બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / આરોગ્ય / sex trigger a heart attack study report bahraich couple death

જાણવા જોગ / 'સેક્સ વખતે કે પછી આવી શકે હાર્ટ એટેક', સુહાગરાતે દુલ્હા-દુલ્હનના હાર્ટએટેકથી મોત બાદ નિષ્ણાંતોએ આપી ચેતવણી

Hiralal

Last Updated: 09:44 PM, 5 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના બહરાઈચમાં સુહાગરાતે દુલ્હા-દુલ્હનના હાર્ટએટેકથી મોત પછી સોશિયલ મીડિયામાં સવાલ છેડાયો છે કે શું સેક્સ વખતે કે તે પછી હાર્ટ એટેક આવી શકે.

  • યુપીના બહરાઈચમાં સુહાગરાતે દુલ્હા-દુલ્હનનું મોત
  • હવે સોશિયલ મીડિયામાં છેડાયો સવાલ
  • સેક્સ વખતે કે પછી હાર્ટ એટેક આવવા પર નિષ્ણાંતોએ આપ્યો જવાબ 

યુપીના બહરાઈચમાં સુહાગરાતે હાર્ટએટકથી એક કપલનું મોત થતાં સોશિયલ મીડિયામાં એક મોટો સવાલ છેડાયો છે કે શું ખરેખર સેક્સ વખતે કે પછી કોઈનું મોત થઈ શકે.  જણાવવામાં આવી રહ્યું છે કે બંનેને એક જ સમયે હાર્ટ એટેક આવ્યો હતો અને બંનેની મેડિકલ હિસ્ટ્રી પણ નથી. ફોરેન્સિક નિષ્ણાતોની ટીમે પણ ઓરડાની તપાસ કરી હતી. આ અંગે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ આ અંગે સવાલો પૂછવામાં આવી રહ્યા છે. તે જ સમયે, એક અભ્યાસ મુજબ, સેક્સ દરમિયાન કેટલાક કિસ્સાઓ એવા હતા કે જ્યારે દંપતીનું અચાનક મોત નીપજ્યું હતું.

સેક્સ હાઈ બ્લડ પ્રેશર ઘટાડવા અને સારી ઉંઘ માટે ફાયદાકારક 
સેક્સની ઘણી ફાયદાકારક શારીરિક અને માનસિક અસરો છે. તે હાઈ બ્લડ પ્રેશર ઘટાડવા અને સારી ઉંઘ માટે ફાયદાકારક છે. સેક્સની ફિઝિયોલોજિકલ એક્ટિવિટીથી ઓક્સીટોસિન નામના હોર્મોનને પણ રિલીઝ કરે છે, જેને લવ હોર્મોન કહેવામાં આવે છે. આ હોર્મોન પિટ્યુટરી ગ્રંથિમાંથી બહાર આવે છે જે મગજમાં હાયપોથેલેમસના નીચલા ભાગમાં હાજર હોય છે. પ્રેમ અને ઘનિષ્ઠ સંબંધોની લાગણીઓના નિર્માણમાં આ હોર્મોનનું વિશેષ મહત્વ છે. તેને લવ હોર્મોન પણ કહેવામાં આવે છે. જે લોકો વચ્ચે વિશ્વાસ અને બંધન બનાવવામાં મહત્વપૂર્ણ છે. પરંતુ એક અંધારી બાજુ પણ છે. લોકો ક્યારેક સેક્સ દરમિયાન કે પછી તરત જ મૃત્યુ પામે છે. જો કે, આ ખૂબ જ ઓછા કિસ્સાઓમાં જોવા મળ્યું છે. અચાનક મૃત્યુ તમામ કેસોમાં 0.6% છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે ડરવા જેવું કંઈ નથી અને આ સંખ્યા એકદમ ઓછી છે.

જાતિય દવાઓ લેવાથી મોત થઈ શકે 
હાર્ટ એટેક અને મૃત્યુના બીજા પણ ઘણા કારણો છે. મોટા ભાગના કિસ્સાઓમાં, એવું જોવા મળ્યું છે કે જાતીય પ્રવૃત્તિ માટે પ્રિસ્ક્રિપ્શન દવાઓ અથવા કોકેઇન જેવી દવાઓનો ઉપયોગ મોતનું કારણ બની શકે જેમ જેમ લોકોની ઉંમર વધે છે તેમ તેમ અચાનક કાર્ડિયાક એરેસ્ટનું જોખમ વધારે હોય છે. 

નિષ્ણાંતોની ચેતવણી
દિલ્હીની એપોલો હોસ્પિટલના સિનિયર ડોક્ટરના જણાવ્યા પ્રમાણે ક્યારેક અતિ ઉશ્કેરાટમાં કે વધારે પડતી જાતિય પ્રવૃતિને કારણે મોત થઈ શકે છે. સેક્સ દરમિયાન ધબકારા સામાન્ય કરતાં વધી જતા હોય છે તેનાથી પણ હાર્ટની ગતિમાં વિક્ષેપ પડી શકે છે. ટૂંકમાં સેક્સ દરમિયાન કોઈનું પણ મોત થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ