બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / રાજકોટ / rajkot school van road accident one student death

મોટી દુર્ઘટના / રાજકોટમાં સ્કૂલ વાનને નડ્યો ગંભીર અકસ્માત, ધો. 5ની વિદ્યાર્થીનીનું મૃત્યુ તો 9 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા

Dhruv

Last Updated: 09:56 AM, 18 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ગુજરાતમાં એક સાથે ત્રણ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં રાજકોટમાં સ્કૂલ વાનનો અકસ્માત થતા ધો. 5ની વિદ્યાર્થીનીનું મૃત્યુ થયું છે.

  • રાજકોટના જસદણ પાસે અકસ્માતમાં વિદ્યાર્થીનીનું મૃત્યુ
  • એકલવ્ય સ્કૂલ વાન અને ફોર વ્હીલરનો અકસ્માત
  • ધો. 5ની વિદ્યાર્થીનીનું મૃત્યુ તો 9 લોકો ઈજાગ્રસ્ત

રાજ્યમાં આજે વિવિધ જગ્યાએ અકસ્માતની ત્રણ ઘટનાઓ ઘટી છે જેમાં 4 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તાજેતરમાં જ રાજકોટના જસદણ પાસે જસદણની એકલવ્ય સ્કૂલ વાન અને ફોર વ્હીલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં એક વિદ્યાર્થીનીનું મોત નિપજ્યું છે. આટકોટ અને હનુમાન ખારચીયા ગામ વચ્ચે અકસ્માત સર્જાતા ધોરણ 5ની વિદ્યાર્થીનીનું મૃત્યુ થયુ છે. જ્યારે 9 લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

સુરત-અમદાવાદ નેશનલ હાઈવે નં. 48 પર એક્ટિવા અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા 2ના મોત

અત્રે તમને જણાવી દઇએ કે, બીજી બાજુ સુરત-અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર એક્ટિવા અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા 2ના મોત થયા છે. તો બીજી બાજુ સુરતના વાંકલ સ્વામિનારાયણ મંદિર નજીક ડમ્પર નીચે બાઈક ઘૂસી જતા એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે.

 

એક્ટિવા અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના મૃત્યુ

સુરત-અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં 2 લોકોના મોત નિપજ્યાં છે. એક્ટિવા અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના મૃત્યુ થયા છે. કોસંબા ઓવરબ્રીજ નજીક આ દુર્ઘટના સર્જાઈ છે. જો કે, અકસ્માત સર્જાતા તુરંત આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતાં. આ મામલે પોલીસને જાણ કરાતા તુરંત કોસંબા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. હાલમાં કોસંબા પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઇને વધારે તપાસ હાથ ધરાઇ રહી છે.

વાંકલ સ્વામિનારાયણ મંદિર નજીક ડમ્પર નીચે બાઈક ઘૂસી જતા યુવકનું ઘટનાસ્થળે જ મોત

તો સુરતના વાંકલ સ્વામિનારાયણ મંદિર નજીક પણ અકસ્માત સર્જાયો છે. જેમાં ડમ્પર નીચે બાઈક ઘૂસી જતા એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. જો કે, અન્ય 2 બાઈકસવારનો પણ આબાદ બચાવ થયો છે. ત્યારે આ અકસ્માતની ઘટનામાં પણ પોલીસને જાણ થતા માંગરોળ પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. હાલમાં માંગરોળ પોલીસે આ મામલે વધારે તપાસ હાથ ધરી છે.

રવિવારે પુણા વિસ્તારમાં BRTS બસની હડફેટે આવતા એક રાહદારીનું મૃત્યુ થયું હતું

ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે રવિવારનાં રોજ પણ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં સુરતના પુણા વિસ્તારમાં બેફામ બનેલી BRTS બસની હડફેટે આવતા એક રાહદારીનું મૃત્યુ થયું હતું. જો કે આ ઘટનામાં અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોએ પથ્થરમારો કર્યો હતો. રોષે ભરાયેલા લોકોએ બસના કાચ તોડીને તોડફોડ કરી હતી. બાદમાં પુણા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આ સમગ્ર મામલાને થાળે પાડ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ