ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Shankar Chaudhary's name decided for this big post in Gujarat

BIG NEWS / ગુજરાતમાં આ મોટા પદ માટે શંકર ચૌધરીનું નામ નક્કી, જેઠા ભરવાડનું પણ વધી જશે કદ

Published By: Malay

Last Updated: 11:28 AM, 15 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના નામ નક્કી કરાયા છે. ભાજપ દ્વારા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીનું નામ નક્કી કરાયું છે.

ADVERTISEMENT

  • વિધાનસભા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીનું નામ નક્કી
  • વિધાનસભા ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડનુ નામ નક્કી
  • મંગળવારે એક દિવસિય સત્ર દરમિયાન અધ્યક્ષ-ઉપાધ્યક્ષની થશે ચૂંટણી

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીઓએ શપથગ્રહણ કરી લીધા છે. સાથે જ તમામ મંત્રીઓએ કાર્યભાર પણ સંભાળી લીધો છે. આગામી મંગળવારે વિધાનસભાનું એક દિવસિય સત્ર યોજાવા જઈ રહ્યું છે. આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીનું નામ નક્કી થઈ ગયું છે. જ્યારે વિધાનસભા ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડનું નામ નક્કી કરવામાં આવ્યું છે.

ગત સોમવારે યોજાયો હતો શપથ ગ્રહણ સમારોહ
આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 182 બેઠકોમાંથી  156 બેઠકો પર પ્રચંડ જીત મેળવી હતી. ગાંધીનગરમાં નવા સચિવાલય પાસેના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ગત સોમવારે ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. સાથે જ ગુજરાત સરકારના મંત્રીઓએ પણ શપથ લીધા હતા. મંત્રીઓને ખાતાની વહેંચણી થયા બાદ વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ લઇને ઘણા નામો ચર્ચાઇ રહ્યા છે.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીનું નામ નક્કી 
વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભાજપ દ્વારા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીનું નામ નક્કી કરાયું છે. જ્યારે વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડનું નામ નક્કી કરાયું હોવાની માહિતી મળી રહી છે. મંગળવારે એક દિવસીય સત્ર દરમિયાન અધ્યક્ષ-ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Assembly big post shankar chaudhary ગાંધીનગર ગુજરાત વિધાનસભા મોટી જવાબદારી શંકર ચૌધરી BIG NEWS

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ