બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / railways bullet train construction speed up record viaduct built last seven month

પ્રોજેક્ટ / અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટે પકડી રફ્તાર: છેલ્લા 7 મહિનામાં આ કાર્ય પૂર્ણ કરીને સર્જ્યો રેકોર્ડ

Malay

Last Updated: 11:35 AM, 5 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bullet Train Project: અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત 61 કિલોમીટરથી વધુ લંબાઈનો વાયડક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. સૌથી ખાસ વાત તો એ છે તે માત્ર 7 મહિનામાં 50 કિલોમીટર લાંબો વાયડક્ટ બનાવવામાં આવ્યો છે.

 

  • અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનુ કામ પ્રગતિમાં
  • મુંબઈ-અમદાવાદ સફર 2 કલાકમાં પુરો થશે
  • ઝડપથી ચાલી રહ્યું છે સ્ટેશનો નિર્માણનું કામ

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ સ્પીડમાં ચાલી રહ્યું છે. ટ્રેક નાખવા માટે વાયડક્ટ (ઊંચો બ્રિજ કે જેના પર ટ્રેક બિછાવાશે) તૈયાર કરવાનું કામ ખૂબ જ સ્પીડમાં ચાલી રહ્યું છે. છેલ્લા 7 મહિનામાં 50 કિલોમીટર લાંબો વાયડક્ટ બનાવવામાં આવ્યો છે, જે અત્યાર સુધીનો રેકોર્ડ છે. અત્યાર સુધી 61 કિલોમીટરથી વધુ લંબાઈનો વાયડક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ સાથે જ સ્ટેશનોના નિર્માણનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે.  

2023 સુધીમાં અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડતી થઇ જશે બુલેટ ટ્રેન, જાણો શું હશે  ભાડું? | Bullet train project will complete by december by 2023 ahmedabad  to mumbai charge rs. 3000

મે 2023 સુધીમાં 60 કિમીનું કામ પૂર્ણ 
નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના જણાવ્યા અનુસાર, કુલ તૈયાર વાયડક્ટમાં વડોદરાની નજીક 12.6 કિમીનો વાયડક્ટ અને અન્ય સ્થળોએ 48.7 કિમીનું નિર્માણ સામેલ છે. વાયડક્ટ નિર્માણનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઓક્ટોબર 2022 સુધી 10 કિમી વાયડક્ટ બનાવવામાં આવ્યું હતું અને મે 2023 સુધીમાં 60 કિમીનું કામ પૂર્ણ થયું, એટલે કે 50 કિમી વાયડક્ટ સાત મહિનામાં તૈયાર કરવામાં આવ્યો છે.

2023 સુધીમાં અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડતી થઇ જશે બુલેટ ટ્રેન, જાણો શું હશે  ભાડું? | Bullet train project will complete by december by 2023 ahmedabad  to mumbai charge rs. 3000

સુરત રેલવે ટર્મિનલનું નિર્માણ કાર્ય શરૂ
NCHSRCLના જણાવ્યા અનુસાર, સુરત રેલવે ટર્મિનલનું નિર્માણ કાર્ય પણ શરૂ થઈ ચૂક્યું છે. C4 પેકેજ હેઠળ સુરત, ભરૂચ, બીલીમોરા અને વાપી સ્ટેશનો સમયસર પૂર્ણ થશે. અમદાવાદ જિલ્લામાં પણ સાબરમતી ટર્મિનલ હબ બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું છે, જે હાઈસ્પીડ રેલ સ્ટેશનને ભારતીય રેલવેના સ્ટેશન તથા મેટ્રો અને બસ સ્ટેશન સાથે જોડીને મુસાફરોને વધુ સારી સુવિધા પૂરી પાડશે.

2 કલાકમાં પહોંચી જવાશે અમદાવાદથી મુંબઈ
નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન મુંબઈ અને અમદાવાદ વચ્ચે 508 કિમી લંબાઈની ભારતની પ્રથમ હાઈ સ્પીડ રેલ લાઈન બનાવી રહ્યું છે, જેનો 352 કિમીનો રૂટ ગુજરાતના નવ જિલ્લાઓ અને મહારાષ્ટ્રના ત્રણ જિલ્લામાંથી પસાર થશે. મહારાષ્ટ્રમાં પ્રોજેક્ટની કુલ લંબાઈ 156 કિમી અને નગર હવેલીમાં 4 કિમી છે. પ્રોજેક્ટનું કામ આ તમામ 8 જિલ્લાઓમાં શરૂ થઈ ચૂક્યું છે. આ કોરિડોરમાં 12 સ્ટેશનો બનાવવામાં આવી રહ્યા છે. બુલેટ ટ્રેનની સ્પીડ 320 કિમી પ્રતિ કલાકની હશે. બુલેટ ટ્રેન બે કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચશે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ