બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / SOG nabs peddler selling MD drugs publicly in Ahmedabad

પર્દાફાશ / અમદાવાદમાં ચણા મમરાની જેમ MD ડ્રગ્સને વેચતો પેડલર ઝબ્બે, પોલીસે સરભરા કરતાં સામે આવી ચોંકાવનારી હકીકત

Malay

Last Updated: 04:26 PM, 24 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના સારંગપુર વિસ્તારમાં જાહેરમાં એમડી ડ્રગ્સ વેચતા પેડલરને SOGએ ઝડપી પાડીને 3.24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

 

  • જાહેરમાં એમડી ડ્રગ્સ વેચતા પેડલરને SOGએ ઝડપ્યો
  • પૂછપરછમાં પોપટની જેમ બોલવા લાગ્યો પેડલર
  • શાહઆલમના રાશિદ પાસેથી ડ્રગ્સ ખરીદ્યું હતું

ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ અનેક વખત પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવે છે પરંતુ ડ્રગ્સ માફિયાઓએ પોતાનું નેટવર્ક અમદાવાદ સહિત ગુજરાતમાં એવી રીતે ઘુસાડી દીધું છે કે જેનો હિસ્સો એજ્યુકેટેડ લોકો પણ બની ગયા છે. યુવકો અને યુવતીઓ ડ્રગ્સના નશામાં એવી રીતે ડૂબી ગયાં છે કે હવે ડ્રગ્સ માફિયાઓને ફાવતું મળી ગયું છે. સ્થાનિક પોલીસ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી), ક્રાઇમ બ્રાંચ સહિતની ટીમ અનેક વખત એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડે છે પણ દર વખતે નવા નવે પેડલર્સ સામે આવી જાય છે. મોડી રાતે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે સારંગપુર વિસ્તારમાં જાહેરમાં એમડી ડ્રગ્સ વેચતા પેડલરને ઝડપી પાડીને 3.24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 

મુંબઈમાં 1467 કરોડનું ડ્રગ્સ ઝડપાતા હડકંપ, ફિલ્મ સ્ટાઈલમાં થઇ રહી હતી  તસ્કરી | dri mumbai recovered 198 kg crystal methamphetamine 9 kg cocaine  worth rs 1476 crores
પ્રતિકાત્મક તસવીર

શહેરમાં MD ડ્રગ્સ મહાસંકટ બન્યું
ડ્રગ્સ માફિયાને તો પોલીસ રોકી રહી છે પરંતુ નશો કરનારને પકડવા માટે પણ પોલીસે એક અભિયાન શરૂ કર્યું છે. શહેરમાં એમડી ડ્રગ્સ મહાસંકટ બની ફેલાઇ રહ્યું છે જેને રોકવા માટે પોલીસ એલર્ટ છે અને યુવાઓને ડ્રગ્સની લતથી બચાવી રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે ચણા મમરાની જેમ એમડી ડ્રગ્સનું વેચાણ અમદાવાદમાં થઇ રહ્યું છે. જે આવનારા સમય માટે ખતરાની ઘંટડી સાબિત થશે. 

રાજ્યમાં એક જ દિવસે 1.46 કરોડનું MD ડ્રગ્સ અને 3.4 કિલોનો ગાંજો પકડાયો |  crime branch dog arrested 2 for 1 46 crores MD drugs in Gujarat Ahmedabad  Rajkot
પ્રતિકાત્મક તસવીર

બાતમીના આધારે કરાઈ ધરપકડ
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે સારંગપુર સર્કલ પાસે જાહેર રોડ પર અબ્દુલવાજિદ શેખ (રહે, શમા સોસાયટી, વેજલપુર) એમડી ડ્રગ્સનું વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે એસજીની ટીમે અબ્દુલ વાજિદને ઝડપી પાડ્યો હતો. જેની પાસેથી 3.24 લાખ રૂપિયાનું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. એસઓજીની ટીમે એફએસએલની મદદ લઇને એમડી ડ્રગ્સનું પરીક્ષણ કરાવ્યું હતું. એસઓજીની ટીમે અબ્દુલવાજિદની આગવી સ્ટાઇલથી પૂછપરછ કરી હતી. જેમાં તેણે કબૂલાત કરી હતી કે શાહઆલમ વિસ્તારમાં રહેતા રાશિદ નામના યુવક પાસેથી ડ્રગ્સ ખરીદ્યું હતું. એસઓજીએ અબ્દુલ વાજિદ અને રાશિદ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ