બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / Rain forecast in some districts of the state

આગાહી / આજે કચ્છ અને દક્ષિણ ગુજરાતને ધમરોળશે મેઘો ! રાજ્યનાં આ જિલ્લાઓમાં પડશે વરસાદ

Khyati

Last Updated: 02:09 PM, 30 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં મોન્સૂન ફેસ્ટિવલના પ્રારંભ વચ્ચે હવામાન વિભાગે કરી આગાહી, આ જિલ્લામાં મેઘરાજા રહેશે મહેરબાન

  • આજે રાજ્યમાં ક્યાં ક્યાં પડશે વરસાદ
  • હવામાન વિભાગે  દક્ષિણ ગુજરાત, કચ્છમાં વરસાદની કરી આગાહી
  •  દ્વારકા, પોરબંદર, જામનગરમાં વરસાદની આગાહી

રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 70 ટકા વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં મેઘો ધોધમાર વરસતા 206 ડેમમાંથી 34 ડેમ ઓવરફ્લો થયા છે.  રાજ્યના 206માંથી 34 ડેમ ઓવરફ્લો થયા. આ ડેમો છલોછલ એટલે કે 100 ટકા ભરાયા છે.  સૌરાષ્ટ્રના 13, કચ્છના 13, દક્ષિણ ગુજરાતના 7 જ્યારે મધ્ય ગુજરાતનો એક ડેમ ઓવરફ્લો થયો છે. ત્યારે આજે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 

આજે ક્યાં પડશે વરસાદ ?

હવામાન વિભાગ દ્વારા  આજે દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  દ્વારકા, પોરબંદર, જામનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ભરૂચ, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત, તાપી, ડાંગ તથા વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

આ વખતે ઉત્તર ગુજરાતમાં સરેરાશ કરતા ઓછો વરસાદ

જો કે આ વખતે ઉત્તર ગુજરાતમાં સરેરાશ કરતા ઓછો વરસાદ પડ્યો.  ઉત્તર ગુજરાતના ડેમોમાં નહીવત પાણીની આવક થવા પામી છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમોમાં માત્ર 24.38 ટાક જ પાણીનો સંગ્રહ થયો. જ્યારે સરદાર સરોવર સહિત ગુજરાતના 207 ડેમોમાં 64.83 ટકા પાણીનો સંગ્રહ થયો. તો આ તરફ  55 ડેમ હાઈએલર્ટ ઉપર છે જ્યાં 90 ટકાથી વધુ પાણીનો સંગ્રહ નોંધાયો. જ્યારે 6 ડેમો એલર્ટ પર મુકાયા છે જ્યાં 80થી 90 ટકા વચ્ચે પાણીનો સંગ્રહ છે. તો 17 ડેમોમાં 70થી 80 ટકા જળસંગ્રહ થતા વોર્નિંગ પર મુકાયા છે. રાજ્યના 207 ડેમોમાં  64.83 ટકા પાણીનો જળસંગ્રહ થવા પામ્યો.

આજથી મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ

ગિરિમથક સાપુતારામાં કુદરતી વાતાવરણ  વચ્ચે આજથી 30 ઑગષ્ટ એટલે કે એક મહિના સુધી મોન્સૂન ફેસ્ટિવલ યોજાશે. જેને  મેઘ મલ્હાર નામ આપવામાં આવ્યું છે. મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે આ ફેસ્ટિવલ ખુલ્લો મુકવામાં આવ્યો છે.  મહત્વનું છે કે બે વર્ષ કોરોના હોવાને કારણે મોન્સૂન ફેસ્ટિવલની ઉજવણી શક્ય બની ન હતી. ત્યારે હવે બે વર્ષ બાદ ઉજવણી થતા પ્રવાસીઓમાં પણ અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. 

મેઘ મલ્હાર ફેસ્ટિવલ-2022માં હશે આ કાર્યક્રમો

સાપુતારામાં મોટાભાગે શનિ-રવિવારે પ્રવાસીઓનો ધસારો જોવા મળે છે. જેને ધ્યાને રાખીને શનિ-રવિના દિવસે ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જન્માષ્ટમીના દિવસે અહીં દહીં હાંડી સ્પર્ધા, રેઇન રન મેરેથોન, બોટ રેસિંગ તથા નેચર ટ્રેઝર હન્ટ જેવા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.  આ ઉપરાંત ફેસ્ટિવલ દરમિયાન આર્ટ ગેલેરી વર્કશોપ, ફોટોગ્રાફી, આર્ટ પેઇન્ટિંગ, બામ્બુ ક્રાફ્ટટિંગ, વારલી પેઇન્ટિંગ,  યોગા ક્લાસીસ, કવીઝ કોન્ટેસ્ટ, સેમિનાર, રંગોળી સ્પર્ધા, મ્યુઝિકલ લર્નિંગ કોમ્પિટિશન, ફોટોગ્રાફી કોમ્પિટિશન, વિવિધ રમત સ્પર્ધાઓ, મનોરંજક પ્રવૃત્તિઓ વિગેરેમા પણ પર્યટકોને ભાગ લેવાનો મોકો મળશે.

ડાંગી ફૂડ કોર્ટનું આયોજન

મેઘ મલ્હાર મોન્સૂન ફેસ્ટિવલમાં ખાસ ડાંગી ફૂડ કોર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડાંગ જિલ્લાની પ્રખ્યાત નાગલી ધાન્યમાંથી બનાવેલા ઢોકળા, નાગલી ઇડલી,નાગલી પાપડ, શક્તિવર્ધક મુશળીના ભજીયા, અડદની દાળ, તેમજ વિવિધ સાત્વિક વાનગીઓ પિરસવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ