બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / બોલિવૂડ / Shah Rukh Khan and Gauri Khan reached the manager's house late at night, hiding their faces on seeing the paparazzi

મનોરંજન / VIDEO: શાહરુખ ખાને કેમ બનાવ્યો પઠાનની રીલીઝ પહેલા ઈન્ટરવ્યૂ-કેમેરાથી દૂર રહેવાનો નિયમ? વધુ એક વીડિયો વાયરલ

Megha

Last Updated: 12:52 PM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાહરૂખ ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ. મીડિયાએ SRKની તસવીરો લેવાનો પ્રયાસ કર્યો પરંતુ શાહરૂખે પોતાનો ચહેરો છુપાવી રાખ્યો હતો. હાલ ચાહકોમાં એ વાત ચર્ચાનો વિષય બની છે

  • શાહરૂખ ખાન ફિલ્મ 'જવાન'ને લઈને ચર્ચામાં છે
  • શાહરૂખ ખાન અને ગૌરી ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ 
  • મીડિયાએ તસવીરો લેવાનો પ્રયાસ કર્યો પણ SRK એ ચહેરો છુપાવી રાખ્યો  
  • ચાહકોમાં એ વાત ચર્ચાનો વિષય બની છે કે શાહરૂખ મીડિયા સામે કેમ નહીં આવતો 

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'જવાન'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન એક અલગ જ અવતારમાં જોવા મળશે. જેના કારણે ચાહકો ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે આ વીડિયો ગુરુવારે મોડી રાતનો છે. જેમાં તેઓ શાહરૂખની મેનેજર પૂજા દદલાનીના ઘર ફોર્ચ્યુન હાઈટ્સથી જઈ રહ્યા હતા. એ સમયે મીડિયાએ તેમની તસવીરો લેવાનો પ્રયાસ કર્યો પરંતુ શાહરૂખે પોતાનો ચહેરો છુપાવી રાખ્યો હતો. આનાથી ચાહકોમાં એ વાત ચર્ચાનો વિષય બની છે કે શું શાહરૂખ તેની ફિલ્મ માટે નવા લુકમાં છે. જે તે ફિલ્મ પહેલા મીડિયા સામે આવવા દેવા માંગતો નથી.

શું શાહરૂખ તેની ફિલ્મ માટે નવા લુકમાં છે?
આ વીડિયોમાં શાહરૂખ ખાન પૂજાના ઘરની બહાર નીકળતો જોવા મળ્યો હતો. બહાર વરસાદ પડી રહ્યો હતો અને સિક્યોરીટી શાહરૂખને કાળી છત્રીથી છુપાવીને રાખ્યો હતો. એ વાત તો નોંધનીય છે કે શાહરૂખ ખાને 'પઠાણ'ની રિલીઝ બાદ નવી કાર ખરીદી છે. રોલ્સ રોયસ કુલીનન બ્લેક બેજ.  પૂજાના ઘરેથી નીકળીને વિડીયોમાં શાહરુખ ખાન ગૌરી અને તેના નાના પુત્ર અબરામ સાથે એ જ કારમાં નીકળ્યો હતો. કારમાં પણ મીડિયાએ તેમની તસવીરો ક્લિક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ શાહરૂખે પોતાનો ચહેરો બીજી તરફ વાળી રાખ્યો.

હાલ આ વીડિયો ઇન્ટરનેટ પર આગની જેમ વાયરલ થયો હતો. લોકો અનુમાન કરવા લાગ્યા કે શું શાહરૂખે નવો લુક આપ્યો છે. જેના કારણે તે પોતાનો ચહેરો છુપાવી રહ્યો છે. પરંતુ આવી ઘટના બનવાની શક્યતા ઓછી છે. કારણ કે આગામી દિવસોમાં તે 'જવાન' અને 'ડંકી'માં જોવા મળવાનો છે. બંને ફિલ્મોમાંથી તેનો લુક સત્તાવાર કે બિનસત્તાવાર રીતે બહાર આવ્યો છે.

શાહરૂખ ખાને છેલ્લા કેટલાક સમયથી આ નિયમ બનાવ્યો લાગે છે
અનુમાન અનુસાર શાહરૂખ ખાને છેલ્લા કેટલાક સમયથી એવો નિયમ બનાવ્યો લાગે છે કે તેઓ મીડિયા સામે પણ આવતા નથી. કરણ જોહરની બર્થડે પાર્ટીમાં આખું બોલિવૂડ પહોંચ્યું હતું. પણ ફોટા લીધા વિના શાહરૂખ ખાન પાછલા દરવાજેથી પાર્ટીમાં પ્રવેશ્યો અને ત્યાંથી ચાલ્યો ગયો. આ સિવાય અંબાણી પરિવારના નવા કોમ્યુનિટી સેન્ટર NMACCના ઉદ્ઘાટન સમારોહમાં દુનિયાભરની હસ્તીઓ પણ પહોંચી હતી. બધાએ મીડિયા સામે ફોટા પડાવ્યા હતા પણ શાહરૂખે ત્યાં પણ બેકડોર એન્ટ્રી લીધી હતી. જોકે ઈવેન્ટની અંદરથી તેની કેટલીક તસવીરો બહાર આવી હતી પરંતુ તેને મીડિયાને કોઈ ફોટોગ્રાફ્સ લેવા દીધા ન હતા.

આર્યન ખાન કેસ દરમિયાન SRK મીડિયા સામે દેખાયો હતો 
જો કે એ વાત પણ નોંધનીય છે કે આ નવો નિયમ 'પઠાણ' અને આર્યન ખાન કેસના સમયથી ચાલી રહ્યો છે.  જો કે આ 'પઠાણ'માં કામ કરી ગયું હતું અને શાહરૂખ ખાન લાંબા સમયથી લોકોને જોવા મળ્યો ન હતો. તેથી જ બધાએ તેને જોવા માટે થિયેટરોમાં જવું પડ્યું હતું. જણાવી દઈએ કે કદાચ છેલ્લી વખત શાહરૂખ ખાન મીડિયા સામે આર્યન ખાન કેસ દરમિયાન દેખાયો હતો. જ્યારે તે આર્યનને જેલમાં મળવા ગયો હતો.

નોંધનીય છે કે શાહરૂખ ખાનની આગામી ફિલ્મ 'જવાન' બનવા જઈ રહી છે. જે 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. તે જ સમયે, તેની રાજકુમાર હિરાણી નિર્દેશિત ડંકી 22 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ બંને ફિલ્મોની વચ્ચે તે સલમાન ખાનની 'ટાઈગર 3'માં કેમિયો કરતો જોવા મળશે. જે 10 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ