બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / Rains in Banaskantha district have caused heavy damage to crops including millets

આકાશી આફત / બનાસકાંઠા જળબંબાકાર: ખેતરો અને ઘરોમાં 5-5 ફૂટ પાણી, દ્રશ્યોમાં દર્દ છલકાય છે

Dinesh

Last Updated: 09:09 PM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થરાદ, ધાનેરા અને ડિસા સહિતના વિસ્તારોમાં ખેતરમાં વસવાટ કરતાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે તેમજ અનાજ અને ઘરવખરી પલળી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે

  • બનાસકાંઠા જિલ્લામાં વરસાદથી તારાજી
  • ડીસાના 15 તળાવ થયા ઓવરફ્લો
  • ખેડૂતોને બાજરીના પાકમાં મોટું નુકસાન પહોંચ્યું


કચ્છ-દ્વારકા બાદ બિપરજોયનો કહેર બનાસકાંઠા જિલ્લામાં પણ વરસ્યો છે. જિલ્લામાં ભારે પવન સાથે ભારે વરસાદ થયો છે. જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ભારે વરસાદથી ખેતરો હજુ પણ તરબતર છે. 24 કલાક બાદ પણ લોકોના ઘરમાં અને ખેતરોમાં પાણી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.

વરસાદથી ખેતરો હજુ પણ તરબતર 
થરાદ, ધાનેરા અને ડિસા સહિતના વિસ્તારોમાં ખેતરમાં વસવાટ કરતાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે તેમજ અનાજ અને ઘરવખરી પલળી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જ્યાં તમામ ખેતરો પણ જળબંબાકાર જોવા મળી રહ્યા છે. સ્થાનિકોએ તાત્કાલિક સહાય ચૂકવવા માગ કરી રહ્યાં છે. જિલ્લાના વાવ, થરાદ, લાખણી અને ધાનેરામાં દાડમમાં સૌથી વધુ નુકસાન થયું છે. ખેડૂતોએ 5 વર્ષથી ઉછરેલા દાડમના છોડ જમીનદોસ્ત થતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે. બીજી તરફ લાખણી પંથકમાં અનેક ગામોમાં આકાશી આફતે તબાહી મચાવી છે. જ્યાં એક તરફ ખેડૂતો ચોમાસું વાવાતરની તૈયારીમાં હતા તો બીજી તરફ વાવાઝોડા અને વરસાદના કારણે ખેતરમાં 5 ફૂટ પાણી ભરાતા ખેડૂતોની હાલત કફોડી બની છે.. અહીં ખેડૂતોને બાજરીના પાકમાં મોટું નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોની તમામ ઘરવખરી સાથે તેમના પશુઓને ખાવા માટેનો ચારો પણ નાશ પામ્યો છે..

ખેતરો બેટમાં ફેરવાયા
તો બીજી તરફ લાખણી તાલુકાના અનેક ગામના ખેતરો બેટમાં ફેરવાયા છે જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે ચડી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદ ખાબકતા ડેકા ગામમાં ભારે નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા બાજરીના પાકને ભારે નુકસાન થયું છે. અહીં  ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. તેમજ અહી પણ સરકાર સર્વે કરી યોગ્ય સહાય કરે તેવી ખેડૂતો માગ કરી રહ્યાં છે. 

ખેડૂતોઓએ વેદના ઠાલવી
થરાદ, ધાનેરા અને ડીસાના ગામડાઓમાં વરસાદના 12 કલાક બાદ પણ ખેતરોમાં 5 ફૂટ પાણી ભરાયેલા દર્શયો સામે આવ્યા છે. જ્યાં ખેડૂતોએ જણાવ્યું કે, ચોમાસાની શરૂઆતમાં જ આવી હાલત થઈ ગઈ છે અને હવે ખેડૂતો ચોમાસામાં ખેતી કરવી મુશ્કેલ બનશે તેમણે વધુમાં કહ્યું કે, પશુઓ માટેનો ઘાસચારો પણ પાણીમાં છે તો બીજી તરફ નવા ઘાસચારાનું વાવતેર થઈ શકે તેમ નથી અને પાણી ભરાયા હોવાથી ખેતીકામ બંધ રહેશે. 

15 તળાવ ઓવરફ્લો થયા 
બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ બાદ અનેક ગામમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે તો બીજી સારી બાબત પણ સામે આવી છે, કે ડીસા તાલુકાના 15 તળાવ ઓવરફ્લો થયા છે. તળાવો ઓવરફ્લો થતાં ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તળાવો ભરાતા ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહેશે. 

શાળાની દીવાલ જમીન દોસ્ત
ડીસા તાલુકાની લાંછિયા પ્રાથમિક શાળાની દીવાલ જમીન દોસ્ત છે. શાળાની અંદરથી પાણી પસાર થતા દીવાલ તૂટી છે જેના કારણે શાળામાં આવવાનો રસ્તો બંધ થયો છે. ઘટના સમયે શાળામાં રજા હોવાથી મોટી જાનહાનિ ટળી છે તેમજ બે દિવસ બાદ આજે શાળા શરૂ થઈ છે. રસ્તો ખરાબ હોવાના કારણે આજે ધોરણ 1થી 5માં માત્ર 25 બાળકો જ શાળામાં પહોંચ્યા હતા 


 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ