બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / અજબ ગજબ / Politics / punjab police lathi charged union people arching towards cm bhagwant mann residence in sangrur

BIG NEWS / પંજાબના સંગરુરમાં CM આવાસ બહાર મજૂરોનો હલ્લાબોલ, પોલીસે કર્યો લાઠીચાર્જ, જાણો શું છે વિરોધ

Vaidehi

Last Updated: 07:07 PM, 30 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાણકારી અનુસાર ટ્રેડ યુનિયન એટલે કે મજૂર સંગઠન પહેલાં પટિયાલા બાયપાસ પર ભેગાં થયાં અને ત્યારબાદ સીએમ આવાસની તરફ કૂચ કરી. પીએમનાં આવાસ બહાર પહેલેથી જ મોટી સંખ્યામાં પોલીસ બળ ગોઠવાયેલ હતું.

  • પંજાબ: મજૂરો પર પોલીસે કર્યો લાઠીચાર્જ
  • સીએમનાં આવાસ બહાર પ્રદર્શન કરતાં મજૂરો પર લાઠીચાર્જ
  • ખેડૂતો અને મજૂરોએ પોતાની માંગ સંતોષવા કર્યાં પ્રદર્શન

પંજાબનાં સંગરૂરમાં મુખ્યમંત્રી ભગવંત માનનાં આવાસની સામે પ્રદર્શન કરી રહેલા મજૂરો પર પોલિસે લાઠીચાર્જ કર્યો છે. આ મજૂરો બુધવારે પોતાની માંગને લઇને સંગરૂરમાં મુખ્યમંત્રી ભાગવંત માનનાં આવાસની સામે પહોંચ્યાં હતાં જ્યાં પોલીસ અને મજૂરો વચ્ચે ધક્કામુકી થઇ હતી. ત્યારબાદ મજૂરો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં મજૂરોનાં ઘાયલ થયા હોવાની માહિતી પણ મળી આવી છે.

પોલીસે કર્યો લાઠીચાર્જ 
જાણકારી અનુસાર ટ્રેડ યુનિયન એટલે કે મજૂર સંગઠન સૌથી પહેલા પટિયાલા બાયપાસ પાસે ભેગાં થયાં હતાં. અને ત્યારબાદ સીએમનાં આવાસ તરફ કૂચ કરી જ્યાં પહેલાથી પોલીસફોર્સ હાજર હતી. સમગ્ર પંજાબમાંથી આવેલા મજૂરો જ્યારે સીએમનાં ઘરની તરફ આગળ વધવા લાગ્યાં તો પોલીસે તેમને રોકવાનાં પ્રયત્નો કર્યા જેના કારણે ધક્કામુકીની સ્થિત સર્જાતાં પોલીસે લાઠીચાર્જ કરી જેમાં કેટલાક મજૂરો ઘાયલ થયાં છે.

શું છે માંગો?
ટ્રેડ યુનિયન જે કોલોનીમાં મુખ્યમંત્રીનું મકાન છે તેનાં ગેટની બહાર બેસી ગયાં હતાં. જાણકારી અનુસાર આ પ્રદર્શનમાં ખેડૂત અને મજૂરો બંને સમાવિષ્ટ હતાં. તેમની 2 મુખ્ય માંગો છે. પહેલી માંગ છે રહેવાની અને મકાન બનાવવા માટે પ્લોટની માંગ અને બીજું કે નિશ્ચિત રોજગાર આપવાની માંગ. મજૂરોનું કહેવું છે કે મનરેગા અને ખેતરોમાં કામ કરવા પર રોજનું ભાડું મળતું નથી.

રસ્તાઓ ખોલાવવા કર્યો લાઠીચાર્જ
માહિતી અનુસાર ખેડૂતો અને મજૂરોએ રસ્તા પર ટ્રકો લગાવ્યાં હતાં. પછી પોલીસ અને મજૂરો વચ્ચે ધક્કામુકી થઇ તો રસ્તા ખોલાવવા અને ટ્રક હટાવવા માટે પોલીસએ લાઠીચાર્જ કર્યું. કેટલાક ખેડૂતો અને મજૂરોની ધરપકડ પણ કરવામાં આવી હતી. રિપોર્ટસ્ અનુસાર પોલીસે કહ્યું છે કે તેમની પાસે લાઠીચાર્જ કર્યાં સિવાય કોઇ રસ્તો બચ્યો નહોતો. પોલીસે કહ્યું કે મજૂરો જે રીતે હાઇ વેને જામ કરીને બેઠાં હતાં તેને ખોલાવવું ઘણું જરૂરી હતું. તે ન માન્યા તેથી લાઠીચાર્જ કરવું પડ્યું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ