બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / સ્પોર્ટસ / Cricket / sarfaraz khan fitness and off field discipline big reason for to not be selected team india

ક્રિકેટ જગત / સરફરાજ ખાનને કેમ ટીમ ઇન્ડિયામાં સ્થાન ન મળ્યું? સામે આવ્યું ચોંકાવનારું કારણ

Arohi

Last Updated: 08:53 AM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sarfaraz Khan West Indies: વેસ્ટઈન્ડીઝ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. આવતા મહિને વિંડીઝ ટૂર પર ટીમ ઈન્ડિયાને રોહિત શર્માની કેપ્ટન્સીમાં 2 ટેસ્ટ, 3 વનડે અને 5 ટી20 મેચોની સીરિઝ રમવાની છે.

  • આવતા મહિને વેસ્ટઈન્ડીઝ પ્રવાસ પર જશે ટી ઈન્ડિયા 
  • 2 ટેસ્ટ, 3 વનડે અને 5 ટી20 મેચોની સીરિઝ રમશે ટીમ ઈન્ડિયા 
  • સરફરાઝ ખાનની ફિટનેસને લઈને સવાલ 

ભારતીય ટીમને આવતા મહિને એટલે કે જુલાઈમાં વેસ્ટઈન્ડિઝ પ્રવાસ પર જવાનું છે. અહીં બન્ને ટીમોની વચ્ચે ટેસ્ટ, વનડે અને ટી20ની સીરિઝ રમાશે. આ વિંડીઝ પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત કરી દીધી છે. જેમાં ઘણા ચોંકાવનારા નામ શામેલ છે. 

પરંતુ એક સ્ટાર ખેલાડીને બહાર કરવામાં આવ્યો છે. જેણે બધાને ચોંકાવી દીધા છે. આ પ્લેયર સરફરાઝ ખાન છે. સરફરાઝને જગ્યા ન મળવા પર લેજેન્ડ સુનીલ ગાવસ્કર જેવા પૂર્વ દિગ્ગજે આલોચના કરી હતી. પરંતુ હવે BCCIના એક સૂત્રેએ દાવો કર્યો છે કે આ નિર્ણયના પાછળ મુંબઈના બેટ્સમેનની ખરાબ ફિટનેસ અને અનુશાસનમાં કમી મોટું કારણ છે. 

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 79.65ની સરેરાશથી બનાવ્યા રન 
સરફરાઝે રણજી ટ્રોફીને પાછલા ત્રણ સીઝનમાં 2566 રન બનાવ્યા છે. તેમણે પોતાના કરિયરમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની 37 મેચોમાં 79.65ની સરેરાશથી રન બનાવ્યા છે. એવામાં અંડર-19 વર્લ્ડ કપમાં બે વખત દેશનું પ્રતિનિધિત્વ કરનાર ખેલાડીને ટીમ ઈન્ડિયામાં જગ્યા ન આપવા પર સવાલ ઉઠી રહ્યો છે. 

ટીમમાં ઋતુરાજ ગાયકવાડનું સિલેક્શન 
જ્યારે ભારતીય ટીમમાં ઋતુરાજ ગાયકવાડનું સિલેક્શન થયું છે. જેમના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કરિયરની સરેરાશ 42ના નજીક છે. ટીમની પસંદગી સાથે જોડાયેલા BCCIના એક અધિકારીએ જણાવ્યું, "આ પ્રકારની નારાજગી વાળી પ્રતિક્રિયા સમજમાં આવે છે પરંતુ હું તમને જણાવી શકૂ છું કે સરફરાઝને વારંવાર નજરઅંદાજ કરવામાં આવવા પાછળનું કારણ ફક્ત ક્રિકેટ નથી. એના ઘણા કારણ છે જેના કારણે તેમનું સિલેક્શન નથી થઈ રહ્યું."

"સરફરાઝે વજન કરવું જોઈએ ઓછુ"
તેમણે કહ્યું, "શું સિલેક્ટર્સમાં સમજણ નથી? જે સતત બે સીઝનમાં 900થી વધારે રન બનાવનાર ખેલાડીને નજરઅંદાજ કરે? ટીમમાં સિલેક્શન ન થવા પાછળ એક મોટુ કારણ તેમની ફિટનેસ છે. જે ઈન્ટરનેશનલ લેવલની નથી. સરફરાઝે તેના મામલામાં ખૂબ મહેનત કરવાની રહેશે અને પોતાનું વજન ઓછુ કરી વધારે ફિટનેસની સાથે વાપસી કરવાની રહેશે. સિલેક્ટર્સ માટે ફક્ત બેટિંગ ફિટનેસ જ એક માત્ર માપદંડ નથી."

બીસીસીઆઈના અધિકારી અનુસાર ફિટનેસની સાથે જ સરફરાઝના મેદાનની અંદર અને બહારના વ્યવહાર પણ અનુશાસનના માપદંડ પર ખરા નથી રહ્યા. તેમણે કહ્યું, "મેદાનની અંદર અને બહાર તેમનું આચરણ મુખ્ય સ્તરનું નથી રહ્યું. અમુક વાતો અને અમુક ભાવ ભંગિમા અનુશાસનની દૃષ્ટિકોણથી સારી નથી રહી. આશા છે કે સરફરાજ અને તેમના પિતા સુધી કોચ નૌશાદ ખાનની સાથે આ પાસા પર કામ કરશે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ