બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / police constable committed suicide with his family in Ahmedabad

આત્મહત્યા / હચમચાવનારી ઘટના: અમદાવાદમાં પોલીસકર્મીએ 3 વર્ષની બાળકી અને પત્ની સાથે 12માં માળેથી પડતું મૂક્યું, આપઘાતનું કારણ અકબંધ

Dhruv

Last Updated: 10:31 AM, 7 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં આપઘાતની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે અમદાવાદમાં આજે આપઘાતની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.

  • અમદાવાદમાં પોલીસકર્મીએ પરિવાર સાથે કર્યો આપઘાત
  • 3 વર્ષની બાળકી-પત્ની સાથે 12માં માળેથી ઝંપલાવ્યું
  • કોન્સ્ટેબલ સિંહ યાદવ વસ્ત્રાપુરમાં ફરજ બજાવતા હતા

અમદાવાદમાં અવારનવાર આત્મહત્યા કર્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. જેમાં કોઇક મોંઘવારીના કારણે તો કોઇક દેવાના કારણે તો કોઇક સામાજિક કારણોસર જેવા અનેક કારણોના લીધે કોઇને કોઇ વ્યક્તિ આપઘાત કરતી હોય છે. ત્યારે આજે વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે.

પોલીસકર્મીએ પરિવાર સાથે 12માં માળેથી પડતું મૂક્યું

શહેરના ગોતા વિસ્તારમાં એક પોલીસકર્મીએ પોતાના પરિવાર સાથે આપઘાત કરી લીધો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. તમને જણાવી દઇએ કે, પોલીસ કોન્સ્ટેબલ કુલદીપ યાદવે પત્ની અને પોતાની 3 વર્ષની દીકરી સાથે આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે. પોલીસકર્મીએ પોતાના પરિવાર સાથે 12માં માળેથી પડતું મૂકીને આપઘાત કરી લીધો છે. જોકે, પોલીસને આ ઘટનાની જાણ થતા જ પોલીસ પણ તુરંત ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલ સ્થાનિક પોલીસ આ અંગે તપાસ હાથ ધરી રહી છે. મહત્વનું છે કે, પોલીસ કોન્સ્ટેબલ સિંહ યાદવ વસ્ત્રાપુરમાં ફરજ બજાવતા હતા. જોકે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એકાઉન્ટ શાખામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ભરતસિંહ યાદવે પોતાના પરિવાર સાથે આત્મહત્યાનું પગલું લેતા પોલીસ બેડામાં ભારે શોકની લાગણી ફરી વળી છે. જોકે, આપઘાત કરવા પાછળનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું. પરંતુ આ મામલે સોલા હાઈકોર્ટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પરિવાર આશરે બેથી ત્રણ વર્ષથી દિવા હાઇટ્સમાં રહેતા

આ ઘટના અંગે દિવા હાઇટ્સમાં રહેતા સ્થાનિકનું કહેવું છે કે, 'આ પરિવાર આશરે બેથી ત્રણ વર્ષથી અહીં રહેતા હતા. મંગળવારે રાત્રે 1:13 મિનિટે પહેલા મહિલા નીચે પડી, તેની દસેક સેકન્ડ બાદ બાળકીને સાથે રાખી પોલીસકર્મીએ 12માં માળેથી ઝંપલાવ્યું હતું. બાદમાં રાત્રે બે વાગે ચોકીદાર જગાડવા આવ્યો અને તેણે જણાવ્યું કે, નીચે ત્રણ લાશો પડી છે.

સુરતના પાલ પાલનપુરના બિલ્ડરે પણ આપઘાત કર્યો

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છાશવારે આપઘાતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે અન્ય જગ્યાએ પણ આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં સુરતના પાલ પાલનપુરના બિલ્ડરે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. બિલ્ડર અનિલ પટેલે સુસાઇડ નોટ લખીને આપઘાત કર્યો છે. આ સુસાઇડ નોટમાં બિલ્ડરે ત્રણેય ભાગીદારોનો ઉલ્લેખ કર્યો છે. જેમાં શંકરકાકા, જતીન અને ગણપતકાકાના નામનો ઉલ્લેખ કર્યો છે. તાજેતરમાં જ અનિલ પટેલે કલ્યાણ રેસીડેન્સીના નામે પ્રોજેક્ટ મૂક્યો હતો. હાલમાં આ મામલે અડાજાણ પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ