બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / બિઝનેસ / RBI Monetary Policy biggest announcement for UPI users, PIN no longer required for payments, transaction limit increased

મોનિટરી પોલિસી / UPI યુઝર્સ માટે RBIનું સૌથી મોટું એલાન, હવે પેમેન્ટ માટે નહીં પડે પીનની જરૂરિયાત, ટ્રાન્ઝેક્શનની લિમિટ પણ વધારી

Megha

Last Updated: 12:40 PM, 10 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBI Monetary Policy Meet News: રિઝર્વ બેંક દ્વારા આજે યોજાયેલ બેઠકમાં UPI લાઇટ યુઝર્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. UPI લાઇટ ટ્રાન્ઝેક્શન લિમિટ 200 રૂપિયાથી વધારીને 500 રૂપિયા કરવામાં આવી છે.

  • RBIની બેઠકમાં UPIને લઈને મોટો નિર્ણય લેવાયો 
  • UPI લાઇટ યુઝર્સ માટે ટ્રાન્ઝેક્શન લિમિટ વધારી 
  • સાથે જ ઑફલાઇન પેમેન્ટની સુવિધા પણ લાવવામાં આવશે

Transaction limit on UPI lite: RBIની મોનેટરી પોલિસી કમિટીની આજે યોજાયેલ બેઠકમાં યુપીઆઈને લગતા મોટા નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. એટલે જો તમે UPI યુઝર છો તો આ સમાચાર તમને ખુશ કરી દેશે.  RBIએ UPI Lite પર ટ્રાન્ઝેક્શન લિમિટ વધારી છે. સાથે જ ટૂંક સમયમાં ઓફલાઈન પેમેન્ટની સુવિધા પણ શરૂ કરવામાં આવશે.

UPI લાઇટ યુઝર્સ માટે ટ્રાન્ઝેક્શન લિમિટ વધારી 
રિઝર્વ બેંક દ્વારા UPI લાઇટ યુઝર્સ માટે ટ્રાન્ઝેક્શન લિમિટ 200 રૂપિયાથી વધારીને 500 રૂપિયા કરવામાં આવી છે. UPI લાઇટ સપ્ટેમ્બર 2022 માં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) અને RBI દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ UPI પેમેન્ટ સિસ્ટમનું સરળ વર્ઝન છે.

ઑફલાઇન પેમેન્ટની સુવિધા પણ લાવવામાં આવશે
RBI ગવર્નર શક્તિકાંત દાસે UPI પેમેન્ટ્સ વધારવા માટે અનેક પગલાંની જાહેરાત કરી હતી અને એ સાથે જ પોતાના નિવેદનમાં આ અંગેની માહિતી આપી હતી કે RBIએ UPI Lite પર ટ્રાન્ઝેક્શન લિમિટ વધારીને 200 રૂપિયાથી 500 રૂપિયા સુધી કરશે. આ સાથે જ ટૂંક સમયમાં UPI દ્વારા ઑફલાઇન ટ્રાન્જેકશનની સુવિધા પણ લાવવામાં આવશે અને UPI પ્લેટફોર્મ પર વાતચીતની ચુકવણીની સુવિધા પણ શરૂ કરવામાં આવશે.

RBIએ ત્રીજી વખત પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી
RBIની મોનેટરી પોલિસી કમિટીએ સતત ત્રીજી વખત પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. હાલમાં RBIનો રેપો રેટ 6.50 ટકા પર રહેશે. અગાઉ RBIએ એપ્રિલ અને જૂનના પોલિસી ચક્રમાં પણ વ્યાજ દરોને વિરામ પર રાખ્યા હતા.  રેપો રેટમાં છેલ્લો ફેરફાર ફેબ્રુઆરી 2023માં જોવા મળ્યો હતો. તે સમયે RBIએ 0.25 ટકાનો વધારો કર્યો હતો. RBIએ મે 2022 થી ફેબ્રુઆરી 2023 સુધી વ્યાજ દરોમાં 2.50 ટકાનો વધારો કર્યો છે. જો કે, નિષ્ણાતો કહે છે કે, RBI આ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવાના મૂડમાં નથી. શક્ય છે કે, સેન્ટ્રલ MPC આવતા વર્ષના પહેલા છ મહિનામાં વ્યાજ દરોમાં વધારો કરી શકે.

RBI માટે સૌથી મોટી સમસ્યા કઈ ? 
હકીકતમાં દેશમાં મોંઘવારી RBI માટે સૌથી મોટી સમસ્યા બની રહી છે. ઘણા પોલ્સ અને અંદાજો અનુસાર જુલાઇ મહિનામાં છૂટક ફુગાવો 6.5 ટકાથી 6.70 ટકાની વચ્ચે રહી શકે છે. મે મહિનામાં રિટેલ મોંઘવારી દર 4.25 ટકા હતો અને જૂન મહિનામાં તે વધીને 4.80 ટકા થયો હતો, જે આ વર્ષની સૌથી ઊંચી હોવાનું પણ કહેવાય છે. આવી સ્થિતિમાં RBI આરબીઆઈ સામે સૌથી મોટો પડકાર એ છે કે, આગામી મહિનાઓ માટે RBI દ્વારા કયા પ્રકારના અંદાજિત ફુગાવાના આંકડા રજૂ કરવામાં આવશે. કારણ કે રિઝર્વ બેંક દ્વારા રજૂ કરવામાં આવેલા અગાઉના આંકડા સંપૂર્ણપણે પડી ભાંગ્યા છે.

શાકભાજીના ભાવથી પણ મુશ્કેલી 
જૂન મહિનામાં ઓછા વરસાદને કારણે અને તે પછી દેશના કેટલાક ભાગોમાં અતિવૃષ્ટિ અને અન્ય ભાગોમાં ખૂબ ઓછા વરસાદને કારણે દેશમાં શાકભાજીના ભાવમાં વધારો થયો છે. ખાસ કરીને ટામેટાંના ભાવ સામાન્ય લોકોના ખિસ્સા પર સૌથી વધુ ફટકો પડ્યો છે. આ જ કારણ છે કે જુલાઈમાં છૂટક મોંઘવારી ખૂબ ઊંચી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. દેશમાં ટામેટાના ભાવ 300 રૂપિયા અને આદુના ભાવ 400 રૂપિયાથી વધુ જોવા મળી રહ્યા છે. જેના ભાવ ઓક્ટોબર સુધી સમાન રહેવાની ધારણા છે. નિષ્ણાતોનું માનીએ તો અસમાન વરસાદની અસર અન્ય શાકભાજીના ભાવમાં પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ