બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Rajasthan Royals are close to the playoffs, Delhi Capitals are waiting for a win, know points table

IPL 2023 / પ્લેઓફની નજીક પહોંચી રાજસ્થાન રોયલ્સ તો એક જીત માટે તરસી રહી છે દિલ્હી કેપિટલ્સ, જાણો પોઈન્ટ ટેબલનો હાલ

Megha

Last Updated: 03:11 PM, 18 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023 Points Table Update : પોઈન્ટ ટેબલમાં જે ટીમો આઠમા, નવમા અને દસમા નંબર પર છે એ ટીમ માટે હવે દરેક મેચ જીતવી જરૂરી છે. જો હવે એક પણ મેચ હારશે તો એ ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે.

  • દરેક મેચ પછી પોઈન્ટ ટેબલમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળે 
  • પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન રોયલ્સ ટીમ નંબર વન પર 
  • એક પણ મેચ હારશે તો આ ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર

IPL 2023 Points Table Update : IPL 2023 નો રોમાંચ ચાલુ છે અને દરરોજ ટીમો સામસામે ટકરાઇ રહી છે. આ સાથે જ જેમ જેમ દિવસો જાય છે એમ પ્લેઓફમાં સ્થાન મેળવવાની રેસ વધુ ચુસ્ત બની રહી છે. એવામાં જો આપણે IPL 2023 ના પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો દરેક મેચ પછી તેમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળે છે. અત્યારની સ્થિતિ મુજબ  કેટલીક ટીમો આગળ વધી રહી છે, તેમના માટે પ્લેઓફમાં જવાનો રસ્તો થોડો સરળ લાગે છે પણ આ પોઈન્ટ ટેબલમાં જે ટીમો આઠમા, નવમા અને દસમા નંબર પર છે એ ટીમ માટે હવે દરેક મેચ જીતવી જરૂરી છે. જો હવે એક પણ મેચ હારશે તો એ ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે. 

ચાલો જોઈએ આ સમયે પોઈન્ટ ટેબલ કેવું છે, કઈ ટીમો હાલમાં ટોપ 4માં છે અને કઈ ટીમ છેલ્લા સ્થાને છે. 

પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન રોયલ્સ ટીમ નંબર વન પર 
- IPL 2023 ના પોઈન્ટ ટેબલ વિશે વાત કરીએ તો રાજસ્થાન રોયલ્સની ટીમ  હાલમાં નંબર વનની ખુરશી પર કબજો કરીને બેઠી છે. આ સાથે જ જણાવી દઈએ કે ટીમે અત્યાર સુધીમાં પાંચ મેચ રમી છે અને તેમાંથી ચારમાં જીત મેળવી છે. ટીમનો RR એકમાત્ર એવી ટીમ છે જેનો નેટ રન રેટ એક કરતા વધુ પ્લસ છે. 
- બીજા નંબર પર છે લખનૌ સુપર જાયન્ટ્સ. આ ટીમે પાંચમાંથી ત્રણ મેચ જીતી છે અને એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. 
- રવિવારે આરસીબીને હરાવ્યા બાદ એમએસ ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ એટલે કે CSKની ટીમ ત્રીજા નંબર પર પહોંચી ગઈ છે. સ ટીમે પાંચમાંથી ત્રણ મેચ જીતી છે અને બેમાં હારનો સામનો કરવો પડ્યો છે.
- IPL 2022 ની ચેમ્પિયન ટીમ હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સે પાંચમાંથી ત્રણ મેચ જીતીને અને બે મેચ હારીને છ પોઈન્ટ મેળવ્યા છે. 

જણાવી દઈએ કે ટોચની 4 ટીમના સમાન પોઈન્ટ છે, ત્યારબાદ નેટ રન રેટના આધારે નંબર નક્કી કરવામાં આવે છે. આ ટોપ ચાર ટીમોની વાત થઈ ચાલો આગળના પોઈન્ટ ટેબલ પર નજર કરીએ. 

- શિખર ધવનની કપ્તાનીવાળી પંજાબ કિંગ્સે તેની પાંચમાંથી ત્રણ મેચ જીતી છે અને બે મેચ હારી છે અને પાંચમા સ્થાને છે.
- KKRની ટીમ પાંચમાંથી માત્ર બે મેચ જીતી શકી છે અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે, જેથી ટીમ હાલમાં ચાર પોઈન્ટ સાથે છઠ્ઠા નંબર પર છે. 
- આરસીબીની ટીમ વધુ એક મેચ હારી ગઈ છે, તેથી પાંચમાંથી ટીમની બે જીત અને ત્રણમાં હાર છે, ટીમ હજુ પણ સાતમા નંબર પર છે. 
- મુંબઈ ઈન્ડિયન્સ ચારમાંથી માત્ર બે મેચ જીતી શકી છે અને બેમાં હાર્યું છે. ટીમના ચાર પોઈન્ટ છે. 
- સનરાઈઝર્સ હૈદરાબાદે પણ ચારમાંથી બે મેચ જીતી છે અને બેમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ ચાર પોઈન્ટ સાથે નવમા ક્રમે છે. 
- સૌથી વધુ ટેન્શન દિલ્હી કેપિટલ્સની ટીમ છે. ટીમ તેની શરૂઆતની પાંચ મેચ હારી ચૂકી છે અને હજુ પણ તેની પ્રથમ જીતની રાહ જોઈ રહી છે. ટીમ પાસે એક પણ પોઈન્ટ નથી અને નેટ રન રેટ પણ ખૂબ જ ખરાબ છે. 
જો ટીમ આગામી કેટલીક વધુ મેચ હારી જશે તો ટીમ માટે ટોપ 4માં સ્થાન મેળવવું અને પ્લેઓફમાં પોતાનું સ્થાન બનાવવું મુશ્કેલ બની જશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ