બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Re-entry of Meghraja in Gujarat: Several low-lying areas flooded

મેઘમલ્હાર / 4 ઈંચ વરસાદ સાથે જામનગર જળબંબાકાર, માંડવીમાં પોણા ત્રણ ઈંચ ખાબક્યો: ગુજરાતમાં 24 કલાકમાં જુઓ ક્યાં ક્યાં મેહુલિયો ત્રાટક્યો

Malay

Last Updated: 11:27 AM, 9 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે સમગ્ર ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે.

  • ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ
  • ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ
  • ડેમ ઓવરફ્લો અને નદીઓ બે કાંઠે વહેતી થઈ
  • નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા 

રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તેમજ નાની મોટી નદીઓ ફરી બે કાંઠે વહેતી થઈ છે અને ડેમમાં પાણીની આવક પણ વધી છે. તો બીજી તરફ વરસાદના પગલે અનેક ધોધ સોળે કળીએ ખીલી ઉઠ્યા છે. નદીમાં ભારે પૂર આવતા કોઝવે ઉપરથી પાણી વહેતા થયા છે. જેને પગલે વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે. ભારે વરસાદના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. 

સાબરમતી નદીમાં નવા નીરની આવક 
સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  ઉપરવાસમાં ભારે વરસાદથી સાબરમતી નદીમાં નવા નીર આવ્યા છે. સાબરમતી નદીમાં નવા નીર આવતા ધરોઈ ડેમમાં પાણીની આવક થઈ છે. ઉત્તર ગુજરાતની જીવાદોરી ધરોઈ ડેમમાં પાણીની આવક નોંધાઈ છે.  ધરોઈ ડેમમાં 2 હજાર ક્યૂસેક પાણીની આવક નોંધાઈ છે. ચોમાસાની શરૂઆતમાં જ ધરોઈ ડેમ 63%થી વધુ ભરાયો છે. સાબરકાંઠાના પોશીનામાં પણ ધોધમાર વરસાદ વરસતા પાણી ભરાયા છે. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. પોશીના સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. 

પોપટપરાના નાળામાં પાણી ભરાયું
રાજકોટમાં ધીમાધારે વરસાદ વરસી રહ્યો છે.  રિંગ રોડ, મવડી, યુનિવર્સિટી રોડ, નાના મૌવા રોડ, મોટા મૌવા, કનૈયા ચોક, જંકશન વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. સવારથી અત્યાર સુધીમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. વરસાદને લઈ રાજકોટના પોપટપરાના નાળામાં પાણી ભરાયું છે. થોડા વરસાદમાં નાળુ પાણીથી ભરાયું છે.

બનાસકાંઠામાં ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ 
બનાસકાંઠા જિલ્લામાં  પણ ભારે વરસાદ વરસી રહ્યો છે.  ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. અત્યાર સુધી અંદાજે 8થી 10 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને લઈને વહીવટી તંત્ર પણ એલર્ટ થઈગયું છે. ડીસામાં ધોધમાર વરસાદથી અનેક ખેતરો બેટમાં ફેરવાયા છે. ખેતરોમાં વરસાદી પાણી ભરાતા બાજરી અને સૌથી વધુ મગફળીના પાકને નુકસાન થયું છે.  સરકાર તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવે તેવી ખેડૂતોની માંગ છે.

કચ્છમાં સતત બીજા દિવસ ભારે વરસાદ
કચ્છમાં સતત બીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે. ભુજ, માધાપર, મિરઝાપર, કુકમા, સુખપર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આપને જણાવી દઈએ કે,  કચ્છમાં આજે પણ અતિભારે વરસાદની આગાહી છે

અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ
અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. સૌથી વધુ ભિલોડામાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને લઈ ભિલોડાની મુખ્ય બજારમાં પાણી ભરાયા છે. ભિલોડા-ઈડર હાઈવે પર પણ પાણી ભરાયા છે. હાઈવે પર પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. ધનસુરામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ધનસુરામાં અડધા કલાકમાં 1.5 ઈંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ધનસુરામાં બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા છે. ધનસુરા-નડિયાદ હાઈવે પર પણ પાણી ભરાયા છે.

છેલ્લા 24 કલાકમાં 224 તાલુકામાં વરસાદ
જામનગરમાં છેલ્લા 24 કલાકમાં સાડા 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ગીર સોમનાથના તાલાલામાં સવા 4 ઈંચ, મહેસાણાના વિજાપુરમાં પોણા 4 ઈંચ,  ગીર સોમનાથના વેરાવળમાં સવા 3 ઈંચ, સુરતના માંડવીમાં પોણા 3 ઈંચ, મોરબી અને પાટણના હારીજમાં અઢી ઈંચ, નવસારીના વાસંદા અને હિમતનગરમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. સાથે જ ભુજ અને સૂત્રાપાડામાં સવા બે ઈંચ વરસાદ નોંધાયો છે. ટંકારા અને હળવદમાં સવા બે ઈંચ વરસાદ, માંગરોળ, બારડોલી, ઉમરપાડા અને ખેરગામમાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં ખેડબ્રહ્મા અને ગાંધીનગરમાં બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ સાથે જ રાજ્યના 222 તાલુકાઓમાં 2 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ