સેબીએ આઈપીઓ માટે સૌથી જરૂરી મનાતા એન્કર રોકાણકારોની લૉક ઈન મુદ્દત 30 દિવસથી વધારીને 90 દિવસ કરી દીધી છે, આ સાથે ઉપાડ મર્યાદા પણ 50 ટકા નક્કી કરવામાં આવી છે.
હવે શેર માર્કેટમાં નહીં થાય નુકસાન
સેબીએ બદલ્યાં મ્યુચ્યુઅલ ફંડ સાથે જોડાયેલા નિયમો
મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા લગાવનારા ઈન્વેસ્ટર્સ પર રિસ્ક ઘટી ગયુ
શેર માર્કેટના રોકાણકારો માટે સેબીએ નિયમોમાં ફેરફાર કર્યો
આ સાથે બીજા ઘણા નિયમો પણ બદલવામાં આવ્યાં છે, જાણો આ નિયમો અંગે. શેર માર્કેટના રોકાણકારો માટે સેબીએ ઘણા નિયમોમાં ફેરફાર કર્યો છે. જેનાથી હવે આઈપીઓ અને મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા લગાવનારા ઈન્વેસ્ટર્સ પર રિસ્ક ઘટી ગયુ છે. સેબીએ આઈપીઓના એન્કર રોકાણકારોની ઉપાડ મર્યાદા અને સમય નક્કી કરવાની સાથે એકત્રિત ફંડના યોગ્ય ઉપયોગ માટે પણ નિયમ બનાવવામાં આવ્યાં છે. જો તમે પણ આ નિયમોને જાણતા નથી તો આવો જાણીએ આ અંગે..
જાણો શું છે નવો નિયમ?
આઈપીઓ પાસેથી ફંડ એકત્રિત કરનારી કંપનીઓ હવે માત્ર 25 ટકા ઉપયોગ ઈન-ઓર્ગેનિક કાર્યોમાં કરી શકશે, જ્યારે 75 ટકા રકમ તેમને વેપાર વિસ્તારમાં લગાવવી પડશે. આઈપીઓમાં 20 ટકા ભાગીદારી રાખનારા પ્રમોટરની લૉક ઈન મુદ્દત ત્રણ વર્ષથી ઘટાડીને 18 મહિના કરી દીધી છે, જ્યારે 20 ટકાથી વધુ ભાગીદારી પર લૉક ઈન મુદ્દત એક વર્ષથી ઘટાડીને 6 મહિના કરવામાં આવી છે. આ રીતે મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓને બંધ કરતા પહેલા ફંડ હાઉસને યુનિટ ધારકોની મંજૂરી લેવી પડશે. આ નિયમ 1 એપ્રિલ, 2022 બાદ આવતા આઈપીઓ પર લાગુ થશે.
કોઈ આઈપીઓમાં 20 ટકાથી વધુ ભાગીદારી રાખનારા શેર હોલ્ડર અથવા એન્કર રોકાણકાર હવે યાદીવાળા દિવસે પોતાનો આખો ભાગ વેચી શકશે નહીં. આવા શેર હોલ્ડર યાદીવાળા દિવસે કુલ ભાગીદારીનો 50 ટકા ભાગ વેચી શકશે.
આઈપીઓ પરથી મળતા પૈસાના ઉપયોગ સાથે જોડાયેલો ખુલાસા નિયમોનો પણ રોકાણકારોને લાભ મળશે. કંપનીઓ હવે માત્ર 25 ટકા રકમનો ઉપયોગ ઈન-ઓર્ગેનિક ફંડિંગમાં કરી શકશે. જ્યારે 75 ટકા રકમ તેઓ વેપાર-વિસ્તારમાં લગાવવી પડશે.
આઈપીઓના મૂલ્ય બેન્ડના નિયમોમાં ફેરફાર કરીને તેનો વિસ્તાર વધારી દેવામાં આવ્યો છે. હવે કોઈ આઈપીઓનો ફ્લોર પ્રાઈજ અને અપર પ્રાઈજની વચ્ચેનુ અંતર ઓછામાં ઓછુ 105 ટકા રહેશે.
ફંડ હાઉસ હવે કોઈ મ્યુચ્યુઅલ ફંડ યોજનાને બંધ કરવા માંગે છે તો તેમણે પહેલા યુનિટ ધારકોમાં મંજૂરી લેવી પડશે. ફંડ હાઉસને 2023-24થી ભારતીય એકાઉન્ટિંગ ધોરણનુ પાલન કરવુ પડશે. જેમાં કોઈ યોજનાને બંધ કરવા માટે રોકાણકારો પાસેથી મતદાન કરાવવામાં આવશે.