બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / વિશ્વ / Rupee not going down, dollar strengthening: Finance Minister

ચર્ચાસ્પદ નિવેદન / રૂપિયો નીચે નથી જઈ રહ્યો, ડોલર મજબૂત થઈ રહ્યો છે...: USમાં નાણામંત્રીએ આપ્યો આવો જવાબ

Priyakant

Last Updated: 10:52 AM, 16 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશનાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે  વોશિંગ્ટન ડીસીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ભારતીય રૂપિયો ગગડી રહ્યો નથી, પરંતુ અમેરિકી ડોલર મજબૂત થઈ રહ્યો છે

  • દેશનાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણનું ચર્ચાસ્પદ નિવેદન
  • રૂપિયો ગગડી રહ્યો નથી, અમેરિકી ડોલર મજબૂત થઈ રહ્યો છે: સીતારમણ
  • આરબીઆઈ રૂપિયાને નીચે જતા રોકવા માટે તમામ પ્રયાસ કરી રહી છે: સીતારમણ

દેશનાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે હાલમાં એક ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે.  વાત જાણે એમ છે કે, નાણામંત્રી સીતારમણ હાલમાં અમેરિકાની સત્તાવાર મુલાકાતે છે. તે વોશિંગ્ટન ડીસીમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યા હતા. આ કોન્ફરન્સમાં એક પત્રકારે તેમને ભારતીય રૂપિયા વિશે સવાલ કર્યો હતો. પત્રકારે પૂછ્યું, “ભૌગોલિક-રાજકીય તણાવ વચ્ચે રૂપિયામાં નોંધપાત્ર અવમૂલ્યન જોવા મળ્યું છે. આવનારા સમયમાં રૂપિયા માટે તમે કયા પડકારો જોશો અને તમે તેનો કેવી રીતે સામનો કરશો ? 

આ પત્રકારના જવાબમાં સીતારમણે કહ્યું, 'સૌથી પ્રથમ, હું રૂપિયો ગગડી રહ્યો છે તે રીતે જોતો નથી, પરંતુ હું તે જોઉં છું કારણ કે યુએસ ડૉલર મજબૂત થઈ રહ્યો છે. ડૉલર મજબૂત થઈ રહ્યો છે. તેથી સ્વાભાવિક રીતે તે ચલણો તેની સરખામણીમાં નબળી હશે જેની સરખામણીમાં તે મજબૂત થઈ રહ્યો છે. ભારતીય રૂપિયો અન્ય ઊભરતાં બજારોની કરન્સીની સરખામણીમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે. જોકે, આરબીઆઈ રૂપિયાના ઘટાડાને કાબૂમાં લેવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. મહત્વનું છે કે, અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો સતત ગગડી રહ્યો છે. એક ડોલરની કિંમત 82.42 ભારતીય રૂપિયાની બરાબર થઈ ગઈ છે.

ક્રિપ્ટોકરન્સીને લઈ આપ્યું નિવેદન 

નાણામંત્રીએ આ પ્રેસ કોન્ફરન્સમાં ક્રિપ્ટોકરન્સી વિશે પણ વાત કરી હતી. સીતારમને કહ્યું, "અમે ક્રિપ્ટોકરન્સી સંબંધિત બાબતોને G20 દેશોમાં ચર્ચા માટે લાવવા માંગીએ છીએ, જેથી સભ્યો તેના પર વિચાર કરી શકે અને વૈશ્વિક સ્તરે ફ્રેમવર્ક અથવા SOP પર પહોંચી શકે." દેશોમાં તકનીકી રીતે સંચાલિત નિયમનકારી માળખું હોઈ શકે છે. આ સિવાય નાણામંત્રીએ વેપાર ખાધ પર પણ વાત કરી હતી.  

ભારતમાં EDના દુરુપયોગના સવાલ પર શું કહ્યું ? 

વોશિંગ્ટન ડીસીમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં નાણામંત્રીને વિરોધીઓ સામે EDના દુરુપયોગ અંગે પણ સવાલ પૂછવામાં આવ્યો હતો. આના પર સીતારમણે કહ્યું, 'ઇડી જે કરે છે, તે સંપૂર્ણપણે સ્વતંત્ર છે. તે પોતાના નિર્ણયો લેવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે. તે એક એવી એજન્સી છે જે વિકટ ગુનાઓનો પીછો કરે છે. એવા દાખલા છે, જે ખૂબ જ જાણી શકાય તેવા છે અને જો EDના અધિકારીઓ કેટલાક પ્રથમદર્શી પુરાવાઓને કારણે ત્યાં જાય છે, તો તે તેમના હાથમાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ