બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / Seasonal epidemic increased in Gujarat, instructions were given to increase hospital beds

સાવધાન / ગુજરાતીઓ સાચવજો : કોરોના નથી છતાં હોસ્પિટલોમાં બેડ ભરાઈ રહ્યાં છે, અધિકારીઓને અપાયો આ આદેશ

Vishnu

Last Updated: 08:56 PM, 25 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસે આમ જ લોકોની ઊંઘ ઉડાવીને રાખી છે ત્યારે હવે આ રોગ વકરતા હોસ્પિટલમાં બેડ વધારવાની ફરજ પડી છે.

  • કોરોના ગયો પણ હોસ્પિટલના ધક્કા ન મટ્યા
  • હવે સીઝનલ રોગચાળાએ લોકોને દોડાવ્યા
  • હોસ્પિટલમાં બેડ વધારવા અપાઈ સૂચના

આપણે કોરોના કાળમાં જોયું છે કે હોસ્પિટલ હાઉસફુલ થઈ પડી હતી અને બેડ વધારવાની જરૂર પડી હતી, પણ હવે કોરોના શાંત થયો હોવા છતાં પણ સરકારએ તંત્રને મનપાની હોસ્પિટલોમાં બેડ વધારવાની સૂચના આપી દીધી છે કારણ કે અમદાવાદમાં કોરોના બાદ હવે સીઝનલ રોગચાળો વકર્યો છે, શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં એકાએક વધારો જોવા મળ્યો છે.

બે મોટી હોસ્પિટલના  OPD કેસ જોઈ ચોંકી જશો
જો શહેરની બે મોટી હોસ્પિટલનો આકડા પર નજર કરવાં આવે તો LG હોસ્પિટલમાં એક દિવસના OPD કેસ 3000 પર પહોંચ્યા છે જ્યારે શારદાબેન હોસ્પિટલમાં 2200 કેસની OPD નોંધાઈ છે શહેરની બે જ હોસ્પિટલમાં આવેલા અધધ કેસને ધ્યાને રાખી હોસ્પિટલમાં બેડ વધારવા અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. તાવ,ઝાડ ઉલટીના કેસ મનપા સંચાલિત હોસ્પિટલમાં મોટી સંખ્યામાં નોંધાઈ રહ્યા છે. ત્યારે સીઝનલ રોગચાળો વધુ ન વકરે એ માટે તેમજ દર્દીઓને તકલીફ ન પડે તેથી સરકારે હોસ્પિટલોમાં બેડ વધારી દેવાનો આદેશ કર્યો છે

ગુજરાતના અન્ય શહેરો પણ રોગચાળાના ભરડામાં
અમદાવાદ સિવાય ગુજરાતના સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોમાં પણ રોગચાળાએ મોટા પાયે માથું ઉચક્યું છે, જો વડોદરાની વાત કરવામાં આવે તો શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે જે કારણે બે દિવસમાં ડેન્ગ્યૂના નવા 33 કેસ નોંધાયા છે જ્યારે  ચિકનગુનિયાના 11, તાવના 568 કેસ સરકારી ચોપડે નોંધાય ચૂક્યા છે. વધતાં રોગચાળાને ડામવા કોર્પોરેશનની ટીમોએ 19 હજાર ઘરોનો સર્વે કર્યો છે અને 2 કન્સ્ટ્રકશન સાઈટ અને એક સ્કૂલને  નોટિસ પણ ફાટકારવામાં આવી છે. સુરત અને રાજકોટમાં પણ સિઝનલ રોગનો દેખાડો જોવા મળ્યો છે. તો ગુજરાતના ગામડાઓ પણ વાયરલ તાવના શિકાર બની રહ્યા છે.

રોગચાળો આઉટ ઓફ કંટ્રોલ
મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસ વધ્યા છે. ત્યારે આ અંગે 21 ઓગસ્ટના રોજ આરોગ્ય વિભાગના અગ્રસચિવ મનોજ અગ્રવાલે કહ્યું કે ગત વર્ષે કોરોનાના લીધે લોકો બહાર ન હતા નીકળ્યા પણ આ વર્ષે છૂટછાટ મળતા સીઝનલ કેસમાં વધારો થયો છે. જેમાં વાયરલ, બેક્ટેરિયન ઇન્ફેક્શનમાં વધારો થયો છે. રાજ્યમાં 80 લાખ 73 હજાર લોકોના પરીક્ષણ કરાયા છે. વસ્તીના 12 ટકા લોકોનું લોહી પરીક્ષણ કરવામાં આવ્યું છે. હાલ મલેરિયા 2132, ડેન્ગ્યુ 1042, ચિકનગુનિયાના 490 કેસ નોંધાયા છે. જ્યારે રોગચાળા પર કાબુ મેળવવા 580 વેક્ટર કંટ્રોલ ટીમ કાર્યરત છે. ત્યારે હાલમાં આ આકડામાં એકાએક મોટો વધારો જોવા મળ્યો છે.

સીઝનલ રોગચાળાથી કેવી રીતે બચી શકાય

  • જ્યારે પણ ઉઘરસ અથવા શરદી આવે ત્યારે આપનું મોઢુ અને નાક ટિસ્યૂ પેપર વડે ઢાકી દો. બાદમાં તેને ફેંકી દો.
  • શરદી-ઉઘરસ બાદ આપના હાથ ગરમ પાણી અને સાબુ વડે ઘોવાનું ન ભૂલશો. આલ્કોહોલ ધરાવતા હેન્ડ ક્લિનર વધુ ફાયદાકારક રહેશે.
  • બની શકે તો તમારી આંખ, નાક અને મોઢાને સ્પર્શવાનું ટાળો કારણ કે કિટાણું ઓ આ માર્ગેથી જ ફેલાય શકે છે.
  • બીમારીથી પીડિત અન્ય લોકોથી થોડા દૂર જ રહો
  • મચ્છરનો ઉપદ્રવ હોય ત્યાં અને પાણીનો ભરાવો હોય ત્યાં જવાનું ટાળો
  • જો તમે બીમાર હોય તો ઘરમાં રહો અને બહાર ન નીકળો
  • તમારા બહાર જવાથી અન્ય લોકોમાં પણ આ ફ્લૂ ફેલાવાની ભીતિ રહેશે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ