ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ગુજરાત / વિશ્વ / Second and last solar eclipse of the year in India

સૂર્યગ્રહણ / ભારતમાં થયું 2022ના વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ, દિલ્હી સહિત ચાર શહેરોમાં દેખાયું, જાણો ખાસ બાબતો

Published By: Dinesh Chaudhary

Last Updated: 05:45 PM, 25 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ લાગી ગયું છે, ભારતમાં આ સૂર્યગ્રહણ લગભગ 4:29 વાગ્યે શરૂ થઈ ગયો અને સાંજે 6:09 વાગ્યે સમાપ્ત થશે.

ADVERTISEMENT

  • વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ 
  • સૂર્યગ્રહણ સાંજે 6 ને 9 મિનિટે સમાપ્ત થશે
  • ભારતમાં 1 કલાક 40 મિનિટ સૂર્યગ્રહણ

વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ લાગી ગયું છે. આ સૂર્યગ્રહણ ભારતમાં પણ જોઈ શકાશે. શાસ્ત્રોમાં ગ્રહણને અશુભ ગણવામાં આવે છે. ભારતમાં આ સૂર્યગ્રહણ લગભગ 4:29 વાગ્યે શરૂ થઈ અને સાંજે 6.09 વાગ્યે સમાપ્ત થશે. જે દિલ્હી સહિતના શહેરોમાં દેખાયો છે. 

 

 

ભારતમાં ક્યાં ક્યાં દેખાયો
વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ લાગી ગયું છે. આ સૂર્યગ્રહણ યુરોપ, ઉત્તર-પૂર્વ આફ્રિકા અને પશ્ચિમ એશિયાના કેટલાક ભાગોમાં દેખાયો છે. ભારતમાં આ સૂર્યગ્રહણ નવી દિલ્હી,બેંગ્લોર,કોલકાતા,ચેન્નાઈ,ઉજ્જૈન,વારાણસી,મથુરા,પ્રયાગરાજ,લખનૌ,હૈદરાબાદ,પુણે,ભોપાલ,ચંદીગઢ,નાગપુર સહિત કેટલાક શહેરમાં દેખાયો છે. ભારતમાં સૂર્યગ્રહણનો કુલ સમય લગભગ 1 કલાક 40 મિનિટનો રહેશે. 

 

સૂર્યગ્રહણનો સમય
ભારતીય સમય અનુસાર બપોરે 2:29 વાગ્યે સૂર્યગ્રહણ શરૂ થયું છે.  જેની શરૂઆત આઈસલેન્ડ થઈ છે. જે સાંજે 6.20 કલાકે અરબી સમુદ્રમાં સમાપ્ત થશે. ભારતમાં આ સૂર્યગ્રહણ લગભગ 4:29 વાગ્યાથી શરૂ થયો છે અને સાંજે 6.09 વાગ્યે સમાપ્ત થશે. 

સગર્ભા સ્ત્રીઓએ ધ્યાન આપવું જોઈએ
જ્યોતિષ માન્યતાઓ અનુસાર, ગ્રહણના સમયગાળા દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ઘરની બહાર ન આવવું જોઈએ. ન તો આ સમયગાળા દરમિયાન છરી, કાતર અથવા કોઈ તીક્ષ્ણ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. આ સાથે, સોયમાં દોરો નાંખવાની મનાઈ છે. કારણ કે એવું માનવામાં આવે છે કે આ બધી વસ્તુઓ કરવાથી બાળક પર ખરાબ અસર પડે છે.

 ગ્રહણ દરમિયાન મુસાફરી કરવાનું ટાળો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું કહેવાય છે કે ગ્રહણ દરમિયાન વ્યક્તિએ સૂવું ન જોઈએ. આ સિવાય ગ્રહણ દરમ્યાન કોઈ પણ યાત્રા કરવાનું ટાળવું જોઈએ. તમને જણાવી દઈએ કે અગાઉ 30 એપ્રિલે સૂર્યગ્રહણ થયું હતું. જે ભારતમાં દેખાતું ન હતું.


 

સંકળાયેલા મુદ્દાઓ

Solar Eclipse last solar eclipse ગુજરાતમાં સૂર્યગ્રહણ ભારત સૂર્યગ્રહણ Solar Eclipse

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ