કોંગ્રેસના ચૂંટણી પ્રચાર સાહિત્યની માગ વધી છે તો ભાજપના કાર્યકરોને કમલમમાંથી જ આપવામાં આવી રહ્યું છે જ્યારે AAPના ધ્વજ અને ખેસનું વેચાણ સારુ થઈ રહ્યું છે.
ચૂંટણી પ્રચાર સાહિત્યનું વેચાણ ઠંઠું
આ વખતે પ્રચાર સાહિત્યના વેચાણ ઓછું થયું:વેપારી
કોંગ્રેસના ચૂંટણી પ્રચાર સાહિત્યની માગ વધી છે
ગુજરાતી વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે. તેવી જ રીતે તમામ રાજકીય પાર્ટીના નેતાઓ પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ હવે પોતાના મત વિસ્તારની અંદર પ્રચાર કરવા માટે જઈ રહ્યાં છે. ત્યારે બજારમાં વિવિધ રાજકીય પાર્ટીના ધ્વજ, ખેસ, ટોપી પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વેપારી વર્ગનું માનવું છે કે ગત વર્ષની ચૂંટણી કરતા આ વખતે ચૂંટણીમાં તમામ ચીજ વસ્તુઓનો ભાવ ઓછા હોવા છતાં માંગ પણ ઘટી છે. કોંગ્રેસમાં ચૂંટણી પ્રચાર સાહિત્યની માગ વધી છે. જ્યારે ભાજપને કમલમમાંથી જ ચૂંટણી પ્રચાર સાહિત્ય આપવામાં આવી રહ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટી પણ ખેસ, ધ્વજ અને ખેસનું વેચાણ સારુ થઈ રહ્યું છે.
ચૂંટણી પ્રચાર સાહિત્યનું વેચાણ ઓછું થયું: વેપારી
આમ આદમી પાર્ટીના ખેસ,ધ્વજ, ટોપીનું પણ સારું વેચાણ થઈ રહ્યું છે. વેપારીએ જણાવ્યું કે, અમે છેલ્લા છેલ્લા 20 વર્ષથી આ વ્યાપાર સાથે સંકળાયેલા છીએ ઉત્તરપ્રદેશમાં પણ અમે મોટા પ્રમાણમાં વેચાણ કરીએ છીએ. પરંતુ જે રાજ્યમાં ચૂંટણી હોય ત્યારે અમે આ રાજ્યોમાં વેચાણ માટે જઈએ છીએ ત્યાંજ પોતાની દુકાન પર નાખીએ છીએ. પરંતુ ગત વર્ષની ચૂંટણી કરતા આ વખતે કામ ઓછું જોવા મળી રહ્યું છે. અત્યાર સુધી ફોર્મ ભરવાની ચાલતી હોવાથી ઓછું વેચાણ થયું હોઇ શકે છે પરંતુ હવે વેચાણ વધે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે. વેપારી જણાવ્યું કે, આ વખતે ધ્વજ, ખેશના ભાવ ગત વર્ષ કરતા ઘટ્યા છે. પરંતુ સાથે સાથે વેચાણ પણ ઘટ્યું છે. જે અમારા માટે ચિંતાનો વિષય છે. કારણ કે મોટાભાગનું વેચાણ હવે ઓનલાઈન થઈ ગયું છે. અને ડિજિટલ થઈ ગયું છે જેના કારણે વેચાણમાં પણ ઘટાડો થયો હોઈ શકે છે. પરંતુ આશા છે હજુ પણ ચૂંટણીના દિવસો બાકી છે જેથી વેચાણ પણ આગામી દિવસમાં વધી શકે છે. વેપારી ભાવ બાબતે જણાવ્યું કે, અમારી પાસે 2 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધીના દરેક રાજકીય પાર્ટીના અલગ અલગ ધ્વજ છે. જ્યારે ખેસના ભાવની વાત કરીએ તો તે પણ 3 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધીના ખેસ પણ ઉપલબ્ધ છે. જેમાં ભાજપની ટોપી, બલૂન અને મતદારો માટે EVM નો ડેમો જે બે ત્રણ આઈટમ પણ નવી આવી છે.
કૉંગ્રેસના પ્રચાર સાહિત્યના વેચાણમાં વધારો
2022ની વિધાનસભાની ચુંટણીમાં કૉંગ્રેસના પ્રચાર સાહિત્યના વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે. વેપારીઓ જણાવ્યું હતું કે ગતવર્ષની ચૂંટણી કરતા આ વખતે બજારમાં રાજકીય પાર્ટીના વિવિધ ખેસનું વેચાણ ઓછું જોવા મળી રહ્યું છે. જ્યારે આ વખતે જે પણ વેચાણ થયું છે તેમાં કોંગ્રેસ પાર્ટીનું વેચાણ વધારે જોવા મળી રહ્યું છે. તેમજ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓને પોતાના કાર્યાલયથી જ પ્રચારલક્ષી સામગ્રી આપે છે.
પ્રચાર સાહિત્યનું ઉત્પાદન સુરતમાં વધુ થાય
દરેક રાજકીય પાર્ટીના ધ્વજ, ફ્લેગ,ટોપી, ખેસનું ઉત્પાદનની વાત કરવામાં આવે તો મોટાભાગનું ઉત્પાદન સુરતમાં થાય છે. પહેલા અમદાવાદમાંથી ઉત્પાદન કરવામાં આવતું હતું. પરંતુ ફેક્ટરીઓને બંધ થઈ ગઈ છે હાલમાં અમુક જ ફેક્ટરીઓ જ અમદાવાદમાં કાર્યરત છે. પરંતુ મોટાભાગના વેપારી વર્ગના લોકો આ વસ્તુઓ સુરતની ફેક્ટરીઓમાંથી તૈયાર લાવતા હોય છે.