બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / police complaint has been registered snatching the jewelery of a woman from Ahmedabad

ફરિયાદ / કોઈ સરનામું પૂછે તો ચેતજો નહીંતર....., રસ્તો પૂછવાના બહાને બે ગઠિયા વૃદ્ધાના દાગીના કઢાવી રફુચક્કર

Kishor

Last Updated: 06:25 PM, 31 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરનામું પૂછવાના બહાને  અમદાવાદની એક મહિલાના દાગીના ઝૂંટવી ગઠિયા ફરાર થઇ ગયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

  • રસ્તો પૂછવાના બહાને બે ગઠિયાએ કરી કળા 
  • વૃદ્ધાના સોનાના દાગીના ઊતરાવી બે ગઠિયા ફરાર
  • ૭૨ વર્ષીય રેવાબેન સોલંકીએ બે ગઠિયા વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સરનામું પૂછવાને બહાને નજર ચૂકવીને ચોરી કરતી ગેંગનો આતંક વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે એક પછી એક આવા બનાવો સામે આવી રહ્યા છે. શહેરના ઓઢવમાં બે ગઠિયાએ રસ્તો પૂછવાનાે બહાને વૃદ્ધાને પોતાની જાળમાં ફસાવીને સોનાના દાગીના સેરવી લીધા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. બે ગઠિયા વૃદ્ધા પાસે મદદને બહાને દાગીના કઢાવી રૂમાલમાં મૂકવાનું કહી તે લઈ રફુચક્કર થઇ ગયા હતા.  
   
રેવાબેને બે ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
ઓઢવની શિવદર્શન સોસાયટીમાં રહેતાં ૭૨ વર્ષીય રેવાબહેન સોલંકીએ બે ગઠિયા વિરુદ્ધ ફરિયાદ કરી છે. રેવાબહેન નિવૃત્ત જીવન ગુજારે છે. થોડા દિવસ પહેલાે બપોરના બાર વાગ્યાની આસપાસ રેવાબહેન ઓઢવ મોટા દીકરાના ઘરે ચાલતાં ચાલતાં જતાં હતાં. તે વખતે સોસાયટીના ગેટ બહાર બે અજાણ્યા શખ્સ રેવાબહેન સાથે ચાલતાં હતા. આ સમયે એક શખ્સે રેવાબહેનને કહ્યું હતું કે મારે નડિયાદ જવું છે અને નડિયાદ જવાનો રસ્તો બતાવો, જેથી રેવાબહેનને રસ્તો બતાવ્યો હતો.

લાગણીશીલ વાતો કરી દાગીના પડાવ્યા

બે શખ્સ પૈકી એક શખ્સે રેવાબહેનને કહ્યું કે મારી પાસે પૈસા નથી આમ કહીને લાગણીશીલ વાતો કરી હતી. જેથી રેવાબહેન તેમની વાતોમાં આવી ગયાં હતા. દરમિયાનમાં એક શખ્સે રૂમાલ કાઢીને   કહ્યું કે હું પણ આને રૂપિયાની મદદ કરું છું તેમ તમે પણ તેને મદદ કરો. રેવાબહેનને આ શખ્સે   કહ્યું હતું કે તમારી પાસે પૈસા ન હોય તો તમે પહેરેલા દાગીના કાઢીને આપો હું થોડી વારમાં તમારી તમામ વસ્તુઓ પરત આપી દઈશ. જેથી રેવાબહેન વિશ્વાસમાં આવી જતાં તેમણે પહેરેલ દાગીના તે શખ્સને આપી દીધા હતા. થોડી વાર પછી બંને શખ્સ ત્યાંથી જતા રહ્યા હતા. રેવાબહેને બંને શખ્સની આજુબાજુ તપાસ કરી પરંતુ તેઓ મળી આવ્યા ન હતા. રેવાબહેન એકદમ ગભરાઈ ગયાં અને તેમને ફરિયાદ કરી ન હતી. પરંતુ ગઈ કાલે તેમણે તેમના દીકરાને આ અંગે જાણ કર્યા બાદ બે શખ્સ વિરુદ્ધ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે બે શખ્સની શોધખોળ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે જો તમે રસ્તામાં જઈ રહ્યા હો અને તમારી પાસે કોઈ કાર કે બાઈક ઊભી રાખે અથવા કોઈ વ્યક્તિ સરનામું પૂછે તો તેની સાથે વાત કરતાં પહેલાં ૧૦૦ વાર વિચારજો, કારણ કે આ સરનામું પૂછવાના બહાને તમને વાતોમાં ભોળવીને કીમતી ચીજ સેરવી લેતી ગેંગ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ