બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Punjabi Singer Sidhu Moosewala Shot Dead, Day After Security Withdrawn

ઘટના / BIG NEWS : પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મૂસેવાલાની ગોળી મારીને હત્યા, AAP સરકારે પાછી ખેંચી હતી સુરક્ષા

Hiralal

Last Updated: 07:07 PM, 29 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબની આપ સરકાર દ્વારા સુરક્ષા હટાવી લેવાના એક દિવસ બાદ જાણીતા ગાયક શુભદીપ સિદ્ધુ મૂસેવાલાની ગોળી મારીને હત્યા કરાતા ચકચાર મચી છે.

  • પંજાબી ગાયક શુભદીપ સિદ્ધુ મૂસેવાલાની ગોળી મારીને હત્યા 
  • માનસામાં અજાણ્યા હુમલાખોરે કર્યાં અંધાધૂધ ગોળીબાર 
  • હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું મોત 
  • એક દિવસ પહેલા પંજાબ સરકારે સુરક્ષા પાછી ખેંચી હતી
  • સિદ્ધુ મૂસેવાલા આપના બરખાસ્ત ધારાસભ્ય અને મંત્રી વિજય સિંગલા સામે લડ્યાં હતા ચૂંટણી

પંજાબની ભગવંત માન સરકારનો સુરક્ષા હટાવવાનો નિર્ણય ભારે પડ્યો છે. સુરક્ષા હટાવ્યાંના એક દિવસ બાદ પંજાબના ગાયક સિદ્ધુ મૂસેવાલાની રવિવારે ગોળી મારીને હત્યા કરવામાં આવતા સનસનાટી મચી છે. માણસાના જવાહર ગામ પાસે મૂસેવાલા અને બીજા ત્રણ લોકો પર અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યાં હતો, ગોળીબારમાં ગંભીર રીતે ઘવાયેલા મૂસેવાલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 

અજાણ્યા હુમલાખોરોએ કાર પર કર્યો અંધાધૂંધ ગોળીબાર 

શુભદીપ સિંહ સિદ્ધુ જ્યારે બે મિત્રો સાથે કારમાં બેસીને તેમના ગામ માનસા જઈ રહ્યાં હતા ત્યારે અજાણ્યા હુમલાખોરોએ તેમની કાર પર અંધાધૂંધ ગોળીઓ વરસાવી હતી અને તેઓ તેમની સીટ પર જ ઢળી પડ્યાં હતા. લોહિલૂહાણ હાલતમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં હતા. 

મૂસેવાલાને જાનથી મારી નાખવાની ધમકીઓ મળતી હોવાના આરોપ 

 આ ઘટનામાં મૂસેવાલા સાથે રહેલા અન્ય બે લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.જણાવવામાં આવી રહ્યું છે કે મૂસેવાલાને ગુંડાઓ તરફથી ધમકીઓ મળી હતી. આમ છતાં પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે કાયદો અને વ્યવસ્થાનો હવાલો આપીને એક દિવસ પહેલા મુસેવાલા સહિત 424 વીઆઇપીની સુરક્ષા પાછી ખેંચી લીધી હતી. મૂસેવાલાએ પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર આમ આદમી પાર્ટીના વિજય સિંગલા સામે પણ ચૂંટણી લડી હતી. વિજય સિંગલાએ માણસા બેઠક પરથી મુસેવાલાને 63,323 મતોથી હરાવ્યા હતા.

શનિવારે મૂસેવાલા સહિત 424 વીઆઇપીની સુરક્ષા પરત લઇ લેવામાં આવી હતી 

શનિવારે પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે મૂસેવાલા  સહિત કુલ 424 વીઆઈપી લોકોની સુરક્ષા પાછી ખેંચી લીધી હતી જેમાં કોંગ્રેસ નેતા અને પંજાબી સિંગર સિદ્ધુ મૂસાવાલા સહિત ડેરામુખી અને અનેક નિવૃત્ત અધિકારીઓ સામેલ હતા.  વર્તમાન અને પૂર્વ ધારાસભ્યોની સુરક્ષા પણ પાછી ખેંચી લેવામાં આવી છે. તેમાં શિયાના વરિષ્ઠ નેતા ચરણ જીત સિંહ ઢિલ્લોન, બાબા લાખા સિંહ, સદ્ગુરુ ઉધયા સિંહ, સંત તરમિંદર સિંહ સામેલ છે. આ ઉપરાંત અકાલી નેતા ગનીવ કૌર મજીઠિયા, કોંગ્રેસ નેતા પરગત સિંહ, આપના ધારાસભ્ય મદન લાલ બગ્ગાનું સુરક્ષા કવચ પણ પાછું ખેંચી લેવામાં આવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે સરકારે અગાઉ એક સમીક્ષા બેઠક યોજી હતી, જે બાદ આ લોકોની સુરક્ષા પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સુરક્ષા પાછી ખેંચવા પાછળ પોલીસે આપ્યું આ કારણ 

અધિક પોલીસ મહાનિર્દેશકએ પોતાના નિવેદનમાં સ્પષ્ટ કહ્યું છે કે આ આદેશનો અમલ થોડા સમય માટે જ કરવામાં આવ્યો છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વધારાના કર્મચારીઓની જરૂર છે, જેના કારણે સમીક્ષા બેઠક બાદ 424 લોકોની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે. હવે તે જવાનોને રાજ્યના વિવિધ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવશે. આ પહેલા એપ્રિલ મહિનામાં પણ ભગવંત સરકારે 184 વીઆઈપીની સુરક્ષા પાછી લેવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ મંત્રી સહિત અનેક ધારાસભ્યોની સુરક્ષા ઝડપાઈ હતી. તે તમામ નેતાઓને પંજાબ સરકારે ખાનગી સુરક્ષા આપી હતી.
કોણ હતા મૂસેવાલા

17 જૂન, 1993ના રોજ જન્મેલા શુભદીપ સિંહ સિદ્ધુ ઉર્ફે સિદ્ધુ મૂસેવાલા મનસા જિલ્લાના મુસા વાલા ગામના રહેવાસી હતા. મૂસેવાલાની ફેન ફોલોઇંગ લાખોમાં છે અને તે તેના ગેંગસ્ટર રેપ માટે લોકપ્રિય હતો. સિદ્ધુ મૂસેવાલાની માતા ગામની સરપંચ હતી. તેમણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. તેમણે કોલેજના દિવસોમાં સંગીત શીખ્યું અને બાદમાં કેનેડા ચાલ્યા ગયા. મૂસેવાલાને સૌથી વિવાદાસ્પદ પંજાબી ગાયકોમાંના એક તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમણે ખુલ્લેઆમ બંદૂક કલ્ચરને પ્રોત્સાહન આપ્યું હતું, ઉશ્કેરણીજનક ગીતોમાં ગુંડાઓનો મહિમા વધાર્યો હતો. સપ્ટેમ્બર 2019માં રિલીઝ થયેલું તેમનું ગીત 'જટ્ટી જિયોને મોર્ડ દી ગન વર્ગી' એ 18મી સદીના શીખ યોદ્ધા માઇ ભાગોના સંદર્ભમાં વિવાદ ઉભો કર્યો હતો. તેમના પર આ શીખ યોદ્ધાની છબી ખરાબ કરવાનો આરોપ હતો. જો કે બાદમાં મુસેવાલાએ માફી માંગી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ