બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Pushpendra Maharaj's reaction to the Salangpur painting controversy

સાળંગપુર વિવાદ / 'શ્રીરામ-શિવજી પણ એકબીજા સામે હાથ જોડીને ઊભા છે એનો અર્થ એ નથી...', દેવતાના અપમાન પર શું બોલ્યા પુષ્પેન્દ્ર મહારાજ

Priyakant

Last Updated: 10:44 PM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sarangpur Temple Controversy News: પુષ્પેન્દ્ર મહારાજે કહ્યું, 11થી 12 વર્ષના તપસ્વી નીલકંઠવર્ણી ઉર્ફે ઘનશ્યામ પાંડેની અનેક વખત હનુમાનજીએ રક્ષા કરી, પ્રણામ કરવા તેનો અર્થ જરા સંસ્કૃતમાં જાણી લેજો

  • સાળંગપુર ભીતચિત્ર વિવાદ પર પુષ્પેન્દ્ર મહારાજની પ્રતિક્રિયા
  • ધર્મદેવ અને ભક્તિમાતાના કુળદેવ હનુમાનજી
  • લેફ્ટિસ્ટ કોમ્યુનિસ્ટ માણસોનું જોર ચાલી રહ્યું છે

સાળંગપુર હનુમાનજીના ભીતચિત્રને લઈને થયેલા વિવાદમાં પુષ્પેન્દ્ર મહારાજની પ્રતિક્રિયા સામે આવી છે. પુષ્પેન્દ્ર મહારાજે સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો ધર્મકુળના હોવાનો દાવો કર્યો છે. આ સાથે તેમણે અયોધ્યા અને રામચંદ્ર ભગવાન સાથે નાતો હોવાનો પણ દાવો કર્યો છે.  પુષ્પેન્દ્ર મહારાજે કહ્યું કે, ધર્મદેવ અને ભક્તિમાતાના કુળદેવ હનુમાનજી છે. તેમણે ઉમેર્યું હતું કે, નીલકંઠવર્ણી ભૂખ્યા હોય ત્યારે અનેક વખત હનુમાનજીએ ભોજન આપ્યું હતું. 

પુષ્પેન્દ્ર મહારાજે કહ્યું કે, 11થી 12 વર્ષના તપસ્વી નીલકંઠવર્ણી ઉર્ફે ઘનશ્યામ પાંડેની અનેક વખત હનુમાનજીએ રક્ષા કરી છે. આ સાથે કહ્યું કે, નીલકંઠવર્ણી ભૂખ્યા હોય ત્યારે અનેક વખત હનુમાનજીએ ભોજન આપ્યું છે. તેમણે કહ્યું કે, પ્રણામ કરતા દર્શાવવા તે હનુમાનજીનો વિવેક.  સનાતન ધર્મમાં લેફ્ટિસ્ટ કોમ્યુનિસ્ટ માણસોનું જોર ચાલી રહ્યું છે. 

શું કહ્યું પુષ્પેન્દ્ર મહારાજે ? 
પુષ્પેન્દ્ર મહારાજે કહ્યું કે, નિલકંઠ વર્ણી જ્યારે વનમાં વિચરણ કરતા ત્યારે તેઓને જ્યારે ભોજન પ્રાપ્ત નહોતું થતું તો હનુમાનજી મહારાજ ધર્મદેવના કુળદેવતા હોવાના કારણે જ્યારે-જ્યારે તેમને જરૂર પડતી ત્યારે હનુમાનજી મહારાજે તેમની રક્ષા કરી છે. આ સાથે નીલકંઠ દેવ અને માતા પાર્વતીએ પણ ઘનશ્યામ મહારાજને જમાડેલા છે. અને જો એક સ્વામિનારાયણના સત્સંગી તરીકે જોઇએ તો જેને-જેને જ્યારે જરૂર પડે ત્યારે હનુમાનજી મહારાજ પ્રગટ થાય છે.

પુષ્પેન્દ્ર મહારાજે ઉમેર્યું કે, હનુમાનજી મહારાજ એટલા બધા મોટા દેવ છે કે તેમને એ વિવેક અને વાણી અને એ વર્તન એમનામાં છે કે 12 વર્ષના એક બ્રહ્મચારી તપસ્વી વેશમાં વનમાં ફરતા હોય ત્યારે તેમને પ્રણામ કરીને જમાડે એ તેમનો વિવેક છે. પ્રણામનો અર્થ એ નથી કે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા. માટે જ આટલા બધા વાંધા ઊભા થયા છે. પ્રણામ કરવા તેનો અર્થ જરા સંસ્કૃતમાં જાણી લેજો.

શ્રીરામ-શિવજી પણ એકબીજા સામે હાથ જોડીને ઊભા છે 
પુષ્પેન્દ્ર મહારાજે કહ્યું કે, ભગવાનના અન્ય કોઇ પણ અવતાર, જેમ કે રામચંદ્રજી શિવ ભગવાનની સામે હાથ જોડીને ઊભા છે અથવા તો શિવ પોતે રામચંદ્રજી સામે હાથ જોડીને ઊભા છે તો એનો અર્થ એ બિલકુલ નથી થતો કે આ ઊંચા છે ને પેલા નીચા છે. જેને વિવેક નથી ખબર, કશું જ નથી જાણતા અને ખાસ કરીને જે લોકોને આજે મફતમાં ઇન્ટરનેટ મળી ગયું છે અને કશું જ કાર્ય કર્યા વગર, વગર શ્રમ કર્યે કઇ જ કાર્ય કર્યા વગર પોપ્યુલર થવા માટેનો આ જે માર્ગ મળ્યો છે તે સનાતન ધર્મની સંસ્કૃતિ ઉપર લેફતિસ્ટ કોમ્યુનિટી વિચારધારાવાળાઓનું ફૂલ જોર ચાલી રહ્યું છે. તમે સનાતન સંસ્કૃતિનો નાશ કરવા બેઠા છો. બહુ જ વાંધો હોય તો આખું લિસ્ટ છે ગુગલમાં જોઇ લેજો. કે અન્ય સંપ્રદાયો, અન્ય માન્યતાવાળા લોકો આપણા સનાતન સંસ્કૃતિ માટે શું-શું બોલે છે. એટલે ત્યાં જઇને વિરોધ કરશો તો તમારી વીરતા દેખાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ