બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / rain in Ahmedabad city gujarat Rainfall forecast

મેઘમલ્હાર / હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા, અનેક વિસ્તારમાં પાણી ભરાયા

Hiren

Last Updated: 06:45 PM, 25 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી રાજ્યમાં સારા વરસાદની શક્યતા વચ્ચે અમદાવાદ શહેર અને આસપાસના ગામડાઓમાં શનિવારે મુશળધાર વરસાદ વરસ્યો છે. તો આ ભારે વરસાદના પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. કેટલીક જગ્યાએ પાણી ભરાતા ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઇ છે. તો આજે રાજ્યના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. બીજી તરફ 27 જુલાઇ સુધી હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.

  • અમદાવાદમાં ધોધમાર વરસાદ
  • શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા
  • પાણી ભરાતા વાહનચાલકોને પડી હાલાકી

અમદાવાદના સેટેલાઈટ, વસ્ત્રાપુર, રામદેવનગર, પ્રહલાદનગર, માનસી સર્કલ, જજિસ બંગ્લા, એસ.જી.હાઇવે, રાણીપ, આરટીઓ સર્કલ, ઇસ્કોન સહિત શહેરના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. 

અમદાવાદના અનેક વિસ્તારમાં પાણી ભરાયા

અમદાવાદના માનસી સર્કલ, બોડકદેવ, ગુજરાત યુનિવર્સિટી, હેલ્મેટ સર્કલ અને કેટલાક અન્ડરપાસમાં પાણી ભરાયા છે. તો રોડ પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી પડી છે. શહરેમાં હજુપણ ધોધમાર વરસાદ ચાલુ છે.

રાજ્યના અનેક જિલ્લામાં મેઘમહેર

રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જેમાં ખેડા, ડાકોર, સુરત શહેર, સુરત ગ્રામ્ય, ઉમરપાડા, માંડવી, તાપી, વ્યારા, ધ્રાંગધ્રા, સાબરકાંઠા, ખેડબ્રહ્મા, વડાલી, બોટાદ, ગઢડા, દ્વારકા, ખંભાળીયા, આણંદ, ઉમરેઠ, નડિયાદ, ખેડા, માતર, મહુધા, મહેમદાવાદ, જામનગર, જામજોધપુર, નવસારી, ગણેદવી, બીલીમોર, પોરબંદર, ભરૂચ, જંબુસર, ઉપલેટા, કચ્છ, ભુજ, ધોરાજી અને રાણાવાવ સહિતના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.

આજથી રાજ્યમાં સારા વરસાદની શક્યતા

રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. આજથી રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે. 27 જુલાઇ સુધી હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. આજે ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી કરાઇ છે. તો અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં પણ આજે વરસાદ રહેશે. કાલે પોરબંદર, દ્વારકા, જૂનાગઢમાં વરસાદની શક્યતા છે. ગીર સોમનાથ, દાદરા નગરહવેલીમાં પણ કાલે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 27 જુલાઈના જૂનાગઢ, અમરેલી, પોરબંદરમાં વરસાદ રહેશે. 27 જુલાઇના દ્વારકા, વલસાડ, નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં વરસાદી ઝાપટાની શક્યતા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ