બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / Shocking case in Gujarat University's KS School: 5 students cheated in the name of admission

અમદાવાદ / ગુજરાત યુનિવર્સિટીની KS સ્કૂલમાં ચોંકાવનારો કેસ: 5 વિદ્યાર્થીઓ હોંશે હોંશે કૉલેજ આવ્યા, પછી ખબર પડી એડમિશનના નામે મિત્રએ જ કર્યો દગો

Malay

Last Updated: 09:46 AM, 20 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: ગુજરાત યુનિવર્સિટીમાં આવેલ કે.એસ સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટમાં એડમિશન પ્રક્રિયામાં છબરડો, મિત્રએ જ 5 વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લઈને અપાવ્યા નકલી એડમિશન, વિદ્યાર્થીઓ રોલનંબર ન આવતા કો-ઓર્ડિનેટરને પૂછવા ગયા ત્યારે ભાંડો ફૂટ્યો.

  • ગુજરાત યુનિ.ની કે.એસ. સ્કૂલમાં રૂપિયા લઈને વિદ્યાર્થીઓને પ્રવેશ
  • રોલનંબર ન આવતા કો-ઓર્ડિનેટરને પૂછવા ગયો ત્યારે ભાંડો ફૂટ્યો
  • પ્રવેશ અપાવવા માટે આરોપીએ 17થી 20 હજાર રૂપિયા કર્યા હતા નક્કી 

Ahmedabad News: ગત માર્ચ મહિનામાં યોજાયેલી બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર થયા બાદ મોટાભાગના વિદ્યાર્થીઓએ કોલેજોમાં એડમિશન લઈ લીધા છે. હાલ દરેક કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે અને કોલેજો પણ ચાલું થઈ ગઈ છે. જોકે, હજુ પણ કેટલાક વિદ્યાર્થીઓ કોલેજોમાં પ્રવેશ માટે પ્રયાસ કરી રહ્યા છે. જેના માટે તેઓ પૈસા ચૂકવીને પણ એડમિશન લેવા માટે તૈયાર છે. ત્યારે વિદ્યાર્થીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવવા કેટલાક ઠગો એક્ટિવ થયા છે. ત્યારે અમદાવાદના વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લઈને ખોટા અડમિશન આપવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. જોકે, આ મામલે કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. 

Topic | VTV Gujarati
ફાઈલ ફોટો

મેરિટ લિસ્ટમાં નામ ન આવતો ફૂટ્યો ભાંડો
ગુજરાત યુનિવર્સિટીની કે.એસ.સ્કૂલમાં રૂપિયા લઈને વિદ્યાર્થીઓને ખોટા પ્રવેશ ફાળવી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. મિત્રએ જ રૂપિયા લઈને 5 વિદ્યાર્થીઓને ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા કે.એસ.સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ અને એમએસસી આઇટીમાં ખોટા પ્રવેશ ફાળવી દીધા. જોકે, કોલેજ શરૂ થયા બાદ મેરિટલિસ્ટમાં વિદ્યાર્થીઓના નામ ન હોવાથી ભાંડો ફૂટ્યો હતો. કૌભાંડ સામે આવ્યા બાદ પણ યુનિવર્સિટીએ ફરિયાદ કરવાના બદલે પરસ્પર મામલો ઉકેલી લેવા તાકીદ કરી હતી.

વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા કો-ઓર્ડિનેટર પાસે
પ્રાપ્ત વિગતો અનુસાર, કે.એસ.સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટમાં ચાલતાં ઇન્ટિગ્રેટેડ એમબીએ અને એમએસસી આઇટી કોર્સમાં એડમિશન મળી ગયું હોવાનું માનીને છેલ્લા કેટલાક દિવસથી વિદ્યાર્થીઓ કોલેજમાં ક્લાસ એટેન્ડ કરી રહ્યા હતા. જે બાદ લાંબા સમય સુધી આ વિદ્યાર્થીઓને રોલ નંબર જાહેર ન થતાં તેઓ કો-ઓર્ડિનેટર પાસે પહોંચ્યા હતા અને તેમને કેમ રોલ નંબર જાહેર કરવામાં આવ્યા નથી તે અંગેની પૂછપરછ કરી હતી. 

ફાઈલ ફોટો

હચમચી ગયા વિદ્યાર્થીઓ
જે બાદ કો-ઓર્ડિનેટરે તેમની યાદી ચકાસતા આ પાંચેયના નામ યાદીમાં નહોંતા. જેથી કો-ઓર્ડીનેટરે આ વિદ્યાર્થીઓના પ્રવેશ જ થયા ન હોવાનું જણાવ્યું હતું. આ જાણી પાંચેય વિદ્યાર્થીઓ હચમચી ગયા હતા. તેમણે સમગ્ર મામલો વાલીઓને જણાવતા તેમના વાલીઓ પણ કોલેજ ખાતે દોડી આવ્યા હતા. આ દરમિયાન વાલીઓ રજિસ્ટ્રારને મળવા પહોંચ્યા હતા. જ્યાં વાલીઓને પૂછતા તેઓએ કહ્યું હતું કે વિદ્યાર્થીઓના મિત્રએ અંદાજે 17 હજાર રૂપિયાથી લઇને 20 હજાર રૂપિયા લઈને તેમના બાળકોને કે.એસ.સ્કૂલમાં પ્રવેશ ફાળવી દેવાની બાંયેધરી આપી હતી. 

પરસ્પર મામલો ઉકેલ્યો
યુનિવર્સિટીના કે.એસ.સ્કૂલમાં એમબીએ અને એમએસસી આઇટીમાં પાંચ વિદ્યાર્થીઓને ખોટા પ્રવેશ ફાળવનારા શખ્સે ફીની પહોંચ પણ આપી હતી. જોકે, આ પહોંચ ખોટી હતી. જે બાદ યુનિવર્સિટી દ્વારા આ શખ્સને બોલાવીને વાલીઓને તેની સામે ફરિયાદ કરવા જણાવ્યું હતું. જોકે,  પ્રવેશ અપાવનારા અને લેનારા પરસ્પર ઓળખતાં હોવાથી રૂપિયા પરત આપે તો પોલીસ ફરિયાદ ન કરવાનું વલણ દાખવ્યું હતું.  જેથી બંને પક્ષે વચ્ચે આ મામલે સહમતિ થતાં તેઓએ ફરિયાદ કરી નહોંતી. 
 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ