બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Prime Minister Narendra Modi will address the nation at 10 AM Today

લૉકડાઉન / PM મોદી આજે સવારે 10 વાગે દેશને કરશે સંબોધન, લૉકડાઉન 2.0માં કરી શકે છે આ જાહેરાત

Bhushita

Last Updated: 09:53 AM, 14 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે લૉકડાઉનના 21 દિવસ પૂરા થઈ રહ્યા છે ત્યારે PM મોદી લૉકડાઉન બાદ ચોથી વખત દેશને સંબોધિત કરશે. દેશમાં કોરોનાનો કહેર હજુ પણ મોટા પ્રમાણમાં વધી રહ્યો છે ત્યારે આજે PM મોદી લૉકડાઉન 2.0ને લઈને અનેક જાહેરાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે અનેક રાજ્યોએ પોતાનું લૉકડાઉન 30 એપ્રિલ સુધી વધાર્યું છે તો આજે PM મોદી પણ લૉકડાઉન 2.0 માટે 30 એપ્રિલ સુધીની જાહેરાત કરે.

  • 21 દિવસનું લૉકડાઉન આજે થશે પૂર્ણ
  • PM મોદી આજે 10 વાગે ચોથી વખત કરશે દેશને સંબોધન
  • લૉકડાઉન 2.0ની સાથે કરી શકે આવી જાહેરાતો પણ

PM મોદીના સંબોધનમાં શું હોઈ શકે

  • ખેડૂતો માટે કોઈ રાહત પેકેજની જાહેરાત કરી શકે છે
  • અલગ અલગ તબક્કાવાર લૉકડાઉન હટાવવાની વાત કરી શકે
  • દેશભરમાં હોટસ્પોટને સીલ કરવાના આદેશ હોઈ શકે
  • આંશિક છૂટછાટની પણ જાહેરાત કરી શકે
  • લૉકડાઉન લંબાવવાની પણ કરી શકે જાહેરાત
  • અન્ય કેટલીક જરૂરી ચીજવસ્તુઓની ગતિવિધિઓ શરૂ કરવાની જાહેરાત કરી શકે
  • 15 જેટલા નાના અને મધ્યમ ઉદ્યોગોને ચોક્કસ શરતો સાથે છૂટછાટ આપી શકે


કયા સેક્ટરમાં કામ શરૂ થવું જોઈએ?

ડીપીઆઇઆઇટીએ ગૃહ મંત્રાલયને સૂચન આપ્યું છે કે ભારે ઇલેક્ટ્રિકલ અને ટેલિકમ્યુનિકેશન્સ જેવા સેક્ટરમાં સાવચેતી પગલા સાથે મર્યાદિત સ્તરે કામ શરૂ કરવાની મંજૂરી હોવી જોઈએ. સાવચેતીનાં પગલાંથી શિફ્ટમાં કામ કરવા દેવાતા ઉદ્યોગોમાં, વિભાગ પાસે ઓપ્ટિક ફાઇબર કેબલ્સ, કોમ્પ્રેશર્સ અને કન્ડેન્સર એકમો, સ્ટીલ અને ફેરસ એલોય મિલો, પાવરલૂમ્સ, પલ્પ અને કાગળ એકમો, ખાતરો, પેઇન્ટ્સ, પ્લાસ્ટિક, વાહન એકમો, રત્ન અને ઝવેરાતનાં તમામ એકમો અને સેઝ અને નિકાસલક્ષી એકમોને ફરીથી ચાલુ કરવાની માંગ કરવામાં આવી છે.  ઉદ્યોગોને ઓછામાં ઓછા સ્ટાફ સાથે અને વ્યવસ્થિત સ્વચ્છતાના ધોરણો જાળવી રાખીને શરુ કરવાની પરવાનગી આપી શકાય છે.

આ ઉપરાંત જે ઉદ્યોગોને છૂટ મળી છે અને ચાલુ છે તે તમામ ઉદ્યોગો તો ચાલુ જ રહેશે. તે સિવાય મોબાઈલ, AC, ફ્રીઝ, પ્લમ્બિંગ વગેરે જેવા રીપેરીંગ સર્વિસને અને ધોબી, વાળંદ જેવી સેવાઓને છૂટ આપી શકાય છે પરંતુ આ સેવાઓમાં ભીડ એક્ઠી ન થઇ જાય તેનું ધ્યાન રાખવું પડશે.

અગાઉ આ રાજ્યોએ લંબાવી દીધું છે લૉકડાઉન

મહત્વનું છે કે 11 એપ્રિલે PM મોદીની રાજ્યોના CM સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા થયેલી બેઠક બાદ કેટલાંક રાજ્યોએ લૉકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો હતો. દેશમાં સૌપ્રથમ ઓરિસ્સાએ તો 30 એપ્રિલ સુધી લૉકડાઉન લંબાવવાનો નિર્ણય પહેલેથી જ લઈ લીધો હતો. ત્યાર બાદ મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, પંજાબ (1 મે), પ.બંગાળ, અને તમિલનાડુ એ પણ 30 એપ્રિલ સુધી લૉકડાઉન લંબાવી દીધો છે. 

જરૂરી ટ્રાંસપોર્ટ પણ શરૂ કરવામાં આવે

આ સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે શ્રમિકોને કામના સ્થળે રહેવાની પરમિશન મળે તો આવાસ અને નિર્માણ ક્ષેત્રનું કામ પણ શરૂ થઈ શકે છે. વિભાગના રાજ્યોની વચ્ચે અને રાજ્યોની અંદર દરેક પ્રકારના પરિવહનના વાહનોને ચલાવવાની અનુમતિ આપવાની માંગ પણ કરી છે. તેઓએ પત્રમાં લખ્યું છે કે આર્થિક સ્થિતિમાં સુધાર અને લોકોના હાથમાં રૂપિયા પહોંચાડવા માટે આ પગલું લેવું જરૂરી છે. 

કહેવાય છે કે PM મોદી આવતીકાલે લૉકડાઉન લંબાવવાની જાહેરાત કરી શકે છે પરંતુ તેમાં શરતો સાથે આંશિક છૂટછાટ આપી શકે છે. મહત્વનું છે કે ઔદ્યોગિક પ્રોત્સાહન અને આંતરિક વ્યાપાર વિભાગે ગૃહમંત્રાલયને પત્ર લખીને સૂચન કર્યું છે કે કેટલાક પ્રમુખ સેક્ટરને સુરક્ષાની સાથે ફરીથી શરૂ કરવામાં આવે. DPIITએ કહ્યું કે આર્થિક ગતિવિધિમાં સુધાર લાવવા માટે અને લોકોના હાથમાં રૂપિયા પહોંચતા કરવા માટે હવે આ સેક્ટરમાં થોડી છૂટ આપવામાં આવે તે જરૂરી છે.

આ જરૂરી સુરક્ષા ઉપાયો લેવામાં આવે

જો કે ગૃહમંત્રાલયે આ પત્રનો કોઈ જવાબ આપ્યો નથી. વિભાગના સૂચન પર કામકાજ શરૂ કરવાની પરમિશન આપવામાં આવે એ શક્ય છે. તેમાં એક જ જગ્યાએથી કર્મચારીઓના પ્રવેશ, સામાજિક દૂરી બનાવી રાખવા માટે પૂરતી જગ્યા, કર્મચારીઓને લાવવા લઈ જવા માટેને અલગ વ્યવસ્થા તથા કારખાનામાં રહેવાની વ્વસ્થાની સાથે સાફ સફાઈની વ્યવસ્થા પણ કરવામાં આવે. જો કે ગૃહમંત્રાલયે આ પત્રનો કોઈ જવાબ આપ્યો નથી. વિભાગના સૂચન પર કામકાજ શરૂ કરવાની પરમિશન આપવામાં આવે એ શક્ય છે. તેમાં એક જ જગ્યાએથી કર્મચારીઓના પ્રવેશ, સામાજિક દૂરી બનાવી રાખવા માટે પૂરતી જગ્યા, કર્મચારીઓને લાવવા લઈ જવા માટેને અલગ વ્યવસ્થા તથા કારખાનામાં રહેવાની વ્વસ્થાની સાથે સાફ સફાઈની વ્યવસ્થા પણ કરવામાં આવે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ