બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / Ravindra Jadeja remembers balasaheb Thackeray before voting, see what advice he gave to Gujaratis?

ચૂંટણી 2022 / મતદાન પહેલા રવીન્દ્ર જાડેજાને યાદ આવ્યા બાળાસાહેબ ઠાકરે, જુઓ ગુજરાતીઓને શું આપી સલાહ?

Megha

Last Updated: 09:11 AM, 1 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રવિન્દ્ર જાડેજા ગુજરાત ચૂંટણીમાં પોતાની પત્ની માટે પ્રચારમાં વ્યસ્ત છે એવામાં એમને બાળાસાહેબ ઠાકરેના જૂના કાર્યક્રમનો વિડીયો શેર કરીને ગુજરાતીઓને સલાહ આપી હતી.

  • રવિન્દ્ર જાડેજા ગુજરાત ચૂંટણીમાં પોતાની પત્ની માટે પ્રચારમાં વ્યસ્ત
  • રવિન્દ્ર જાડેજાએ બાળાસાહેબ ઠાકરેના જૂના કાર્યક્રમનો વિડીયો કર્યો શેર 
  • રવીન્દ્ર જાડેજાના બેન છે કોંગ્રેસના ઉમેદવાર 

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હાલ ગુજરાત ચૂંટણીમાં પોતાની પત્ની માટે પ્રચારમાં વ્યસ્ત છે અને આ દરમિયાન એમને શિવસેનાના સંસ્થાપક દિવંગત બાળ ઠાકરેનો એક વીડિયો શેર કર્યો  હતો અને આ વિડીયો શેર કરતાંની સાથે એમને ગુજરાતીઓને સલાહ પણ આપી હતી. જણાવી દઈએ કે જાડેજાના પત્ની રીવાબા જામનગર બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીની ટિકિટ સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.

શેર કરેલ વિડીયો સાથે આ આપી સલાહ
રવિન્દ્ર જાડેજાએ તેમના ટ્વિટર હેન્ડલ પરથી જે વિડીયો શેર કર્યો છે એ વીડિયો બાળ ઠાકરેના જૂના કાર્યક્રમનો છે અને તેમાં તેઓ કહેતા સાંભળી શકાય છે કે, ' મારી પાસે કહેવા માટે એટલું જ છે કે જો નરેન્દ્ર મોદી ગયા તો ગુજરાત પણ ગયું.' આ વિડીયો પોસ્ટ કર્તાની સાથે જ જાડેજાએ પોસ્ટમાં લખ્યું હતું કે, 'હજુ પણ સમય છે, સમજી જાઓ ગુજરાતીઓ.' જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાએ વર્ષ 2019માં ભાજપ સાથે જોડાયા હતા.

રવીન્દ્ર જાડેજાના બેન છે કોંગ્રેસના ઉમેદવાર 
અંહિયા ખાસ વાત એ છે કે રવીન્દ્ર જાડેજાની બહેન નયનાબા કોંગ્રેસના ઉમેદવાર છે, આટલું જ નહીં પણ તેમના પિતા પણ કોંગ્રેસ માટે પ્રચાર કરી રહ્યા છે. જણાવી દઈએ કે ચૂંટણી પહેલા જ જાડેજાના પત્ની રીવાબાએ સ્પષ્ટ કરી દીધું હતું કે તેમના પરિવારમાં કોઈ મતભેદ નથી બસ વિચારધારાની વાત છે. જો કે વર્ષ 2012માં ભાજપે એ સીટ પરથી ધર્મેન્દ્રસિંહ જાડેજાને મેદાનમાં ઉતાર્યા હતા.

ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન
આજે રાજ્યની 182 બેઠકોમાંથી સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. રાજ્યના 19 જિલ્લાના 25 હજાર 430 મતદાન મથકો પર પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયું છે. પ્રથમ તબક્કામાં 2 કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો સાંજના 5 વાગ્યા સુધી પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરશે. પ્રથમ તબક્કાની 89 બેઠકો પર કુલ 788 ઉમેદવારો મેદાનમાં છે. આ 788 ઉમેદવારોનું ભાવિ આજે EMVમાં કેદ થશે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ