બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / વિશ્વ / Queen Elizabeths son prince andrew liked Indian Yogis Tantra-Mantra and massage know why the controversy

વિવાદ / ક્વિન એલિઝાબેથના દીકરાને મેડિકલ નહીં, તંત્ર-મંત્ર અને યોગી પર વધારે ભરોસો, હવે અચાનક કેમ ઊભો થયો વિવાદ?

Arohi

Last Updated: 12:55 PM, 13 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાણી એલિઝાબેથના દિકરા પ્રિંસ એન્ડ્રયૂ વર્ષોથી એક ભારતીય યોગી પાસે સારવાર કરાવી રહ્યા છે. તેમની સારવારમાં થતા હજારો પાઉન્ડના ખર્ચને પહેલા શાહી ખજાનામાંથી આપવામાં આવતો હતો પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે.

  • પ્રિંસ એન્ડ્રયૂ ભારતીય યોગી સાથે કરાવી રહ્યા સારવાર 
  • સારવારમાં થતો હજારો પાઉન્ડ ખર્ચ શાહી ખજાનામાંથી અપાય છે 
  • હવે તેને લઈને ઉભો થયો છે વિવાદ 

બ્રિટિશ શાહી પરિવારના એક પ્રિંસ આધુનિક પદ્ધતિને છોડીને ભારતીય યોગથી પોતાની સારવાર કરી રહ્યા છે. બ્રિટનના પ્રિંસ એન્ડ્ર્યૂ ઘણા વર્ષોથી પોતાની સારવાર માટે એક ભારતીય યોગીના સંપર્કમાં છે. ભારતના યોગી તેમની સારવાર માટે તંત્ર-મંત્ર, મસાજ અને થેરાપીનો ઉપયોગ કરે છે. 

તેમાં થતા ખર્ચને પહેલા તેમના માતા બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીય શાહી ખજાનામાંથી આપતા હતા પરંતુ હવે તેમના મોત બાદ સ્થિતિ બદલાઈ ગઈ છે. પ્રિંસ એન્ડ્રયૂના ભાઈ એટલે કે બ્રિટનના કિંગ ચાર્લ્સે યોગીના સારવાર ખર્ચને વહન કરવાનો ઈનકાર કર્યો છે. 

સારવારમાં થયો છે આટલો ખર્ચ 
એક રિપોર્ટ અનુસાર શાહી બજેટને સીમિત કરવા માટે કિંગ ચાર્લ્સે પ્રિંસ એન્ડ્રયૂને 32 હજાર પાઉન્ડની ચુકવણી કરવાનો ઈનકાર કર્યો છે. આ ખર્ચ પ્રિંસ એન્ડ્રયૂએ ભારતીય યોગી પાસેથી પોતાની સારવાર પર કર્યો છે. 

દર વર્ષે આ ખાસ 'લક્ઝરી' સારવાર પર થતા ખર્ચના ક્લેમ પર એન્ડ્રયૂના માતા મહારાણી એલિઝાબેથ દ્વિતીય હસ્તાક્ષર કરતા હતા. એલિઝાબેથ દ્વિતીય કોઈ સવાલ વગર હજારો પાઉન્ડના ક્લેમ પર હસ્તાક્ષર કરી દેતા હતા પરંતુ આ વખતે કિંગ ચાર્લ્સે પોતાના ભાઈને મોટો ઝટકો આપ્યો છે. 

"લક્ઝરી સારવારનો ખર્ચ પોતે ઉઠાવે એન્ડ્રયૂ"
કિંગ ચાર્લ્સે પોતાના ભાઈને કહ્યું છે કે તે આ ખર્ચને પોતે ઉઠાવે, શાહી ખજાનાથી આ ખાસ સારવાર માટે તેમને કોઈ પૈસા નહીં મળે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રિંસ એન્ડ્રયૂ ભારતીય પુરૂષ યોગીને સારવાર માટે ખાસ પોતાના શાહી લૉજમાં બોલાવે છે. 

ભારતીય યોગી ત્યાં એક મહિના સુધી રહીને પ્રિંસ એન્ડ્રયૂની સારવાર કરે છે. તે સમયે તેમની ગુપ્તતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. રિપોર્ટ અનુસાર ભારતીય યોગી પ્રિંસ એન્ડ્રયૂની સમગ્ર સારવાર માટે તંત્ર-મંત્ર વિધિનો ઉપયોગ કરે છે. તે માલિશ દ્વારા પ્રિંસની સારવાર કરે છે. 

દિકરા માટે પુછ્યા વગર પૈસા આપી દેતા હતા મહારાણી 
બ્રિટનના રિપોર્ટ અનુસાર ભારતીય યોગીની સારવાર ખૂબ મોંઘી છે અને કિંગ ચાર્લ્સ આ પ્રકારની સારવાર પર ખર્ચ કરવાના ઈચ્છુક નથી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, "સાચુ કહીએ તો સારવાર ખૂબ મોંઘી છે. મહારાણી પોતાના દિકરાને ખુશ કરવા માટે વર્ષ સુધી એક સારવાર માટે પૈસા આપતા રહ્યા. પરંતુ કિંગ ચાર્લ્સ મોંઘવારીના આ સમયમાં આ પ્રકારની લક્ઝરી સારવાર માટે પૈસા આપવાના ઈચ્છુક નથી. બ્રિટનમાં લોકો મોંઘવારીથી સંઘર્ષ કરી રહ્યા છે અને કિંગ એક આવા પ્રિંસને સમગ્ર સારવાર માટે હજારો પાઉન્ડ નથી આપવા માંગતા જે શાહી કામકાજથી દૂર તેમની કૃપા પર હવેલીમાં રહે છે."  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ