય રિઝર્વ બેંકએ પણ આગામી હપ્તા માટે કિંમત નક્કી કરી છે.

Topic | VTV Gujarati

સોનાની કિંમત 6,199 રૂપિયા નક્કી કરવામાં આવી
સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમનો આગામી તબક્કો 18 ડિસેમ્બરે ખુલશે અને જેમાં તમે ઓછી કિંમતે શુદ્ધ સોનું ખરીદી શકો છો. આરબીઆઈએ સરકારી ગોલ્ડ બોન્ડ માટે ઈશ્યુની કિંમતો નક્કી કરી છે અને એક ગ્રામ સોનાની કિંમત 6,199 રૂપિયા નક્કી કરવામાં આવી છે. સોનાના રોકાણમાં રસ ધરાવતા લોકો તેને પાંચ દિવસ માટે ખરીદી શકે છે. SGB ​​સ્કીમ 2023-24નો ત્રીજો તબક્કો ડિસેમ્બર 18-22 ડિસેમ્બર દરમિયાન ખુલશે. અગાઉ બીજો હપ્તો 11 થી 15 સપ્ટેમ્બર 2023 દરમિયાન ખોલવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન સરકારે 5,923 રૂપિયા પ્રતિ ગ્રામના દરે સોનું વેચ્યું હતું. જ્યારે આ વર્ષનો પ્રથમ હપ્તો 19 જૂનથી 23 જૂન સુધી ખુલ્લો હતો. આ યોજના હેઠળ સરકાર બજારમાં પ્રવર્તમાન સોનાની કિંમત કરતાં ઘણી ઓછી કિંમતે સોનું ખરીદવાની તક આપી છે.  નાણાકીય વર્ષનો ચોથો હપ્તો આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ખુલશે અને તેના માટે તારીખ 12 થી 16 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે

સસ્તા ભાવમાં સોનું ખરીદવાની સોનેરી તક: સરકાર જ આપી રહી છે ઓફર, વ્યાજ અને  રિટર્ન પણ જોરદાર... જાણો કઈ રીતે ખરીદશો/ sovereign gold bond sgb scheme  third series to open ...

ડિજિટલ ગોલ્ડ
સરકાર ખાતરીપૂર્વકનું વળતર આપે છે જે લોકોએ કેન્દ્ર સરકારની આ યોજનામાં રોકાણ કર્યું છે તેમને અત્યાર સુધી સારૂ વળતર મળ્યું છે. સરકાર SBG સ્કીમ હેઠળ જે સોનું વેચે છે તે એક પ્રકારનું પેપર ગોલ્ડ અથવા ડિજિટલ ગોલ્ડ છે. જેમાં તમને પ્રમાણપત્ર આપવામાં આવે છે કે તમે કેટલા સોનું કેટલા દરે ખરીદો છો. આ ડિજીટલ સોનું ખરીદીને વળતર મળવાની સંભાવના વધારે છે. બીજા શબ્દોમાં કહીએ તો યોજના હેઠળ, ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવામાં આવે છે, જે આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવે છે. સોવરિન ગોલ્ડ બોન્ડ વાર્ષિક 2.5 ટકા વ્યાજ આપે છે અને આ એક ખાતરીપૂર્વકનું વળતર છે. આ યોજનાનો પ્રથમ હપ્તો પાક્યો છે અને તેણે 12.9 ટકા વળતર આપ્યું છે. 

પાકતી મુદત 8 વર્ષ છે પરંતુ 5 વર્ષ પછી બહાર નીકાળી શકો છો
SGB સ્કીમ આ રીતે કામ કરે છે હવે વાત કરીએ કે સરકારની સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ કેવી રીતે કામ કરે છે. તો તેમાં ગમે તેટલું સોનું ખરીદો છો. તમને સમાન મૂલ્યના સોવરિન ગોલ્ડ બોન્ડ આપવામાં આવે છે. તેની પાકતી મુદત 8 વર્ષ છે પરંતુ 5 વર્ષ પછી બહાર નીકળવાનો વિકલ્પ છે. તમને જારી કરવામાં આવેલ સોનું 24 કેરેટ એટલે કે 99.9% શુદ્ધ છે. આ ગોલ્ડ બોન્ડ બેંકો સ્મોલ ફાઇનાન્સ બેંકો અને પેમેન્ટ બેંકો સિવાય, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, નોમિનેટેડ પોસ્ટ ઓફિસો અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ લિમિટેડ (BSE) જેવા માન્ય સ્ટોક એક્સચેન્જો દ્વારા જારી કરવામાં આવે છે અને વેચવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ