બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

VTV / ભારત / rajasthan new cm face vasundhara raje created trouble in rajasthan legislature party meeting postponed

હવે શું / વસુંધરા રાજેને CMથી ઓછું કંઈ ખપતું નથી પણ હાઈ કમાન્ડને પસંદ નથી, રાજસ્થાનમાં ફરી ફસાયો પેચ

Hiralal

Last Updated: 05:57 PM, 10 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનમાં મુખ્યમંત્રીને લઈને ફરી પેચ ફસાયો છે. વસુંધરા રાજેને સીએમથી ઓછું કંઈ ખપતું નથી પરંતુ હાઈ કમાન્ડ તે પસંદ નથી આવામા હવે મંગળવારે જયપુરમાં ધારાસભ્ય દળની બેઠક થશે.

  • રાજસ્થાનમાં ભાજપ હાઈ કમાન્ડને સીએમ પસંદ કરવામાં પરસેવો પડ્યો 
  • વસુંધરા રાજેને સીએમથી ઓછું કંઈ ખપતું નથી પણ હાઈ કમાન્ડને પસંદ નથી 
  • આજે ફરી સમર્થક ધારાસભ્યો સાથે બેઠક કરી
  • હવે મંગળવારે રાજનાથની હાજરીમાં થશે ધારાસભ્ય દળની બેઠક

રાજસ્થાનમાં જે રીતે વસુંધરા રાજે પોતાના સમર્થકો ધારાસભ્યો સાથે બેઠક કરી રહ્યાં છે તે જોતાં ભાજપ હાઈ કમાન્ડને સીએમ પસંદ કરવામાં પરસેવો પડી રહ્યો છે. વસુંધરા રાજેને સીએમથી ઓછું કંઈ ખપતું નથી પરંતુ હાઈ કમાન્ડ કોઈ નવા ચહેરાને સીએમ બનાવવા માગે છે

સોમવારના બદલે મંગળવારે થશે ધારાસભ્ય દળની બેઠક 
ભાજપ વિધાયક દળની બેઠક મંગળવારે યોજાશે. અગાઉ આ બેઠક સોમવારે યોજાવાની હતી. પરંતુ નવા સીએમની શોધ માટે જાહેર કરવામાં આવેલા નિરીક્ષકો રાજનાથ સિંહ, સરોજ પાંડે અને વિનોદ તાવડે આજે જયપુર પહોંચ્યા નથી. માનવામાં આવી રહ્યું છે કે ધારાસભ્ય દળની બેઠક મંગળવારે થશે. દલીલ આપવામાં આવી રહી છે કે રાજનાથ સિંહનો લખનઉમાં કાર્યક્રમ છે તેથી તેઓ જયપુર પહોંચી શક્યા નથી જોકે આ માત્ર વાત છે હકીકતમાં વસુંધરાના શક્તિ પ્રદર્શનથી હાઈ કમાન્ડને ડર લાગ્યો છે.

વસુંધરા રાજે જીદ પર મક્કમ 
રાજકીય નિષ્ણાતો કહે છે કે વસુંધરા રાજે જીદ પર અડગ છે. આવી સ્થિતિમાં સર્વસંમતિના અભાવે નિરીક્ષકોની આજે જયપુરની મુલાકાત મોકૂફ રાખવામાં આવી છે. રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે વસુંધરા રાજે મોદી-શાહને પડકાર ફેંકી રહ્યા છે. વાસ્તવમાં વસુંધરા રાજેથી પાર્ટી હાઈકમાન્ડ ડરી ગયું છે. કારણ કે ધારાસભ્યોનું સમર્થન વસુંધરા રાજેના પક્ષમાં છે. જ્યારે હાઈકમાન્ડ વસુંધરા રાજેને પસંદ નથી કરી રહ્યું. જો તેમને ગમ્યું હોત તો તેમણે સીએમ ચહેરો જાહેર કરી દીધો હોત. પણ એવું ન થયું. વસુંધરા રાજેના ઘરે હજુ પણ સમર્થકોનો જમાવડો છે. પૂર્વ મંત્રી દેવી સિંહ ભાટી તેમના ધારાસભ્ય પૌત્ર અશુમન સિંહ સાથે જયપુર સ્થિત તેમના નિવાસસ્થાને વસુંધરા રાજેને મળવા આવ્યા હતા. આજે પણ વસુંધરા રાજેના ધારાસભ્યોને મળવાની પ્રક્રિયા દિવસભર ચાલુ રહી હતી. વિધાનસભા પક્ષની બેઠક પહેલા વસુંધરા રાજે દ્વારા શક્તિ પ્રદર્શન તરીકે રાજકીય નિષ્ણાતો તેને જોઈ રહ્યા છે.

વસુંધરા રાજેની અવગણના ભાજપને ભારે પડશે 
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે પૂર્વ સીએમ વસુંધરા રાજેની અવગણના કરવાથી પાર્ટી હાઇકમાન્ડને નુકસાન થઈ શકે છે. વસુંધરા રાજે જિદ્દી છે. સીએમથી ઓછું કોઈ પદ સ્વીકાર્ય નથી. આવી સ્થિતિમાં પાર્ટી હાઈકમાન્ડ માટે સીએમ નક્કી કરવું મુશ્કેલ બની રહ્યું છે. રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે વસુંધરા રાજેની અવગણનાથી પાર્ટીને ભારે પડી શકે છે. કારણ કે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં માત્ર વસુંધરા રાજે જ રાજકીય સમીકરણ હાંસલ કરી શકે છે. આ જ કારણ છે કે રાજસ્થાન ભાજપમાં વસુંધરા રાજેથી મોટો કોઈ ચહેરો નથી. રાજસ્થાનમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, અશ્વિની વૈષ્ણવ, કિરોરી લાલ મીણા, અર્જુન મેઘવાલ અને વસુંધરા રાજે સહિત અડધો ડઝન નામ સીએમની રેસમાં છે.

વસુંધરા રાજેના 13 નંબરના બંગલામાં હલચલ મચી 
વસુંધરા રાજેના જયપુરમાં આગમન સાથે જ ફરી એકવાર સિવિલ લાઇન્સમાં આવેલા તેમના બંગલામાં હલચલ મચી ગઇ હતી. રવિવારે લગભગ એક ડઝન ધારાસભ્યો રાજેના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ દરમિયાન કોટા ઉત્તરથી ભાજપના ઉમેદવાર રહેલા પ્રહલાદ ગુંજાલે રાજેને મુખ્યમંત્રી બનાવવાની જોરદાર હિમાયત કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ