બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Sad News: Businessman Cyrus Mistry passed away in a road accident in Mumbai

શોકના સમાચાર / Cyrus Mistry Death : ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું નિધન, મુંબઈના પાલઘરમાં થયો કાર એક્સિડન્ટ

Hiralal

Last Updated: 05:01 PM, 4 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન અને ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું મુંબઈના પાલઘરમાં માર્ગ અકસ્માતમાં નિધન થયું છે.

  • ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું નિધન
  • મુંબઈના પાલઘરમાં નડ્યો માર્ગ અકસ્માત
  • કાર ડિવાઈડર સાથે અથડાઈ 
  • સાયરસ મિસ્ત્રી ટાટા ગ્રુપનાં છઠ્ઠા ચેરમેન હતા

દેશના જાણીતા ઉદ્યોગપતિ અને ટાટા પૂર્વના ગ્રુપ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું નિધન થયું છે. મુંબઈના પાલઘરમાં તેમની કારને અકસ્માત નડ્યો હતો જેમાં તેમનું મોત થયું હતું. સાયરસ મિસ્ત્રી અને બીજા ચાર લોકો કારમાં મુંબઈથી પાલઘર જઈ રહ્યાં હતા ત્યારે તેમની કાર ડિવાઈડર સાથે અથડાતાં ઉથલી પડી હતી. પાલઘરના એસપીએ તેમના મોતની પુષ્ટિ કરી દીધી છે. 


રતન ટાટા અને સાયરસ મિસ્ત્રી વચ્ચે થયો હતો મોટો વિવાદ 

રતન ટાટા અને સાયરસ મિસ્ત્રી વચ્ચે ઘણા લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. ડિસેમ્બર 2012માં રતન ટાટાએ તેમને ટાટા ગ્રુપના ચેરમેન બનાવ્યા હતા. જોકે ચાર વર્ષ બાદ 2016માં તેમને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. તેમને અચાનક પદ પરથી હટાવવાના કારણે તેઓ કોર્ટમાં પણ ગયા હતા અને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ ગયા હતા જ્યાં ચુકાદો તેમના પક્ષમાં આવ્યો હતો. જો કે આ નિર્ણય બાદ રતન ટાટાએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.

અમદાવાદથી મુંબઈ આવતી વખતે થયો અકસ્માત 
પાલઘર પોલીસ અધિકારીએ જણાવ્યું કે સાયરસ મિસ્ત્રી કારમાં અમદાવાદથી મુંબઈ આવી રહ્યાં હતા ત્યારે પાલઘરમાં તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. કારમાં કુલ 4 લોકો બેઠા હતા જેમાં 2 લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા ત્યારે બીજા બે લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. 

કારમાં ચાર લોકો હતા, બેના મોત, બે હોસ્પટલમાં દાખલ 
સાયરસ મિસ્ત્રી જે કારમાં અમદાવાદથી મુંબઈ આવી રહ્યાં હતા તે કારમાં અકસ્માત વખતે 4 લોકો હાજર હતા જેમાંથી સાયરસ મિસ્ત્રી અને ડ્રાઈવરનું ઘટનાસ્થળે મોત થયું હતું જ્યારે બાકીના બે લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા. 

એનસીપી સાંસદ સુપ્રિયા સુલેએ કર્યું ટ્વિટ 
શરદ પવારના પુત્રી અને એનસીપી સાંસદ સુપ્રિયા સુલેએ ટ્વિટ કરીને જણાવ્યું કે મારા ભાઈ સાયરસ મિસ્ત્રીનું માર્ગ અકસ્માતમાં મોત થયું તે વાત હું માની શકતી નથી. 

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શિંદેએ શોક વ્યક્ત કર્યો
સાયરસ મિસ્ત્રીના નિધન પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે તેમના મોતના સમાચાર સાંભળીને ભારે આઘાત લાગ્યો. 

કોણ હતા સાયરસ મિસ્ત્રી
સાયરસ મિસ્ત્રીનો જન્મ મુંબઈમાં એક પારસી પરિવારમાં થયો હતો. તેઓ પાલોનજી મિસ્ત્રીનાં પુત્ર હતા. તેઓનાં પિતા આઈરિશ નાગરિકત્વ ધરાવે છે. તેઓ પરિવારમાં નાના દીકરા છે અને તેઓનાં મોટાં ભાઇનું નામ શાપુર મિસ્ત્રી છે. તેઓનો એકાદ સદીથી બિઝનેસ ચાલી રહ્યો છે. તેમણે યુનિવર્સિટી ઓફ લંડનથી સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. બાદમાં લંડન બિઝનેસ સ્કૂલમાંથી તેમણે મેનેજમેન્ટમાં માસ્ટર્સ કર્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ