બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / Rain disaster in Gujarat District wise responsibility to 24 ministers Chief Secretary also called a meeting

એલર્ટ / ગુજરાતમાં વરસાદી આફત : 24 મંત્રીઓને જિલ્લાવાર જવાબદારી, ચીફ સેક્રેટરીએ પણ બોલાવી બેઠક

Kishor

Last Updated: 06:19 PM, 11 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના પૂર પ્રભાવીત જિલ્લાના પ્રભારી મંત્રીઓને જવાબદારી સોંપી સ્થાનિક વહીવટી તંત્ર સાથે બેઠક કરવા સહિતની સૂચના આપી દેવામાં આવી છે.

  • આઠ જિલ્લાઓમાં વરસાદને લઈને મંત્રીઓને સોંપાઈ જવાબદારી
  • ભારે વરસાદની સ્થિતિને લઇ સરકાર એક્શનમાં
  • ભારે વરસાદ હોય તેવા પ્રભારી જિલ્લામાં મંત્રીઓ જવા રવાના થયા

ગુજરાતના ભરૂચ, તાપી, નર્મદા, સુરત, વલસાડ, ડાંગ અને છોટાઉદેપુર, અમદાવાદ સહિતના જિલ્લામાં અનરાધાર વરસાદને પગલે જળપ્રલય જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. જેને લઇને ભારે વરસાદની સ્થિતિ સામે સરકાર એક્શન મૉડમાં આવી ગઈ છે. આ મામલે મુખ્ય સચિવ પંકજકુમારે તમામ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને ઝીરો કેઝ્યુલિટીના અભિગમ સાથે રાહત બચાવની કામગીરી કરવા સૂચનાઓ આપી હતી. તો બીજી તરફ 24 મંત્રીઓને અલગ-અલગ જિલ્લાઓમાં પ્રભારી બનાવાયા છે અને પૂરઅસરગ્રસ્ત આઠ જિલ્લાઓમાં પ્રભારી જિલ્લામાં મંત્રીઓને સ્થાનિક વહીવટી તંત્ર સાથે બેઠક કરવાની સૂચના અપાઈ છે. જેને લઇને મંત્રીઓ રવાના થયા છે.

  1. પૂર્ણશ મોદી: ભરૂચ અને નર્મદા
  2. મુકેશ પટેલ: તાપી
  3. કનું દેસાઇ: સુરત અને વલસાડ
  4. નરેશ પટેલ: ડાંગ
  5. નિમિષાબેન સુથાર: છોટાઉદેપુર
  6. ઋષિકેશ પટેલ: અમદાવાદ

પંકજકુમારે ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી વિડિયો કોન્ફરન્સ થકી સમીક્ષા કરી
મુખ્ય સચિવ પંકજકુમારે આઠ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા કરી હતી અને તેમણે ભરૂચ, તાપી, નર્મદા, સુરત, વલસાડ, ડાંગ અને છોટાઉદેપુર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે વન ટુ વન સમીક્ષા કરીને કરેલી તૈયારીઓ અને કામગીરીની માહિતી મેળવી હતી. તેમજ જિલ્લાકક્ષાના ડિઝાસ્ટર પ્લાન સંદર્ભે એકદમ સજ્જતા કેળવવા અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને બચાવ રાહત કામગીરીને વધુ સજજ બનાવવા સૂચનાઓ આપી હતી. જ્યાં સંભવિત ભયજનક સ્થિતિ હોય તેવી જગ્યાએ સ્થાનિક આગેવાનોને સાથે રાખીને વધુને વધુ નાગરિકોનું સ્થળાંતર કરીને તેમને આશ્રયસ્થાનોમાં રાખવા જણાવી અસરગ્રસ્તોને આરોગ્ય ભોજન સહિતની તમામ સુવિધાઓ સુનિશ્ચિત કરવા વહીવટીતંત્રને સૂચનાઓ આપી હતી. 

 



 વધુ પાંચ એનડીઆરએફની ટીમોને રવાના કરી દેવાઈ 
તેમણે ઉમેર્યું કે આગામી ૪૮ કલાકમાં પરિસ્થિતિ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભે વધુ પાંચ એનડીઆરએફની ટીમોને રવાના કરી દેવાઈ છે. જે સત્વરે રાહત બચાવ કામગીરીમાં જોડાઈ જશે. તેમણે આ જિલ્લાના સમગ્ર વહીવટી તંત્રને એક ટીમ તરીકે એલર્ટ મોડમાં રહીને કામગીરી કરવા સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત આશ્રયસ્થાનોમાં રહેતા નાગરિકોને કેશડોલ્સ સહિતની વિવિધ સહાય પણ સત્વરે પૂરી પાડવા સૂચન કર્યું હતું.

મંત્રીઓને પ્રભારી જિલ્લાની જવાબદારી સોંપાઈ
તો બીજી તરફ  દરેક જિલ્લામાં ઉચ્ચ કક્ષાએ દેખરેખ રહે એ માટે રાજ્ય સરકાર દ્વારા મંત્રીઓને કામગીરીની સોંપણી કરવામાં આવતી હોય છે જેના ભાગરૂપે આ વખતે રાજય સરકારના મંત્રીઓને પ્રભારી મંત્રી તરીકે જિલ્લાઓની જવાબદારી સોંપાઈ છે. જેમાં 24 મંત્રીઓને અલગ-અલગ જિલ્લાઓમાં પ્રભારીઓ બનાવાયા છે. તેવામાં હાલ રાજ્યમાં આઠ જિલ્લાઓમાં અતિભારે વરસાદ ખબક્યો છે તેને લઈને સરકારે એલર્ટ બનીને મંત્રીઓને પ્રભારી જિલ્લાની જવાબદારી સોંપાઈ છે. જેમાં ભરૂચ અને નર્મદા જિલ્લાની જવાબદારી પૂર્ણશ મોદીને તથા  મુકેશ પટેલને તાપી અને કનું દેસાઇને સુરત તથા વલસાડ તેમજ નરેશ પટેલને ડાંગ અને નિમિષાબેન સુથારને છોટાઉદેપુર તથા ઋષિકેશ પટેલને અમદાવાદની જવાબદારી અપાતા વરસાદ હોય તેવા પ્રભારી જિલ્લામાં મંત્રીઓ જવા રવાના થયા છે. જયા મંત્રીઓને સ્થાનિક વહીવટી તંત્ર સાથે બેઠક કરવાની અને જરૂરી સૂચના આપવામાં આવી છે. ત્યારબાદ આગામી સમયમાં મુખ્યમંત્રી પુર પ્રભાવિત જિલ્લાની મુલાકાત લેશે તેવું જાણવા મળી રહ્યું છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ